________________
પઢીનું બંધારણ
૧૭૩ સમિતિને અધિકાર રહે છે. પરંતુ આવી રીતે મદદ આપે અને/અથવા ખર્ચ કરે તે રકમને બધાં સ્થળોને એકંદર આંકડે એક સાલમાં રૂપિયા ત્રણ લાખથી વધારે થશે નહીં. અને જે એક તીર્થમાં રૂા. ૫૦,૦૦૦/કરતાં વધારે રકમ આપવાની જરૂર હોય તે, અથવા એક વર્ષમાં બધાં સ્થળને મદદ અને/અથવા ખર્ચને એકંદર આંકડે રૂપિયા ત્રણ લાખથી વધારે થશે તેમ જણાય તે સાધારણ સભામાં મેળવેલી પ્રતિનિધિઓની બહુમતિપૂર્વકની સંમતિથી તેવી વધારે રકમ આપી શકશે અને/અથવા ખચી શકશે.”
આ કલમમાં જે તે સંસ્થાના નામે લખીને કે ખર્ચ ખાતે લખીને જરૂરતવાળી સંસ્થાને નાણું આપવાની જે જોગવાઈ કરવામાં આવી છે, તે જરૂરતવાળી સંસ્થાને, એની નાણાકીય પરિસ્થિતિ પ્રમાણે, સમયસર પિસા મળી રહે અને પૈસાના અભાવે કઈ પણ સંસ્થાનું જીર્ણોદ્ધાર કે તીર્થરક્ષાનું કામ બગડવા ન પામે, એ માટેની પેઢીની તત્પરતા અને ચિંતાનું સૂચન કરે છે.
સને ૧૯૧૨ ની સાલના બંધારણમાં, ઠરાવ ૯ મુજબ, આ રકમ પંદર હજાર રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી હતી. અને એમાં પણ નામે લખીને કે ખર્ચ ખાતે લખીને નાણાં આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
કલમ ૩ર મી (ક)
સંઘ બહાર કરવાની સત્તામાં ફેરફાર–સને ૧૯૧૨ ની સાલના બંધારણના ૧૫ મા ઠરાવથી જે માણસ જૈન ધાર્મિક સંસ્થાને હિસાબ ન આપતો હોય કે એવી મિલકત ઍપ ન હોય તેને, જરૂરી વિધિ કર્યા બાદ, સંઘ બહાર મૂકેલ જાહેર કરવાની સત્તા પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. પણ, સરકારે ઘડેલા નવા કાયદા મુજબ, કેઈ વ્યક્તિને સંઘ બહાર કે નાત બહાર કરવો એ ગુનાહિત કૃત્ય બનતું હોવાથી, નિયમાવલીમાં એના બદલે કલમ ૬, ૭ અને ૩૨ (અ) મુજબ દેષપાત્ર થતી વ્યક્તિની સામે પગલાં ભરવા અંગે કલમ ૩૨ (ક) થી જે જોગવાઈ કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે–
“(૩૨) (ક) આવી કોઈ વ્યક્તિ શ્રીસંઘને પ્રતિનિધિ કે આ પેઢીને ટ્રસ્ટી થઈ
શકશે નહીં અને જે તે થયું હશે તે પ્રતિનિધિ તરીકે અથવા ટ્રસ્ટી તરીકે કમી થવાને પાત્ર ગણાશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org