________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર
૨૩૧ હતી. અને પિતાની આ માગણીના સમર્થનમાં એ અરજીમાં એવી કેટલીયે બાબતે એમના તરફથી રજૂ કરવામાં આવી હતી કે, જેને જવાબ તત્કાલ એટલે કે તા. ૨૫ માર્ચ પહેલાં આપી શકાય એમ ન હતું, અને એ માટે આ અંગેના જૂના દફતરમાંથી ઘણું સામગ્રી એકત્ર કરવાની જરૂર હતી. એટલે પેઢીના કાનૂની સલાહકાર તરફથી તેમ જ પેઢી તરફથી એક માસની વધુ મુદતની માગણી કરવામાં આવી. આ માગણીને પિલિટિકલ એજન્ટ, એ શરતે સ્વીકાર કર્યો હતો કે, હવે પછી વધુ મુદત આપવામાં નહીં આવે, તેમ જ મુદત ઓછી હવા અંગેની ફરિયાદ પણ સાંભળવામાં નહીં આવે. વધારામાં એ તારમાં એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે, દરબારના હિતની સાચવણી માટે એ મતલબને વચગાળાને હુકમ (Ad Interim Order) આપવામાં આવશે કે, જેથી દરબારશ્રીને ૧ લી એપ્રિલથી પહેલાં નક્કી થયેલા દરે, મુંડકાવેરો લેવાની છૂટ આપવામાં આવશે અને આ રીતે એકત્રિત થયેલી રકમ, આ બાબતનો છેવટને નિકાલ ન થાય ત્યાં સુધી, ડિપોઝીટ તરીકે અલગ રાખવામાં આવશે.૧૨
એજન્સી તરફથી આ મતલબને તાર મળ્યા પછી, તા. ૨૧-૩-૧૯૨૬ના રેજ, સર ચીમનલાલ સેતલવાડે, એને જવાબ આપતાં, મુદત વધારી આપવા માટે પિલિટિકલ એજન્ટને આભાર તે માન્ય પણ, સાથે સાથે, વચગાળાના હુકમમાં આપવા ધારેલ મુંડકાવેરે વસૂલ કરવાની દરબારશ્રીને અનુમતિની બાબતમાં જૈન કેમની વતી સખત વિરોધ પણ લખી જણાવ્યું. આ પછી પણ એજન્સી તથા સર ચીમનલાલ સેતલવાડ વચ્ચે, વચગાળાના હુકમ અંગે, કેટલેક તાર-વ્યવહાર થયો હતો અને એમાં પેઢીની વતી સર ચીમનલાલ સેતલવાડે, આ બાબતનો છેવટનો નિકાલ આવે તે દરમિયાનના સમયમાં, દરબારશ્રીનું હિત સચવાય એ માટે, કેટલાક વિકલ્પ પણ સૂચવ્યા હતા. પણ એજન્સીએ વચગાળાના હુકમના અવેજમાં આવે કઈ પણ વિકલ્પ સ્વીકારવાની તૈયારી બતાવી ન હતી. એમ છતાં, આ લાંબા તાર-વ્યવહારના અંતે, આ બાબતમાં એટલો ફરક પડ્યો કે, એજન્સીએ શરૂઆતમાં જે જાતને વચગાળાને હુકમ જાહેર કરવાનું વિચાર્યું હતું તેમાં, તા. ૧-૪-૧૯૨૬ થી દરેક જાત્રાળુ પાસેથી રૂ. 9 ના હિસાબે મુંડકાવેરે પાલીતાણું રાજ્ય વસૂલ કરે અને એ રકમ અનામત તરીકે પોતાને ત્યાં જમા રાખે એવી જોગવાઈ કરવામાં આવનાર હતી, તેને બદલે ફક્ત રોજેરજના યાત્રિકોની સંખ્યા ગણીને માત્ર એની નોંધ રાખવાનું જ છેલ્લા વચગાળાના હુકમમાં જાહેર કરવામાં આવ્યું હતું. મતલબ કે, તા. ૧-૪-૧૯૨૬ થી પાલીતાણા દરબારને યાત્રિકોની સંખ્યાની ગણતરી કરીને એની રજેરજની નોંધ રાખવાની અનુમતિ આપવામાં આવી હતી.
ભૂતકાળમાં, જ્યારે જ્યારે પણ, યાત્રિક પાસેથી મુંડકાવેરે વસૂલ કરવાની વાત ઊભી થઈ હતી અથવા એને અમલ કરવામાં આવ્યું હતું, ત્યારે દરબાર તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org