________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
હવે જ્યારે મુડકાવેરા લેવાના પાલીતાણા રાજ્યે નિર્ણય કર્યો ત્યારે, શેઠ શાંતિદાસના વંશજો કોને કોને ગણવા એ સંબધી પ્રશ્ન ઊભા થાય એ સ્વાભાવિક હતુ.. આના નિકાલ માટે કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટ મિ. એલ. સી. બાનની, તા. ૨૩-૩-૧૮૮૨ની, સૂચના મુજબ, કાઠિયાવાડના એક્ટિંગ ફર્સ્ટ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ તરફથી કાઠિયાવાડ પોલિટિકલ એજન્સી ગેઝેટ’ ના તા. ૬-૪-૧૮૮૨ ના અંકમાં નીચે મુજબ જાહેરાત પ્રગટ કરવામાં આવી હતી—
6
२२०
“ આ જાહેરખખર ઉપરથી સર્વેને ખબર આપવામાં આવે છે કે, શેત્રુજા ડુંગ૨ ઉપ૨ જનારા શ્રાવક જાત્રાલુ પાસેથી સ્વસ્થાન પાલીતાણા તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ શાંતિદાસના વશો પાસેથી નહીં લેવા સરકારના ઠરાવ છે, માટે જેએ મજકુર શેઠ શાંતીદાસના વંશજો થવાના દાવા રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વ‘શાવળીની ખરી નસ્લ સાથે અમારી હજીરમાં પેાતાની હકીકત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કાઈ ના દાવા સાંભલવામાં આવશે નહીં,
“તારીખ ૨૭ મી માહે મા સને ૧૮૮૨, મુ. કુડા.
એચ. એલ. નટ, મેજર, આકટી'ગ ફર્સ્ટ આશીસ્ટંટ પોલીટીકલ એજન્ટ પ્રાંત ગાહેલવાડ, ’’
આ જાહેરનામુ મેજર કીટી'જે આપેલ ફૈસલામાંની જોગવાઈ મુજબ જ આપવામાં આવ્યુ હતુ’; ઉપરાંત એને, સને ૧૮૨૧ માં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. આર. માનવેલની દરમિયાનગીરીથી કરવામાં આવેલ રખેાપાના કરારમાંના ‘ ખીજું શેઠ શાંતીદાસનુ’ વ'શવાલાની બે તરફથી ાત્રાની માફી સદામત થાએ છે તે તમારે પણ કરવી,' એ શબ્દેદ્મનુ પણુ પીઠખળ હતું.
સને ૧૮૨૧ ના કરારમાં તથા સને ૧૮૬૩ ના ફૈસલામાં શેઠ શાંતિદાસના વ‘શજોને મુંડકાવેરામાંથી માફી આપવાની કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે પેાલિટિકલ એજન્ટને અરજી કરીને આ માફી કોને લાગુ પડે એના નિર્ણય કરાવી લેવામાં આબ્યા હતા. પણ શત્રુંજયની યાત્રાએ જનારા યાત્રિકોની વિશાળ સખ્યાની સરખામણીમાં તે, શેઠ શાંતીદાસના વારસ તરીકે કરમુક્તિના હક્ક મેળવનાર વ્યક્તિઓની સંખ્યા ઘણી જ નાની હતી, એટલે યાત્રાવેરા કે મુડકાવેરાને લીધે યાત્રિકોને વેઠવી પડતી કનડગત તા ચાલુ જ હતી. અને એ કનડગત વહેલાંમાં વહેલી તકે કેવી રીતે દૂર થાય એની ચિંતા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તે વખતના પ્રમુખ નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વગેરે અગ્રણીઓને સતત સતાવ્યા જ કરતી હતી, અને એ માટે એમણે પાતાના પ્રયત્ન, યાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org