________________
૨૨૨
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
પ્રયત્ન કરવામાં આવ્યા હતા.૫૦ એકંદર આ અરજીને સૂર અથવા ઉદ્દેશ મુ’કાવેરાની પ્રથાને અધ કરાવીને, એના સ્થાને રખાપાની વાર્ષિક ઊચક રકમ નક્કી કરાવવાના જ હતા. આમ છતાં એ વાત મુખઈ સરકારે તાત્કાલિક ધ્યાનમાં લીધી હાય એવું જાણવાનુ કોઈ સાધન ઉપલબ્ધ થયું નથી. ઉપરાંત મુખઈ સરકારે આ અરજીના જવાબ પેઢીને શુ આપ્યા તેની માહિતી પણ પેઢીના દફતરમાંથી મળી શકતી નથી.
એમ લાગે છે કે, નગરશેઠશ્રી પ્રેમાભાઈ હીમાભાઈ તથા અન્ય વહીવટદાર ટ્રસ્ટીઓની અવિરત ચિંતા અને મહેનત છતાં, આ મુંડકાવેરા ચાર વર્ષ સુધી તેા ચાલુ રહ્યો જ હતા અને એના લીધે યાત્રિકાને પુષ્કળ હાલાંકી વેઠવી પડી હતી. આ હાલાંકી કેટલી ઉગ્ર હશે અને એને દૂર કરવાની પેઢોના માવડીએની મથામણુ કેટલી વ્યાપક હશે, તે એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, મુબઈના ગવર્નરને તા. ૫-૯-૧૮૮૧ ના રાજ કરવામાં આવેલ અરજીમાં, પાલીતાણા રાજ્યની હકૂમતમાંથી પસાર થવાને બદલે. અંગ્રેજ સરકારની હકૂમતમાંથી પસાર થતા હોય એવા કોઈક માગેથી જ ગિરિરાજ શત્રુંજય ઉપર પહેાંચી શકાય એવા નવા માર્ગ તૈયાર કરવાની માગણી પણ કરવામાં આવી હતી.
'
વાર્ષિક રૂા. પંદર હજારના ચાર્થો રખેાપા-કરાર
આ પછી આ મુડકાવેરાનું નિવારણ કરીને રાપાની ચાક્કસ રકમ આપવાનું નો કરવા અંગે, પેઢી તરફથી અથવા જૈન સંઘ તરફથી, બીજા કેવા કેવા પ્રયત્ના કરવામાં આવ્યા હતા, તેની માહિતી મળી શકતી નથી. છતાં એટલુ ચાક્કસ લાગે છે કે, જેમ એક બાજુ પાલીતાણા રાજ્ય બહારના યાત્રિકા પાસેથી, યાત્રિક દીઠ રૂ. ૨/મુજખ અને પાલીતાણાના જૈન વતની પાસેથી વાર્ષિક રૂ. ૫/- મુજબ, મુ’ડકાવેરા ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતુ, તેમ ીજી બાજુ આ મુંડકાવેરાને વહેલામાં વહેલા અંત આવે અને કેપ્ટન ખાન વેલ તથા કેપ્ટન કીટીજની દરિમયાનગીરીથી થયેલ રખાપાના કરાર મુજબ, ફરી પાછી રખેાપાની અમુક ૐ બાંધી રકમ પાલીતાણા રાજ્યને આપવાના નવા કરાર અસ્તિત્વમાં આવે, એ માટે પેઢીના માવડીએના પ્રયાસે અવિરતપણે ચાલુ જ હતા. આ પ્રયાસા નિષ્ફળ ગયા હતા, એમ તેા ન કહેવાય, પણ એને સફળ થતાં થતાં ચારેક વર્ષ જેટલા લાંબે સમય લાગી ગયા હતા, એ હકીકત, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ્સ જે, ડબલ્યુ. વોટસનની દરમિયાનગીરીથી, તા. ૮-૩-૧૮૮૬ ના રોજ વાર્ષિક ની ઊચક રકમના, ચાલીસ વર્ષની મુદ્દતના, રખેાપાના ચેાથેા કરાર પાલીતાણા દરબાર ગોહેલશ્રી માનસિહજી અને જૈન કામ વચ્ચે થયા એ ઉપરથી જાણી શકાય છે. આ કરાર નીચે મુજખ છે~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org