________________
૧૭૦
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ તારગાજી, શ્રી કુંભારિયાજી, શ્રી સેરિસાજી અને ક્રિસજી–એમ બીજા ચાર તીર્થોના વહીવટ ઉપરાંત શ્રી સમ્મેતશિખર તીના પહાડની માલિકીના, પાંજરાપેાળ માટે ભાવનગર રાજ્ય તરફથી ભેટ મળેલ સીમ સહિત છાપરિયાળી ગામના, વારાણસીના એક ટ્રસ્ટને અને અમદાવાદ શહેરનાં જ નાનાં-મોટાં ખાર જેટલાં ટ્રસ્ટોના વહીવટ પેઢી હસ્તક આવી ગયા હતા. આ ઉપરથી પશુ જોઈ શકાય છે કે, આટલા લાંખા સમયના વહીવટ પછી પણ, એમાં કાઈ જાતની ઊણપ અને ઢીલાશ આવી જવાના બદલે, એ કેવા વ્યવસ્થિત અને પદ્ધતિસર ચાલતા રહ્યો હતા ! અને, એનાથી શ્રીસ`ઘને સતાષ થવાને કારણે, એના પેઢી ઉપરના વિશ્વાસ પણ ઉત્તરોત્તર કેટલા વધતા રહ્યો હતા ! તે પછી, શ્રીસ થે સેાંપેલી આવી અનેક પ્રકારની જવાબદારીઓને તથા એણે મૂકેલ વિશ્વાસને ન્યાય આપવા ખાતર, સને ૧૯૧૨ ના ખધારણમાં જરૂરી સુધારા-વધારા કર્યા વગર કેમ ચાલી શકે ? આ હતા અંધારણના છેલ્લા સુધારા-વધારારૂપે નિયમાવલી ઘડવાને પાયેા અને હેતુ.
પહેલાંનાં એ બધારણા ઠરાવોના રૂપમાં હતાં : સને ૧૮૮૦ નુ' અ'ધારણ માત્ર આઠ હરાવામાં સમાઈ જતું હતું; અને સને ૧૯૧૨ નુ. સુધારેલું બંધારણ કુલ ૧૯ ઠરાવાનું અનેવુ' હતુ; અને એમાંથી પણ પહેલા ચાર ઠરાવો તા અંધારણને લગતા ન હતા, એટલે એને બાદ કરતાં આ નવું અંધારણ ૧૫ ઠરાવેા જેટલું જ બન્યુ હતુ. અને છેલ્લે સુધારેલ બંધારણમાં–નિયમાવલીમાં–સ`ખ્યાખ`ધ પેટાકલમા સહિત પ૩ જેટલી કલમા ઘડવામાં આવી છે. ખધારણના ક્રમિક વિકાસને સૂચવતુ આ ચિત્ર સમગ્ર રૂપે જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે, પેઢીના વહીવટને વિકાસ કે વિસ્તાર થવાની સાથે સાથે પેઢીના ખંધારણના પણ વિકાંસ કે વિસ્તાર થતા રહ્યો છે; અને તે પેઢીના સંચાલકાની પેઢી ઉપર આવી પડતી નવી નવી જવાબદારીઓને સરખી રીતે પહેાંચી વળવાની જોગવાઈ કરતાં રહેવાની ચીવટનું સૂચન કરે છે.
હવે છેલ્લા અ’ધારણ નિયમાવલી ” માંની થોડીક વિશેષ મહત્ત્વની કલમા જોઈ એ. આઠમી ક્લમ
પ્રતિનિધિઓના પ્રમાણની પદ્ધતિ-આમાં સૌથી પહેલુ ધ્યાન ખેચે છે પ્રાદેશિક (સ્થાનિક) પ્રતિનિધિઓની જે તે સ્થાન માટે સંખ્યાનું ધેારણ નક્કી કરવાની વૈજ્ઞાનિક કહી શકાય એવી જોગવાઈ કર્તા આઠમી કલમ. આમાં જૈનાની કેટલી વસ્તી ધરાવતાં શહેર કે પ્રદેશાને કેટલા પ્રતિનિધિ નીમવાની સત્તા આપવામાં આવે છે, તે માટે આઠમી કલમની પહેલી પેટાકલમ, ચાર પેટાકલમા સાથે, આ પ્રમાણે નક્કી કરવામાં આવી છે.
(૧) અખિલ ભારતના જુદા જુદા પ્રાદેશિક વિભાગેાનું પ્રમાણસર પ્રતિનિધિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org