________________
૧૭૨
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ કરવાનું ઠરાવવામાં આવ્યું. પેઢીના પ્રમુખપદને લગતી પ્રથામાં ફેરફાર કરતી આ મે કલમા આ પ્રમાણે છે—
“(૨૨) ટ્રસ્ટી બનવાના હક—મરહુમ શેઠશ્રી શાંતિદાસ તથા તેમના કુટુંબે જૈન સંઘના પવિત્ર તીર્થાને લગતા ઘણા અગત્યના હક્કો તથા લાભા મેળવી આપી ચતુર્વિધ સઘની અમૂલ્ય સેવા કરી છે. તેમ જ સદરહુ તીર્થોને લગતી ઘણી ખાદશાહી સનદ તેમના નામે શ્રીસ`ઘને પ્રાપ્ત થયેલ છે. તેથી ટ્રસ્ટીઓની સમિતિએ મજકૂર શેઠશ્રી શાંતિદાસના કુટુબના વખતેવખત જે વંશવારસા હાય તેમાંથી એક વ્યક્તિની આ પેઢીના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવી.”
‘(૨૩) પ્રમુખની ચૂંટણી-ટ્રસ્ટીઓ તેમના પૈકી કોઈ એક સભ્યની તેમની સમિતિના પ્રમુખ તરીખે ચાર વર્ષ માટે બહુમતીથી ચૂંટણી કરશે.”
પેઢીના પ્રમુખપદ માટેની જૂની પ્રથાના સ્થાને પેઢીના પ્રમુખની ચૂંટણી કરવાનો જોગવાઈ કરતા આ ફેરફાર, જેમ સમયાનુકૂળ અને મહત્ત્વના છે તેમ, એ પેઢીના સ'ચાલકાએ તથા સંસ્થાના સને ૧૮૮૦ના તથા સને ૧૯૧૨ ના બધારણ મુજબ શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસના વારસ તરીકે, સને ૧૯૨૮ ની સાલથી, પેઢીના પ્રમુખ તરીકેની જવાબદારી સભાળી રહેલ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ દાખવેલ દૂરંદેશી અને શાણપણનું સૂચન કરે છે.
કલમ ૩૧ મી
પેઢી એ જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંઘસમસ્તનુ' પ્રતિનિધિત્વ ધરાવતી સસ્થા છે, એટલે ભારતભરનાં જિનમદિરા અને તીર્થોમાંથી જે કાઈ ને જીર્ણોદ્ધાર કે સાચવણી માટે સહાયની જરૂર હાય, એમને સહાય આપી શકાય એવી જોગવાઈ પેઢીની નિયમાવલીની ૩૧ મી કલમમાં કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે—
66
(૩૧) આ પેઢી હસ્તક જેના વહીવટ ન હેાય તેવાં બીજા' કાઈ પણ તીર્થ, મદિરા કે જિનચૈત્યાના જીર્ણોદ્ધાર અથે કે જિનબિંબાના સ’રક્ષણ કે લાભાર્થે આ પેઢી હસ્તક વહીવટની કાઈ પણ સંસ્થાના નાણાંમાંથી કે જેમાંથી તેના ઉદ્દેશ પ્રમાણે આપી શકાય, તેવી મદદથી આપવાનુ અને/અથવા ખર્ચ કરવાનું ટ્રસ્ટીઓને યાગ્ય જણાય તે! એ તીર્થં અગર મંદિર કે સસ્થા માટે રૂપિયા ૫૦,૦૦૦-૦૦ અંકે, રૂપિયા પચાસ હજાર સુધીની રકમ તે તીથૅ આદિને નામે ખાતે લખીને અગર ખર્ચ ખાતે લખીને આપવાના પેઢીના ટ્રસ્ટીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org