________________
પેઢીનું બંધારણ
“શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રથમ બંધારણ સને ૧૮૮૦ ની સાલમાં થયું હતું, તેને આજે ઘણે વખત થયેલો છે. તેથી આ પેઢીના સ્થાનિક પ્રતિનીધિઓની તારીખ ૧૨ માર્ચ સને ૧૯૧૨ ના રોજ મળેલી મીટીંગમાં થયેલ ઠરાવ મુજબ સદરહુ બંધારણે સંબંધમાં વિશેષ વિચાર કરી ઠરાવ કરવા સારૂ આ સભા બોલાવેલ છે.”
આ પછી બંધારણને લગતી બાબતોને વિગતે વિચાર કરીને, એને વ્યવસ્થિત રીતે, ઠરાવરૂપે સભામાં રજૂ કરી શકાય એ માટે, ૩૦ શહેરમાંથી પસંદ કરેલા ૧૬૩ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ નક્કી કરેલ ઠરાવો જ મજૂરી માટે સભામાં રજૂ કરવામાં આવ્યા હતા.
- આ સભાની કાર્યવાહીની નોંધ ઉપરથી જાણી શકાય છે કે, બંધારણમાં ફેરફાર કરવા માટે હિંદુસ્તાનના સકલ સંઘની સભા બોલાવવાનો ઠરાવ, વહીવટદાર પ્રતિનિધિઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓની જનરલ સભામાં, તા. ૧૨-૩-૧૯૧૨ ના રેજ, કરવામાં આવ્યો, ત્યારે પેઢીના પ્રમુખપદે શેઠશ્રી સરદાર લાલભાઈ દલપતભાઈ હતા, એટલે એ સભાનું પ્રમુખસ્થાન તેઓએ સંભાળ્યું હતું. ત્યાર પછી, તા. ૫-૬-૧૧૨ ના રેજ, તેઓને સ્વર્ગવાસ થયે, એટલે, એમના સ્થાને નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ પ્રેમાભાઈની પેઢીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પણ તેઓ પણ તા. ૨૧-૮-૧૯૧૨ ના રોજ સ્વર્ગવાસી થતાં, નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈને પેઢીના પ્રમુખ નીમવામાં આવ્યા હતા. એટલે બંધારણમાં ફેરફાર કરવા માટે બોલાવવામાં આવેલી આ સભા એમના પ્રમુખપદે મળી હતી. આ રીતે અઢી મહિના જેટલા ટૂંકા ગાળામાં પેઢીના બે બાહેશ અને વગદાર પ્રમુખ વિદેહી થયા હતા !
ત્રણ દિવસની કાર્યવાહી દરમિયાન આ સભાએ ૧૯ ઠરાવ પસાર કર્યા હતા. આમાં કેટલાક મહત્ત્વના બંધારણીય ફેરફારો આ પ્રમાણે કરવામાં આવ્યા હતા–
(૧) વિ. સં. ૧૮૮૦ ના બંધારણ મુજબ, ૨૩ શહેરના મળીને કુલ ૩૨ સ્થાનિક પ્રતિનિધિ નીમવામાં આવતા હતા; તેને બદલે હવેથી, આ સભાએ કરેલ પાંચમા ઠરાવ મુજબ, ૯૦ શહેરોના કુલ ૧૧૦ સ્થાનિક પ્રતિનિધિઓ નીમવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
(૨) પેઢીનું પહેલું બંધારણ સને ૧૮૮૦ માં ઘડાયું ત્યારે, પેઢીને મુખ્યત્વે ફક્ત ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થને જ વહીવટ સંભાળવાને હતો; પણ, સમય જતાં, જેમ જેમ શ્રીસંઘનો પેઢીની કાર્યદક્ષતામાં વિશ્વાસ વધતા ગયા તેમ તેમ, પેઢીનું કાર્યક્ષેત્ર પણ વિશાળ થતું ગયું. આ વાતને ખ્યાલ આ સભાના છઠ્ઠા ઠરાવથી પણ આવી શકે છે. આ ઠરાવ આ પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org