________________
૧૫૭
પેઢીનુ... બ‘ધારણ
આ પ્રથા પ્રમાણે વિક્રમની વીસમી સદીના પૂર્વાધમાં શેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ શ્રીસ'ધના અગ્રણી હતા. તે ખૂબ માહોશ અને વિચક્ષણ મહાપુરુષ હતા.
એમની આગેવાની નીચે પેઢીના સચાલકોએ પેઢીનું બંધારણ ઘડવા માટે વિ॰ સં॰ ૧૯૩૬ ના ભાદરવા વિદ્વે એકમ, તા. ૧૯-૯-૧૮૮૦ ના રાજ, સકલ શ્રીસ`ઘની સભા અમદાવાદમાં ખેલાવવાનું નક્કી કરીને, પેઢીના એટલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના વહીવટ સભાળનાર અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની સહીથી જાહેરખબર આપીને એ ગામેગામ મેકલવામાં આવી હતી; અને એ માટે દેશના જુદા જુદા ભાગમાં આવેલાં ૧૦૩ જેટલાં શહેરે-નગરામાં સભાઓ ભરીને ઠરાવા પણ કરવામાં આવ્યા હતા. ( આ ગામાની યાદી પેઢીના ખ'ધારણની સને ૧૯૧૨-૧૩ ની સાલમાં પ્રગટ કરવામાં આવેલ જૂની ચેાપડીમાં સચવાઈ રહી છે.) જે આઠ જૈન અગ્રણીઓની સહીથી આ સભા માટેની આમં ત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી હતી, તેનાં નામ આ પ્રમાણે છે—
૧. શેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ
૨. શેઠ શ્રી ઉમાભાઈ હઠીસ'ગ
3.
શેઠ શ્રી જેસ ગભાઈ હઠીસંગ
૪.
શેઠ શ્રી મગનલાલ કરમચંદ તરફથી શ્રી ત્રિકમદાસ નથુભાઈ
૫. શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈ
૬. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ શેઠ શ્રી મ’છારામ ગોકળદાસ
૭.
.. શેઠ શ્રી પરસેાતમદાસ પુંજાસા
અંધારણ માટેની આ સભા એક દિવસ ચાલી હતી; એનુ પ્રમુખપદ શેઠ શ્રી પ્રેમાભાઇ હીમાભાઈ એ સંભાળ્યું હતું; અને એમાં કુલ આઠ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ સભામાં ઘણા સગૃહસ્થાએ હાજરી આપી હતી; અને હાજરી આપનાર સદ્ગૃહસ્થામાંથી બની શકળ્યાં તેટલાનાં નામ નેાંધી લેવામાં આવ્યાં હતાં. બંધારણની જૂની ચાપડીમાં છપાયેલ આ નામેાની યાદી ઉપરથી પણ જાણી શકાય છે કે, એમાં એક હાર જેટલા સગૃહસ્થાએ ભાગ લીધા હતા. આટલી વિશાળ હાજરી ઉપરથી એ સહજપણે સમજી શકાય છે કે, આ માટે કેટલે પ્રચાર કરવામાં આવ્યા હતા અને આ કાર્ય અંગે શ્રીસ'ઘમાં કેટલેા ઉત્સાહ પ્રવતતા હતા.
આ સભાની કાર્યવાહીની શરૂઆતમાં એક નોંધ મૂકવામાં આવી છે, તેમાં શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org