________________
૨૩૨
શેઠ આર કોની પહને ઇતિહાસ શ્રાવકોની સામે એવી ફરિયાદ કરવામાં આવતી હતી કે, તેઓ ગણતરીમાંથી છટકી જવાની તરકીબ અજમાવે છે. આની સામે જેને તરફથી પાલિતાણા રાજ્ય સામે એવી ફરિયાદ કરવામાં આવતી હતી કે, રાજ્ય, યાત્રિકોની સંખ્યામાં વધારે દેખાય એટલા માટે, જૈન ન હોય એવા યાત્રિકોને પણ પહાડ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરતું હોય છે. જ્યારે આ પ્રયત્ન થતું ત્યારે જૈનોની ઓછી સંખ્યા દર્શાવવાના પ્રયત્નને અને રાજ્યના વધારે સંખ્યા દર્શાવવાના પ્રયત્નને હેતુ એ રહેતું કે રખોપાની ઊચક રકમ નક્કી કરવાની બાબતમાં અંગ્રેજ સરકાર ઉપર એની અસર પડે.
જ્યારે પણ મુંડકાવેરો વસૂલ કરવાને અથવા તો યાત્રિકોની સંખ્યા નકકી કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે જેને અને પાલીતાણા રાજય વચ્ચેનું ઘર્ષણ વધારે તીવ્ર બન્યું છે, અને યાત્રિકોને વેઠવી પડતી કનડગતમાં પણ વધારે થતું રહ્યો છે એ વાતની સાક્ષી, સને ૧૮૮૬ને રખોપાનો ચે કરાર થયે, તે પહેલાંનાં ચાર-પાંચ વર્ષ દરમ્યાન યાત્રિકોને વેઠવી પડેલ હાલાંકી પણ પૂરી શકે એમ હતી, એટલે આ દુઃખદાયક પરિસ્થિતિનું જૈન સંઘને માટે પુનરાવર્તન ન થાય એટલા માટે જ, તા. ૧-૪-૧૯૨૬ થી, મુંડકાવેરે લેવાની બાબતને અથવા તે યાત્રિકોની સંખ્યાની ગણતરી કરવાની બાબતને જેનો તરફથી એજન્સી સમક્ષ સખત વિરોધ નેંધાવવામાં આવ્યો હતો, પણ એનું ધારણા મુજબ પરિણામ ન આવ્યું. અને પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વટસન તે કેટલાક ફેરફાર સાથે વચગાળાનો હુકમ જાહેર કરવા કૃતનિશ્ચય જ હતા ! એટલે યાત્રિકોની રજેરજની સંખ્યાની નેંધ રાખવા સંબંધી દરબારશ્રીને આપવામાં આવેલી અનુમતિને સ્વીકાર કરવાની પેઢીને ફરજ પડી હતી. આને કારણે યાત્રિકને મુંડકાવે આપવાની ફરજ ન પડી એ તે ખરું, પણ ચારેક દાયકાને, કઈ પણ જાતની દખલગીરી વગર, મુક્ત રીતે, યાત્રા કરવાને અનુભવ કર્યા બાદ પોતાની સેંધણી કરવામાં આવે એ વાત પણ યાત્રિકોને કેવળ નવતર જ નહિ, પણ અજુગતિ અને કનડગત કરનારી પણ લાગે એ સ્વાભાવિક હતું. પણ તત્કાળપૂરતી આ લાચારીને વશ થયા વગર ચાલે એમ ન હતું. અને ફરી વાર યાત્રા, પહેલાંની જેમ જ, રાજ્યની કઈ પણ જાતની દખલગીરીથી મુક્ત થાય એ માટે રાહ જોયા વગર પણ ચાલે એમ ન હતું. આમાં મેટા આશ્વાસનરૂપ વાત તો એ હતી કે, આ બાબતમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પૂરેપૂરી સજાગ હતી અને કઈ પણ કારણસર જરા પણ સરતચૂક થઈ જવા ન પામે એની એ પૂરેપૂરી તકેદારી રાખતી હતી.
સામાન્ય રીતે તે પેઢીનું વલણ જાહેરાતો અથવા તે નિવેદને કરવાથી દૂર રહેવાનું જ હોય છે, પણ આ પ્રસંગની ગંભીરતા અને આ બાબતમાં જે કંઈ નિર્ણય થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org