________________
પાલીતાણું રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર
૧૯૧ દરમિયાન પાલીતાણા રાજય અને જૈન સંઘ વચ્ચે, રખેપાના કુલ પાંચ કરાર થયા હતા, જેની વિગત નીચે મુજબ છે – (૧) ગોહેલ કાંધાજી તથા નારાએ શેઠ શાંતિદાસ શેષકરણ તથા રતન અને સુરા
તેમ જ સંઘસમસ્તને વિ. સં. ૧૭૦૭ માં કરી આપેલ રખેપાને પહેલે કરાર. આમાં રપ નિમિત્ત આપવાની કેઈ નક્કી રકમ બેંધવામાં નથી આવી, પણ જુદા જુદા પ્રસંગે, જુદા જુદા પ્રમાણમાં, સુખડી, કપડાં અને રોકડ નાણું આપવાનું
નક્કી કરવામાં આવ્યું હતું. (૨) ગેહેલ કાંધાજી (બીજા) તથા કુંવર ને ઘણજીએ શેઠ આણંદજી કલ્યાણજીને, કાઠિયા
વાડના પોલિટિકલ એજન્ટ આર. બાર્નવેલની દરમિયાનગીરીથી, તા. ૯-૧૨-૧૮૨૧, વિ. સં. ૧૮૭૮ ના માગશર સુદિ ૧૫ ના રોજ, કરી આપેલ, વાર્ષિક રૂ. ૪૫૦૦)
ની રખેપાની રકમને, દસ વર્ષ માટે કરાર. (૩) કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મેજર કિટીંજના પ્રયત્નથી, શ્રાવક કોમ અને
પાલીતાણાના ઠાકોર વચ્ચે, તા. ૫-૧૨-૧૮૬૩ના રેજ, વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ ની
રખેપાની રકમને, દસ વર્ષને કરાર, (૪) કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ કર્નલ જે. ડબ્લ્યુ. ટસનની દરમિયાનગીરીથી,
પાલીતાણાના ઠાકોર માનસિંહજી અને શ્રાવક કોમના પ્રતિનિધિઓ વરચે થયેલ, - તા. ૧-૪-૧૮૮૬ થી, ૪૦ વર્ષની મુદત માટે, રખેપાની વાર્ષિક રૂ. ૧૫૦૦૦ની
રકમને, તા. ૧૩-૪-૧૮૮૬ ના રોજ થયેલ કરાર. (૫) પહેલાં હિંદુસ્તાનના ગવર્નર જનરલ અને વોઈસરોય લોર્ડ રીડીંગ તથા પછી લોર્ડ
ઇરવિનની દરમિયાનગીરીથી, પાલીતાણાના ઠાકોર સાહેબ બહાદુરસિંહજી અને શ્રાવક
કેમના (શેઠ આણંદજી કલ્યાણજીના) પ્રતિનિધિઓ વર, તા. ૨૬-૫-૧૯૨૮ના - રોજ થયેલ, રખોપાના વાર્ષિક રૂ. ૬૦૦૦૦) ને પાંત્રીસ વર્ષની મુદત માટે કરાર.
પાલીતાણું રાજ્ય સાથે થયેલ રખેપાના આ પાંચેય કરારો કેવા કેવા સંયોગોમાં થયા હતા, એનું પાલન કેટલા વખત સુધી થયું હતું અને બે કરારની વચ્ચેના સમય દરમિયાન કેવી પરિસ્થિતિ ઊભી થવા પામી હતી, એની માહિતી ઠીક ઠીક પ્રમાણમાં મળી શકે એવી પુષ્કળ સામગ્રી પેઢીના દફતરમાં સચવાયેલી છે અને આ કરારના દસ્તાવેજ પણું સુરક્ષિત છે. એટલે એ બધી સામગ્રીમાંથી તારવીને કેટલીક ખાસ જાણવા જેવી મહત્વની અને નેધપાત્ર માહિતી અહીં રજૂ કરવામાં આવે છે.
રાપાને પહેલા કરાર - આ ફરાર, ઉપર સૂચવ્યું તેમ, ગેહલ વંશના રાજવી કાંધાજી વગેરે તથા જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org