________________
૧૯૨
શેઠ આર ક0ની પેઢીને ઇતિહાસ સંઘના મુખ્ય અગ્રણી શેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વગેરે વચ્ચે થયે હતો. પણ આ કરાર કરવાની જરૂર શેઠ શ્રી શાંતિદાસને શા ઉપરથી લાગી હતી, અર્થાત્ કેવા રાજકીય સંજોગોમાં આ કરાર કરવાની એમને ફરજ પડી હતી, તેની કેટલીક વિગતો ધ્યાનમાં લેવા જેવી છે.
મોગલ બાદશાહોએ શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હક્કો જેન સંઘને સેપી દીધાનાં એકથી વધુ ફરમાને આપ્યાં હતાં. આ ફરમાને સમ્રાટ અકબર બાદશાહ જહાંગીર તેમ જ બાદશાહ શાહજહાંએ આપ્યાં હતાં. એમના પછી બહુ જ થોડા દિવસ માટે બાહશાહ બનેલ મુરાદબક્ષે અને તેના પછી બાદશાહ ઔરંગઝેબે પણ આ ફરમાન જારી કરી આપ્યાં હતાં. આ ફરમાનોમાં, શ્રી શાંતિદાસ શેઠે ગોહેલ રાજવી સાથે, વિ, સં. ૧૭૦૭માં, જે રપાનો પહેલો કરાર કર્યો હતે. તે વખતે, તેમની પાસે બાદશાહ શાહજહાંએ, તેને રાજ્યારોહણના બીજા વર્ષ દરમિયાન, એટલે વિ. સં. ૧૬૮૫-૮૬ દરમિયાન, કરી આપેલ શત્રુંજયની માલિકી-હક્કને લગતું ફરમાન તો હતું જ. વળી, એ જ અરસામાં, એટલે વિ. સં. ૧૯૮૨ની સાલમાં, એમણે શાહી મંજૂરી મેળવીને અમદાવાદના બીબીપુર વિસ્તારમાં ચિંતામણિ પાર્શ્વનાથના આલિશાન નવા દેરાસરની પ્રતિષ્ઠા પણ કરી હતી. આ રીતે જોતાં, મોગલ સામ્રાજ્યમાં, શ્રી શત્રુંજય વગેરે તીર્થો સહીસલામત હતાં એમ કઈને પણ લાગ્યા વગર ન રહે.
પણ વિસં. ૧૭૦૧ ની સાલમાં શાહજાદો ઔરંગઝેબ ગુજરાતને સૂબે બનીને અમદાવાદ આવ્યા ત્યારે એણે, ધર્મઝનૂનથી દેરવાઈને, શ્રી ચિંતામણિ પાશ્વનાથના દેરાસરને ખંતિ કરીને એને મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું. આવી અતિ શેાચનીય દુર્ઘટનાના કારણે શહેરમાં કોમી હુલ્લડ પણ થયું હતું. આ પ્રસંગથી શ્રી શાંતિદાસ શેઠને તેમ જ બધા જૌનો તથા હિંદુઓને એટલે મોટે આઘાત લાગ્યો કે જેથી એમને પિતાનાં દેવસ્થાને અને તીર્થસ્થાને બિનસલામત અને ભયમાં મુકાઈ ગયેલાં લાગ્યાં. જોકે, આ કમનસીબ બનાવ બન્યા પછી બે જ વર્ષની અંદર, શાહજાદા ઔરંગઝેબની બદલી કરીને બાદશાહ શાહજહાંના ફરમાનથી, આ ભગ્ન દેરાસર શાંતિદાસ શેઠને પાછું સોંપી દેવામાં આવ્યું હતું એટલું જ નહીં, પણ એમાં જે કંઈ ભાંગફેડ થઈ હોય, તે સરકારના ખર્ચે દુરસ્ત કરાવી આપવાનું અને એમાં રહેતા ફકીરોને ઘર કરવાનું પણ એ ફરમાનમાં ફરમાવવામાં આવ્યું હતું. આમ છતાં, શ્રી શાંતિદાસ શેઠની શ્રી શત્રુંજય વગેરે તીર્થોની સલામતી અંગેની ચિંતા ઓછી ન થઈ અને એ માટે કંઈક ને કંઈક કાયમી ઉપાય જ જ જોઈએ એવું એમને લાગ્યા જ કરતું હતું. I ,વળી બાદશાહ શાહજહાંના રાજ્યકાળનાં પાછલાં વર્ષો દરમિયાન, એના ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org