________________
શેઠ આઠ કદની પેઢીને ઇતિહાસ બીજા તીર્થો તથા સ્થાનેના જીર્ણોદ્ધાર માટે વાપરવી. આ ખર્ચ કરવાની સત્તા આ ઠરાવથી સંસ્થાના વહીવટદાર પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. ' ? આ ઠરાવ એવું સૂચન કરે છે કે, પેઢીના સંચાલનનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ હોવા છતાં અને એના સીધેસીધા વહીવટમાં તો અમુક તીર્થો અને જિનમંદિરને સાચવવાની જવાબદારીને જ સમાવેશ થતો હોવા છતાં, આખા દેશનાં તીર્થો તથા દેરાસરના રક્ષણમાં ફાળો આપવાની સમદષ્ટિ, ઉદારતા અને શાસનની દાઝ પેઢીના સંચાલકે ધરાવતા હતા. સમય જતાં પેઢીની આ વિશેષતા અને બધાં ધર્મસ્થાને તરફની સમભાવની દષ્ટિને ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, એટલે પેઢીનું જીર્ણોદ્ધાર ખાતું, એક વિશાળ કારેબાર ધરાવતા મોટા ખાતા જેવું બની ગયું.
વિશેષ મહત્ત્વનો ઠરાવ–આથી પણ આગળ વધીને આ સભાએ, પંદરમ ઠરાવ કરીને તે, પેઢીના સંચાલક ઉપરની શ્રીસંઘની શ્રદ્ધા ઉપર સુવર્ણકળશ ચડાવ્યો હતો, એમ જ કહેવું જોઈએ. આ ઠરાવથી, જે કોઈ માણસ જૈન તીર્થ, દેરાસર કે ધાર્મિક સંસ્થાના વહીવટનો હિસાબ અને મિલકત ન ઍપ હોય, અને એ સ્થાનના સંઘે એને સંઘમાંથી દૂર કર્યો હોય, તે પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓ એને, પિતાના ગામના સંઘની સૂચના મુજબ વર્તા સમજાવે; અને છતાં એ એ રીતે વર્તવા તૈયાર ન થાય અને વાસ્તવિક ખુલાસાય ન આપે તે, વહીવટદાર પ્રતિનિધિઓ, સ્થાનિક પ્રતિનિધિઓની બહુમતી મેળવીને, એને સંઘ બહાર મૂકી શકે એવી સત્તા એમને આપવામાં આવી હતી. શાસનહિત, તીર્થરક્ષા અને સંઘવ્યવસ્થા માટે ધર્મસત્તા અને સંઘસત્તાની પણ કક્યારેક જરૂર પડે છે, એ વાતને ખ્યાલ આ ઠરાવ ઉપરથી પણ મળી શકે છે. ,
વહીવટદાર પ્રતિનિધિઓ—સને ૧૮૮૦ના બંધારણમાં પેઢીમાં આઠ વહીવટદાર પ્રતિનિધિઓને રાખવાની જોગવાઈ હતી. આ નવા બંધારણમાં, અઢારમા ઠરાવથી, આ સંખ્યા નવની નક્કી કરીને, અમદાવાદના નીચે મુજબ આગેવાનોને વહીવટદાર પ્રતિનિધિ નીમવામાં આવ્યા હતા—
(૧) નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ (૨) શેઠ અંબાલાલ સારાભાઈ (૩) શેઠ મનસુખભાઈ ભગુભાઈ (૪) શેઠ મણિભાઈ દલપતભાઈ (૫) શેઠ દલપતભાઈ મગનભાઈ
(૬) શેઠ લાલભાઈ ત્રિકમલાલ . (૭) ઝવેરી વાડીલાલ વખતચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org