________________
૧૯૮
શિક આ૦ કરની પેઢીને ઇતિહાસ આના જવાબમાં કેપ્ટન બાલે મુંબઈ સરકારના સેક્રેટરી જેમ્સ બ્રુસ સિમ્સનને તા. ૨૦-૧૨-૧૮૨૦ ના રોજ જે પત્ર લખ્યો હતો તેમાં એમણે પાલીતાણે દરબારને વાર્ષિક રૂ. ૩૦૦ થી રૂ. ૪૦૦ ની રકમ, યાત્રિકવેરા તરીકે, શ્રાવક કેમે ઊચક આપવાનું સૂચન કર્યું હતું અને સાથે સાથે એમ પણ સૂચવ્યું હતું કે પાલીતાણા દરબારને ગાયકવાડના ખંડિયા તરીકે વાર્ષિક જે રકમ રૂ. ૮૦૦૦] ખંડણી તરીકે આપવાની થાય છે તેમાંથી, જો ગાયકવાડ સરકાર, ચાત્રાવેરાની (આશરે રૂ. ૩૦૦૦ થી રૂ. ૪૦૦૭) જેટલી રકમ જતી કરવા મંજૂર થાય તે શ્રાવક કે મને કશીય રકમ આપવાની ન રહે.
કેપ્ટન બાવેલની આ ભલામણ ઉપરથી આવી માફી આપવા અંગે ગાયકવાડ સરકાર સાથે વાટાઘાટ કરવામાં આવતાં તેમણે આવી માફી આપવાનો ઈનકાર કર્યો હતે. આ હકીક્ત વડોદરાના એકટીગ રેસિડેન્ટ મિ. સી. નેરિસે મુંબઈ સરકારના સેક્રેટરી મિ. જે. બી. સિમ્સન ઉપર તા. ૧૭–૨–૧૮૨૧ના રોજ લખેલ પત્ર ઉપરથી જાણી શકાય છે.૧૦ ( પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે, યાત્રાવેરાને કારણે, જે બેદિલી પ્રવર્તતી હતી, તેનો સંૉષકારક નીવેડો લાવવા માટે, જરૂર પડે તે, પાલીતાણાની નજીકમાં રહેલી લશ્કરી છાવણીને ઉપયોગ કરવાનું એક સૂચન થયું હતું. એ જાણીને જેમ કંઈક રમૂજ ઊપજે છે, તેમ આ ઝઘડાનો નિકાલ કરવાની બાબતમાં મુંબઈ સરકાર કેટલી ચિંતિત અને ઉત્સુક હતી તે પણ જાણી શકાય છે. આ કાગળ, તા. ૮ (૧૮?)-૧-૧૮૨૧ ના રોજ, મુંબઈ સરકારના સેક્રેટરી મિ. જે. બી. સિમ્સને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મેજર એફ. ડી. બેલેન્ટાઈન ઉપર લખ્યો હતો અને તેમાં લેફ. કર્નલ ટેનuપના હાથ નીચેના લશ્કરનો ઉપયોગ કરવાની સત્તા આપી હતી. સાથે સાથે એ પત્રમાં એમણે બંને પક્ષોની વ્યાજબી વાત ધ્યાનમાં લેવાનું પણ સૂચન કર્યું હતું.'
આ દરમિયાનમાં શેઠ હેમાભાઈ વખતચંદે, તા. ૧-૧૦-૧૮૨૧ ના રોજ, કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ કેપ્ટન બાવેલ ઉપર, ચેમાસું પૂરું થતું હોવાથી, અને યાત્રાની શરૂઆત નજીકના સમયમાં જ થવાની હોવાથી, મૂંડકવેરાની રકમ નકકી કરવાની માગણી કરી હતી, જેથી યાત્રિકે કનડગત વગર યાત્રા કરી શકે.૧૨ શેઠ હેમાભાઈના આ પત્ર ઉપરથી એટલું સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, એ વખતે શત્રુંજયના યાત્રિકને યાત્રાવેરા નિમિત્તે કેવી કેવી હાલાકી ભેગવવી પડતી હશે. આને કારણે જ એમને આવે કાગળ લખવાની ફરજ પડી હોવી જોઈએ.
આ રીતે શેઠ મોતીશાથી શરૂ થયેલી પાલીતાણું રાજ્ય સાથે કાયમી સમાધાન કરવાની વાતને એક તાત્કાલિક ઉકેલવા જેવી મહત્વની બાબત લેખીને મુંબઈ સરકારે સત્વરે હાથ ધરી હતી. અને એની સૂચના મુજબ કેપ્ટન બનવેલે, એ અંગે જરૂરી તપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org