________________
નવમા પ્રકરણની પાદોંધ
૧. એક એક તીર્થને વહીવટ સંભાળતી તથા એકથી વધુ તીર્થોનો વહીવટ સંભાળતી સંખ્યાબંધ
પેઢીઓ આપણું શ્રીસંઘમાં વિદ્યમાન છે. એમાંની કેટલીક પેઢીઓનાં નામ અહીં આપવામાં આવે છે–
એક એક તીર્થને વહીવટ કરતી પેઢીઓ શ્રી સમેતશિખર મહાતીર્થને વહીવટ અત્યારે શ્રી શ્વેતાંબર ભંડાર તીર્થ સમેતશિખર, મધુવન નામે સંસ્થા હસ્તક છે.
શ્રી પાવાપુરી તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર ભંડાર તીર્થના નામે ચાલે છે. શ્રી ક્ષત્રિયકુંડ તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર સંસાયટી હસ્તક છે. શ્રી ચંપાપુરી તીર્થને કારોબાર શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી તીર્થના નામથી ચાલે છે.
શ્રી પુરિમતાલ તીર્થને વહીવટ શ્રી ઋષભદેવસ્વામી જૈન શ્વેતાંબર મંદિર નામે સંસ્થા સંભાળે છે.
શ્રી આસિયાં તીર્થને કારોબાર, શેઠ શ્રી મંગલસિંહજી રતનસિંહજી દેવની પેઢી ટ્રસ્ટના નામે ચાલે છે. - શ્રી નાકેડા તીર્થની સંભાળ શ્રી જૈન શ્વેતાંબર નાકોડા પાર્શ્વનાથ તીર્થ નામે સંસ્થા સંભાળે છે.
શ્રી નાગેશ્વર તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર નાગેશ્વર તીર્થ પેઢીના નામથી ચાલે છે. શ્રી દેવકુલપાટક તીર્થનું સંચાલન શ્રી જૈન શ્વેતાંબર સભા હસ્તક છે. શ્રી નાડલાઈ તીર્થની સંભાળ શ્રી ભવેતાંબર જૈન દેવસ્થાન પેઢી હસ્તક છે. શ્રી નાડોલ તીર્થને વહીવટ શ્રી પદ્મપ્રભુ જૈન શ્વેતાંબર દેવસ્થાન પેઢી સંભાળે છે. શ્રી વરકાણું તીર્થને કારોબાર શ્રી જૈન દેવસ્થાન પેઢી હસ્તક છે. શ્રી નાણા તીર્થને વહીવટ શ્રી વર્ધમાન આણંદજી જૈન પેઢી કરે છે. શ્રી દિયાણું તીર્થ ને વહીવટ શ્રી દિયાણાજી જીવિતસ્વામીજી કારખાનું સંભાળે છે. શ્રી નાદિયા તીર્થને કારેબાર શ્રી વર્ધમાન આણંદજી જેન દેરાસરની પેઢી ચલાવે છે. શ્રી ભદ્રેશ્વર તીર્થને વહીવટ શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીના નામે ચાલે છે. શ્રી શંખેશ્વર તીર્થને કારોબાર શેઠ જીવનદાસ ગેડીદાસનું કારખાનું એ નામથી ચાલે છે. શ્રી ભોયણ તીર્થની સંભાળ શ્રી મલ્લિનાથ મહારાજ કારખાના ઓફિસ નામે સંસ્થા રાખે છે. શ્રી પાનસર તીર્થને કારોબાર શ્રી મહાવીરસ્વામીજી મહારાજની પેઢી ચલાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org