________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાન કરશે
૨૨૮ કરેલું આ વલણ આ બાબતમાં ચાલ્યા આવતા શિરરતા સાથે સુસંગત નથી. આ અંગે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે–
“અમે રજૂઆત કરવાની રજા માગતાં કહીએ છીએ કે, સો કરતાં પણ વધુ વર્ષથી ચાલી આવતી પ્રથાને તિલાંજલિ આપવામાં આવી છે અને બંને પક્ષકારોને માટે આ સ્થિતિ તદ્દન અનુચિત છે. ' “અમે માનીએ છીએ કે, પાલીતાણા દરબાર અને જૈન સંઘ વચ્ચેના સંઘર્ષમાં બંને પક્ષે સંકળાયેલા છે. પાલીતાણા દરબાર વાદી તરીકે કરારમાં ફેરફારની માગણી કરે છે, ત્યારે જૈન સંઘ પ્રતિવાદી બને છે. આવા સંજોગોમાં જૈન સંઘને એમ કહેવું કે દરબારે કરેલી અરજીની નકલ મેળવવા દરબારને જ અરજી કરવી અને તેમની વાતને વિરોધ પણ એજન્સી સમક્ષ દરબાર મારફત જ રજૂ કરે , તેની સામે મકકમ રજૂઆત કરતાં અમે કહીએ છીએ કે, આ સદંતર વાહિયાત પ્રથા છે. આપ જ આ બાબતને સાંભળનાર ટ્રિબ્યુનલ છે, કે જે દરબાર અને જૈન સંઘને સાંભળી શકે અને બંને પક્ષ પિતપોતાની રજૂઆત તેની સમક્ષ જ કરી શકે. પ્રતિવાદીને એમ કહેવું કે, પિતાની નકલ વાદી પાસેથી મેળવી લેવી અને પિતાને બચાવ ટ્રિબ્યુનલ સમક્ષ વાદી મારફત રજૂ કરે એ તદ્દન નવતર વાત છે.”૫૨
આ અરજીને કાઠિયાવાડના પિલિટિક્સ એજન્ટ મિ. સી. સી. વોટસને, તા. ૧૩-૧૧-૧૯૨૫ના રોજ, જવાબ આપતાં પેઢીને જણાવ્યું હતું કે, આ બાબતમાં પિતે જે વલણ અપનાવ્યું છે, એમાં કોઈ પણ જાતને ફેરફાર કરવાની જરૂર એમને લાગતી નથી; અને એમણે જે પદ્ધતિ અખત્યાર કરી છે તે વ્યાજબી છે. ૫૭
એજન્સીના આ નિર્ણય સામે, તા. ૧૫-૧-૧૯૨૬ ના રેજ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને પેઢી તરફથી ફરીથી અરજી કરીને, આ બાબતની પુનર્વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતી પણ, તા. ૧૯-૧-૧૯૨૬ ના રેજ, એજન્સીએ નકારી કાઢી હતી અને તા. ૧૩ નવેમ્બર ૧૯૨૫ના મેમોરેન્ડમમાં પિલિટિકલ એજન્ટ જે વલણ અખત્યાર કર્યું હતું તે જ એમણે કાયમ રાખ્યું હતું.૮
આ રીતે ઉપરાઉપરી બે વાર, આ બાબતની અરજી, પિલિટિકલ એજન્ટ દ્વારા નામંજૂર થયાનું જાણ્યા પછી પણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ નિરાશ ન થયા. અને એમણે, તા. ૭-૨-૧૯૨૬ ના રોજ, આ બાબતને ફરી વિચાર કરવાની એજન્સીને અરજી કરી. અને એમાં વધારામાં, આ અંગે જરૂરી ખુલાસા રૂબરૂ કરી શકાય અને આ મડાગાંઠને નિકાલ લાવી શકાય એ માટે, રૂબરૂ મુલાકાતની પણ માગણી કરવામાં આવી હતી. પણ પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસન તે પિતાના નિર્ણયમાં અણનમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org