________________
ર૧૪
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ (ક) પાલીતાણુ ઠાકોર, તેના સગાંવહાલાં અને તેના પગારદાર કરે. (ડ) પાલીતાણું કબામાં એક વરસ સુધી ચાલુ વાસ કરીને રહેલા શસે
અને જેઓ હંમેશા પહાડ ઉપર જવાની ઈચ્છા રાખતા હોય છે. આ લોકે દર વખત બબે રૂ. આપે તેને બદલે આખા વરસના રૂા. પાંચ
આપે એમ ગણવું. (૨૭) પાલીતાણાના ઠાકોરની તેમ જ શ્રાવક કેમના પ્રતિનિધિઓની મારે માફી માગવી જોઈએ. કારણુ, આ ફેંસલાનો નિર્ણય કરતાં મને ત્રણ મહિનાની લાંબી ઢીલ થઈ છે.
પણ હું કારણસર ધીમે રહ્યો છું. આ મામલાના સંબંધમાં જે જાતની કડવી લાગણું લાંબા વખત થયા ચાલી આવે છે, તેને અંત આણવા ખાતર વ્યાજબી અને મધ્યમસરની યોજના ઘડવામાં મારે ઘણી ચિંતા વેઠવી પડી છે. કાઠીઆવાડ પોલિટિકલ એજન્સી મુકામ વઢવાણ
(સહી) આર. એચ. કીટીજ. તા. ૫-૧૨-૧૮૬૩.
પિોલીટીકલ એજંટ. અહીં એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે મેજર કીટિંજે પિતાના ફેંસલામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને નામને નહીં, પણ શેઠ ડાહ્યાભાઈ અને પચંદ તથા શા. ઠાકરશી પુંજાસાના નામનો ઉલ્લેખ કરે છે. પણ આને અર્થ, વાસ્તવિક રીતે, શેઠ આણંદજી કલ્યાણજી જ સમજવાને રહે છે. રબાપાની રકમ રૂ. ૬૫૦૦/- તથા રૂ. ૭૫૦/- ની રાખવાનું સૂચન
કાઠિયાવાડના એકટિંગ પિલિટિકલ એજન્ટ, મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી મિ. એચ. એલ. એન્ડરસનને, તા. ૧૫-૧-૧૮૯૩ ના રોજ, મોકલેલ અહેવાલના ૧૭ મા પેરેગ્રાફ ઉપરથી એમ જાણવા મળે છે કે, મેજર બારે પાલીતાણું રાજ્ય અને શ્રાવક કેમ એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે સમાધાન કરાવવાને જે પ્રયાસ કર્યો હતો, તે ઉપરથી પાલીતાણું રાજયે રખેપાની વર્તમાન રકમ કરતાં ત્રણ ગણી રકમ એટલે કે રૂ. ૪૦૦૦ના બદલે રૂ. ૧૨૦૦થે લઈને કાયમી સમાધાન કરવાની તૈયારી બતાવી હતી, પણ શ્રાવકના કારભારીએ એ માન્ય રાખી ન હતી. અને મેજર બાર સૂચવે તે મુજબ વધારે રકમ આપવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરથી મેજર બારે શ્રાવકે અને પાલીતાણું દરબાર વચ્ચે એવી જાતનું સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો કે, પર્વત ઉપરના અમુક ભાગમાંના ઘાસને ઉપયોગ કરવાની તેમ જ કપાવવાની અનુમતિ આપવામાં આવે તે વાર્ષિક રૂ. ૭૫૦૦/- અને જે આવી અનુમતિ શ્રાવક કેમને આપવામાં ન આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org