________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઈતિહાસ અને કરાવે છે કે સદરહુ શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી (હેડ ઓફીસ) જે અત્યાર સુધી અમદાવાદમાં છે ત્યાં જ રાખવી."
ઠરાવ પાછો ખેં –તા. ૨૯-૧૨-૧૯૧૨ ના રેજ, એટલે કે બીજા દિવસે, મળેલી સભામાં સુરતવાળા શરાફ શ્રી ચુનીલાલ છગનલાલે ઠરાવ નં. ૬, ૭, ૮ એમ ત્રણ ઠરાવે રજૂ કર્યા હતા. આમાં આઠમે ઠરાવ સંસ્થાના સંચાલન માટે આઠ વહીવટદાર પ્રતિનિધિઓની નિમણુકને લગતે હતે. આ ત્રણે ઠરાને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ ટેક આપ્યું હતું, પણ આ ઠરાવ પસાર થાય તે પહેલાં કેઈકે એ વાત તરફ સભાનું ધ્યાન દેર્યું કે, વહીવટદાર પ્રતિનિધિઓની નિમણુકને લગતા આઠમા ઠરાવ સંબંધી ચર્ચા બંધારણ કમીટીમાં થઈ નથી, એટલે એ અહીં રજૂ ન થઈ શકે. આ અંગે કોઈ પણ જાતની ચર્ચા થાય એ પહેલાં જ, ઠરાવ રજૂ કરનારે પોતે જ, એ પાછો ખેંચી લીધું હતું. આ નાના સરખા પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય છે કે, બધું કામ ધારાધોરણસર ચાલે એ માટે શરૂઆતથી જ કેવી ચીવટ રાખવામાં આવી હતી! (આ અગાઉ સૂચવવામાં આવ્યું તેમ, સભાને ત્રીજા દિવસે, ૧૮ મા ઠરાવથી, આઠના બદલે નવ વહીવટદાર પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી હતી અને એમાં પાછા ખેંચાયેલ આઠમા ઠરાવમાં સૂચવેલ આઠે શ્રેષ્ઠીઓને સમાવી લેવામાં આવ્યા હતા.)
સભામાં હાજર રહેવા દેવાને ઇનકાર—બીજા દિવસે (તા. ૨૯-૧૨-૧૯૧૨ના રેજ) સભા મળી ત્યારે પ્રમુખશ્રીએ સભા સમક્ષ એક સવાલ રજૂ કર્યો. સુરત શહેરના
સ્થાનિક પ્રતિનિધિ શ્રી માણેકલાલ ઘેલાભાઈ જેઓ પહેલા દિવસની સભામાં હાજર હતા, તેથી બીજા દિવસની સભામાં હાજર રહી શકાય એમ નહીં હોવાથી, એમની વતી, એમના વકીલ શ્રી ચુનીલાલ માણેકલાલ ગાંધી તરફથી, એવી લેખિત માગણું કરવામાં આવી હતી કે, શ્રી માણેકલાલભાઈના બદલે, એમના પ્રતિનિધિ તરીકે, સભાની કાર્યવાહીની નેંધ લેવા માટે, શ્રી પ્રાણશંકર ત્રિપુરાશંકરને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવે. આ બાબતમાં શું કરવું એ પ્રશ્ન સભામાં રજૂ થતાં એવી અનુમતિ આપવાને સભાએ સ્પષ્ટ ઈનકાર કરી દઈને ભવિષ્યને માટે એક દાખલો બેસાર્યો હતું. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે, પેઢીની કાર્યવાહીથી માહિતગાર રહેવા માટે સ્થાનિક પ્રતિનિધિઓ કેવા ઉત્સુક રહેતા હતા.'
બંધારણમાં છેલ્લા સુધારે સને ૧૯૧૨ માં (વિ. સં. ૧૯૬૮ માં) સુધારેલ બંધારણ મુજબ, ૫૩ વર્ષ સુધી, પેઢીને કારોબાર ચાલતો રહ્યોપણ આ અરસામાં પેઢીના કાર્યક્ષેત્રમાં વધારો થવાને લીધે તેમ જ બીજા કારણોસર પણ, પેઢીના બંધારણમાં ફેરફાર કરવાની જરૂર જણાતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org