________________
૨૩૦
શેઠ આ ક૦ની પેઢીના ઇતિહાસ
રહ્યા હતા અને એ વાતની જાણ આણંદજી કલ્યાણજીની પેઢીના પાલીતાણા શાખાના મુનીમ દ્વારા, એજન્સીના તા. ૧૧-૨-૧૯૨૬ ના શેરા મુજખ, તા. ૧૫-૨-૧૯૨૬ના રાજ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને કરવામાં આવી હતી. સાથે સાથે રૂબરૂ મુલાકાત લેવી હાય તેા તા. ૧૮, ૨૧ કે ૨૨ ફેબ્રુ. ૧૯૨૬ના રાજ ૧૧-૦૦ના સમયે, રાજકાટમાં, મુલાકાતે આવવાનું પણ સૂચવ્યુ હતુ.પ
આ પછી, એમ લાગે છે કે, એજન્સીને અથવા તેા પેઢીના પ્રતિનિધિઓને, આ તારીખાએ મુલાકાત ગોઠવવાનું અનુકૂળ નહિ પડ્યુ. હાય, એટલે આ મુલાકાત તા. ૯-૩-૧૯૨૬ના રાજકાટમાં ગાઠવી શકાઈ હતી. આ મુલાકાત દરમિયાન પેઢીના પ્રતિનિધિઓએ આ રખાપાની બાબતમાં દરેક પ્રકારના પત્રવ્યવહારની આપ-લે એજન્સી મારફતે જ થવી જોઈ એ, એ વાતનું ભારપૂર્વક પુનરુચ્ચારણ કર્યું. હોય એમ લાગે છે. પરિણામે પેાલિટિકલ એજન્ટને પોતાના દફતરમાં રહેલી પાલીતાણા રાજ્યની, તા. ૧૪-૯-૧૯૨૫ ની, અરજીની નકલ કરવાની પેઢીને અનુમતિ આપવાની ફરજ પડી હતી. આ હકીકત પોલિટિકલ એજન્ટના તા. ૨૫-૩-૧૯૨૬ના રોજ વચગાળાના હુકમ (Ad Interim Order) માંના નીચેના શબ્દો ઉપરથી સ્પષ્ટ રૂપે જાણવા મળે છે—
“ચેાગ્ય ચર્ચા-વિચારણાને અંતે હું, ગ્રહ વગર, સહમત થાઉં છું કે, પેઢીના રજૂઆતની નકલ જોઈ શકે છે અને તેને
શિરસ્તાના મુદ્દા પર કોઈ પણ જાતના પૂર્વપ્રતિનિધિએ મારી ઓફિસમાંથી દરખારની ઉતારી લઈ શકે છે.”૧૦
આ મુલાકાત વખતે મિ. સી. સી. વાટસને દરખારની અરજીના જવાખમાં પેઢીને જે કઈ કહેવુ હોય તે, જવાબરૂપે, તા. ૨૫-૩-૧૯૨૬ સુધીમાં, પેાતાને જ લખી માકલવા જણાવ્યુ હતું. અને પેઢીના પ્રતિનિધિઓએ એ વાતને સ્વીકાર પણ કર્યા હતા.૧
પેાલિટિકલ એજન્ટે આપેલ અનુમતિ અનુસાર, પેઢીના વકીલે દરખારશ્રીની અરજીની નકલ પોતાની જાતે ટાઇપ કરાવી લેવાની હતી. કારણ કે, દરખારશ્રીએ કરેલ અરજીની ન તે વધારાની નકલ કે ન તા છાપેલ નકલ એજન્સી પાસે હતી. વકીલે આ નકલ તા. ૧૦ માર્ચના રાજ તૈયાર કરી અને, તા. ૧૧મીના રાજ, રાજકોટથી નીકળી, તા. ૧૨મીના રાજ, જાતે અમદાવાદ જઈ ને ત્યાં પહોંચતી કરી,
અમદાવાદથી તા. ૧૩ના રોજ એ નકલ પેઢીના કાનૂની સલાહકાર સર ચીમનલાલ સેતલવાડને મુખઈ પહેાંચાડવામાં આવી. એ નકલ જોયા પછી શ્રી સેતલવાડને એમ લાગ્યું કે, દરખારશ્રીની અરજીમાં તેા રખાપાની રકમમાં ફેરફાર કરવાની માગણી કરવાને બદલે, હવેથી ( તા. ૧-૪-૧૯૨૬ થી ) વાર્ષિક ઊંચક રકમને ખલે, મુડકાવેશ લેવાનો, ચાલુ સ્થિતિમાં ધરમૂળના ફેરફાર કરવાનુ` સૂચવતી, અનુમતિ માગવામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org