________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર
૧૮પ પીલે એ કામ પિતાના એકટીંગ યુડિશિયલ આસિસ્ટંટ મિ. ઈ. ટી. કેડીને સેપ્યું હતું.
આ કેસમાં શ્રાવક કોમ તરફથી સંખ્યાબંધ પુરાવાઓ તથા જુબાનીઓ રજૂ કરવામાં આવ્યાં હતાં, એમાં વિ. સં. ૧૭૦૭ના આ રખોપાના દસ્તાવેજનો પણ સમાવેશ થતો હતો. (એને દાખલા નં. Z (૨૭) હતો). આ દસ્તાવેજ પોરબંદરના જતિ શ્રી મતીજીએ (ઉંમર વર્ષ ૩૨) રજૂ કર્યો હતે. અને તે અમુક વખત સુધી કેસ ચાલ્યા પછી, પાછળથી, રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરથી પાલીતાણાના દરબારશ્રી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ દસ્તાવેજ બનાવટી છે, જેની વિગત આ પ્રમાણે છે –
આ દસ્તાવેજ અંગેની રજૂઆત કરનાર યતિ શ્રી મતીજીએ જે જુબાની આપી હતી તે આ પ્રમાણે છે –
મિ. બ્રાન્સન સમક્ષ જુબાની આપતાં તેમણે જણાવ્યું હતું: “મારા ગચ્છના વઢ હીરવિજયસૂરિ હતા. હું જે દસ્તાવેજ રજૂ કરું છું (વિ. સં. ૧૭૦૭ને કશ૨) તે મને મારા ગુરુ પાસેથી પ્રાપ્ત થયે છે.
“હું પરમ દિવસે સાંજે ૬-૦૦ કે ૭-૦૦ વાગ્યે રાજકેટ આવ્યો છું. જોઈતારામ નામના એક શ્રાવકે મને આ દસ્તાવેજ લાવવા પિરબંદર લખેલું. તેઓ (જેઈતારામ) અમદાવાદના એક શેઠિયા છે.”
મિ. બદ્રુદીન સમક્ષ જુબાની આપતાં તેમણે કહ્યું હતું: “આ દસ્તાવેજ મને છ દિવસ અગાઉ આચાર્ય ધર્માનંદસૂરિ, કે જે મારા ગુરુ ગુમાનજીના ભાઈ છે, તેમની પાસેથી પ્રાપ્ત થયો છે. આ દસ્તાવેજ મને ઉપાશ્રયમાં આપેલ. મને ખબર નથી કે મારા ગુરુના કબજામાં એ કેવી રીતે આવ્યો. તે ગાદીની માલિકીને હવે જોઈએ. જેઈતારામને પત્ર મારા ગુરુ ઉપર હતો.”
યતિ શ્રી મતીજીની જુબાની ઉપર દરબારશ્રીની ટીકા પાલીતાણા દરબારે આની સામે ટીકા કરતાં કહ્યું હતુઃ “આ સાક્ષીએ પુરા ન ૨૭ રજૂ કર્યો. તેને પુરા અગત્યનું છે, કારણ કે તે દસ્તાવેજ બનાવટી છે. તેથી અમે તેની જુબાની અક્ષરશઃ અહીં આપીએ છીએ. આ દસ્તાવેજ રજૂ કરનારની પાસે તે સત્ર છ દિવસ જ રહ્યો તે સૂચક છે. વળી પહેલાં આ દસ્તાવેજ જેના કબજામાં હતું તે અહીં હાજર રહેલ નથી અને જોઈતારામને પત્ર પણ રજૂ કરાયો નથી; આ સંજોગોમાં દસ્તાવેજના ખરાપણા વિશે શંકા ઉઠાવવાને પૂરતાં સબળ કારણે છે.” ૫. ' પણ મિ. કેડીએ દરબારશ્રીની આ વાત માન્ય રાખી ન હતી અને આ દસ્તાવેંજ સારો હોવાનું સ્વીકાર્યું હતું. * .
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org