________________
૨૧૬
શેઠ આ કંની પેઢીના ઇતિહાસ
હતા. વધારામાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફાર ઇન્ડિયાએ, પેાતાના આ પત્રમાં, આ ફેંસલાના અમલ શા માટે નથી કરવામાં આવ્યા એવા પ્રશ્ન પૂછવાની સાથે સાથે, પેાતાની મેળે જ, એનું સમાધાન એ મતલખનુ` કર્યુ· હતું કે, પાલિટિકલ એજન્ટે આવી અનિશ્ચિતતા એટલા માટે ચાલુ રાખવાનું ઉચિત માન્યુ હશે કે, જેથી ખંને પક્ષ વચ્ચે સંતાષકારક ગઠવણુ થઈ શકે, વધારામાં એમણે એમ પણ લખ્યુ હતું કે, જો આમ થઈ શકયુ હાત તા એની સામે વાંધા લેવા જેવું કઈ નથી. ૩૮
મેજર કીટિંજના આ ફેસલા સામે પેઢી તરફથી વાંધા ઉઠાવવામાં આવ્યા છતાં, એ ફૈસલામાં જણાવ્યા મુજબ, પહેલા વર્ષોંના રખેાપાના રૂપિયા ૧૦,૦૦૦] પેઢી તરફથી દરખારશ્રીને સમયસર આપવામાં આવ્યા હોય અને તે પછીનાં ૪ વર્ષના રાપાના રૂપિયા ૪૦,૦૦૦ પેઢી તરફથી રોકી રાખવામાં આવ્યા હોય એવી ઘટનાની કેટલીક વિગતાની નોંધ અહીં જ લેવા જેવી છે.
મુ`બઈના શેઠ કેશવજી નાયક અને એમના પુત્ર શેઠ નરસી કેશવજીએ, સને ૧૮૬૨ ની સાલમાં, ગિરિરાજ ઉપર એક દેરાસર બંધાવવાની શરૂઆત કરી હતી. અને સને ૧૮૬૫ની સાલમાં, આ કાર્ય પૂરું થતાં, મેટા ઉત્સવ સાથે, પ્રતિમાની અ'જનશલાકા તથા મંદિરની પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી કર્યું હતુ... અને એ માટે મોટો સંઘ લઈને પાલીતાણા પહેાંચવાની ચાજના પણ એમણે કરી હતી. આ મહાત્સવ દરમિયાન યાત્રાળુને પૂરેપૂરું રક્ષણ મળી રહે, એમની કેાઈ પણ જાતની કનડગત ન થાય અને તેઓ જે કઈ ચીજવસ્તુએ પેાતાની સાથે લાવે તેના ઉપર જકાત લેવામાં ન આવે, આ બધી ખાખતાને ધ્યાનમાં લઈને શેઠશ્રી કેશવજી નાયકે, પાલીતાણાના દરખારશ્રીને, એ માટે રૂ. ૧૬,૧૨૫૩ ઉચ્ચક આપવાનું નક્કી કરીને એ રકમ આપી પણ દીધી હતી.
પેઢીને આ વાતની જાણ થતાં, એમ લાગે છે કે, પેઢીએ એની સામે એ મતલબની રજૂઆત કરી હતી કે, મેજર કીટજે આપેલ ફેસલાને મંજૂરી આપતા જે પત્ર મુંબઈ સરકારની વતી, તેના સેક્રેટરી સી. ગેાને, તા. ૬-૨-૧૮૬૬ ના રોજ કાઠિયાવાડના પેોલિટિકલ એજન્ટ પર લખ્યા હતા, તે પત્રમાંની નીચે મુજબ જોગવાઈના ભંગ થાય છે—
“ વળી, મને વિશેષમાં જણાવવાનું ફરમાન થયુ` છે કે, આપના ફેંસલાની રકમમાં ઠાકારની શ્રાવકાની પાસેની બધી માગણીઓને સમાવેશ થઈ જાય છે, જેથી કેાઈ પણુ અહાને ઠાકૉર શ્રાવકા પાસેથી કેાઈ પણ રકમ વસૂલ કરે તે તે બધી શ્રાવકાને વળતર મળવી જોઈએ તથા જે રકમ આપવાની કરી છે, તેના અવેજમાં શ્રાવક કામને તેમના જાન-માલની સલામતી માટે ચગ્ય પાલીસ રક્ષણ મળવુ જોઇએ.”૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org