________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાશે
ર૧. વેરામાંથી મુક્તિ મેળવનાર શેઠશ્રી શાંતિદાસના વંશજોની યાદી તૈયાર કરવાની હિલચાલ શરૂ થઈ તે પહેલાંથી જ, હાથ ધર્યો હતો. આ માટે તા. ૫-૯-૧૮૮૧ ના રોજ પેઢીના પ્રમુખશ્રી તથા અન્ય વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી, મુંબઈને તે વખતના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસનને એક વિસ્તૃત અરજી કરવામાં આવી હતી. એ અરજીમાં મુંડકાવેરે સને ૧૮૮૧ ની સાલથી ઉઘરાવવાનું પાલીતાણું રાજ્ય શરૂ કર્યું હોવા છતાં એના એ માટેના નિયમોની જાણ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, છેક સાત-આઠ મહિના બાદ, તા. ૧૮-૮-૧૮૮૧ ના રોજ જ, કરવામાં આવી હતી, એવી ફરિયાદ કરીને પેઢીએ, છેવટે મૂંડકવેરાની પ્રથાથી વેઠવી પડતી હાલાંકીમાંથી યાત્રિકોને ઉગારી લેવા માટે નીચે મુજબ ચારમાંથી ગમે તે એક માગણીને અમલ કરવાની વિનંતી કરી હતી
(૧) દરબારને મુકાવેરે લેતાં અટકાવવા. (૨) ગિરિરાજ ઉપર પહોંચવા માટે પાલીતાણા રાજ્યની સરહદમાંથી પસાર ન
થત હોય અને બ્રિટિશ હકૂમતમાંથી પસાર થતો હોય એ, ને રસ્તે
તૈયાર કરે. (૩) શ્રાવક યાત્રાળુઓને કારણે પાલીતાણાના ઠાકોર સાહેબને વધારાનું જે કંઈ
પિલીસખર્ચ થાય તે શ્રાવકો તરફથી આપવામાં આવે એવી જોગવાઈ કરવી અથવા તે પોલીસ અંગેના ખર્ચને ધ્યાનમાં લઈને અંગ્રેજ સરકાર જે રકમ નક્કી કરે તે શ્રાવક કેમ તરફથી પાલીતાણ દરબારને આપવામાં
આવે અને આ રકમમાં ફેરફાર કરવામાં ન આવે એવી જોગવાઈ કરવામાં આવે. (૪) અથવા કેપ્ટન બાવેલે જે કરાર કરાવી આપ્યા હતા, એને વળગી રહેવું.
શ્રાવક કેમે એ કરારને ક્યારેય ભંગ કર્યો નથી.૪૮
આ ઉપરાંત આ અરજીના ૮મા ફકરામાં નીચે મુજબ બે બાબતેને અંતિમ નિર્ણય કરવાની પણ માગણી કરવામાં આવી હતી (૧) પાલીતાણાની યાત્રાએ જતા શ્રાવક યાત્રિકો પાસેથી પાલીતાણા દરબારને કર
ઉઘરાવવાની વધુ વખત માટે છૂટ આપવી કે કેમ તે નક્કી કરવું. અને (૨) જે એવી છૂટ આપવામાં આવે તે એની પદ્ધતિ અને મર્યાદા નક્કી કરવી.૪૯
આ અરજીમાં મુંડકાવેરાની ઉઘરાણને કારણે યાત્રિકોને વેઠવી પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવાની સાથે સાથે યાત્રિકોની ગણતરી દરમિયાન શ્રાવક કેમ તરફથી ઘાલમેલ થતી હેવાના દરબારશ્રીના આક્ષેપની પણ રજૂઆત કરીને તેને રદિયો આપવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org