________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
૬૯
વિગતાની સુકુમારતામાં પણ જૂની ઇમારતની સ્પર્ધા કરે છે. અને એ બધાં મળીને સૌથી વધુ ધ્યાન ખેંચે એવુ' એક એવુ' (દેવદાનુ) જૂથ રચે છે કે જે બીજે કથાંય જોવા મળતુ નથી—આ હકીકત વધારે નોંધપાત્ર તા એટલા માટે છે કે આટલી બધી ઇમારતાને સમૂહ આ સદીની સમચ-મર્યાદામાં જ ઊભા કરવામાં આવ્યા છે. સ્થાપત્યવિદ્યાના તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ વિદ્યાર્થી ને માટે આ સ્થાન દુનિયા ઉપરનાં રસપ્રદ સ્થાનેામાંનું એક છે; કારણ કે ત્યાં એને, મધ્ય યુગમાં, વિવિધ પ્રકારની પ્રક્રિયાએથી, ખીજા કાઈ પણુ સ્થાન કરતાં વધારે માટા પાયા ઉપર અને વધારે કુદરતી રીતે ઊભાં કરવામાં આવેલાં દેવળા જોવા મળે છે. આપણે જ્યારે દૂર દૂરનાં સ્થાનેામાં, મકાનાના નકશા બનાવવાની અત્યારે પણ અનુસરવામાં આવતી પદ્ધતિઓનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે, અણુકેળવાયેલ હિંદુઓ શિલ્પકળાની મૌલિકતા અને સપૂર્ણતામાં કેટલી ઊં'ચી કક્ષાએ પહેાંચી શકે છે, કે જ્યાં મધ્ય યુગથી તે અત્યાર સુધીમાં યુરોપ પહોંચી શકેલ નથી.”
~~~હિસ્ટરી ઓફ આર્કિટેકચર, ભાગ ૨, પૃ૦ ૬૩૦, ૬૩૨ (સને ૧૮૬૭). વિશેષમાં શ્રી જેમ્સ ફરગ્યુસન લખે છે કે—
“ પોતાનાં (જૈનોનાં) મદિરાની સમૂહ-રચના, કે જેને “ મ ંદિરની નગરીએ ’ કહી શકાય, એ જૈનોની એક વિશેષતા છે, અને ભારતના કોઈ પણ ધર્મના અનુયાયીઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં તે એનેા અમલ કરે છે. ......... ધર્માંમાંના કોઈ પણ ધ, શત્રુજય ઉપર છે એવા મદિરાના સમૂહ ધરાવતા નથી. ........એ દેવતાઓની નગરી છે, અને એમના માટે જ યાજાયેલી છે; માનવીના ઉપયેગ માટે એ અનેલ નથી, ........આ બધી વિશેષતાઓ, જાણીતાં લગભગ બધાં સ્થાનેા કરતાં વધુ નોંધપાત્ર પ્રમાણમાં પાલીતાણામાં જોવા મળે છે. અને (શિલ્પકળાની) શૈલિના અભ્યાસીને માટે તેા, લાંખા સમય-પટ ઉપર વિસ્તરતી આ વિશેષતાઓ, સભાગ્યરૂપ છે. આ દિશમાંનાં કેટલાંક તા ૧૧મી સદી જેટલા પ્રાચીન હેાઈ શકે; પણ ૧૪મી અને ૧૫મી સદીના મુસલમાન હુમલાખોરેએ બધાંય જૂનાં દેવળા ઉપર સિતમ ગુજાર્યો હતા; તેથી એના થાડાક અંશેા જ આપણી પાસે રહ્યા છે. ........શત્રુંજયનાં દિશમાં આકાર અને ચણતરની દરેક જાતની વિવિધતા છે. અને (મશિના) આ સમૂહ ઉપર નિબંધ લખવામાં આવે તા, એ શિલ્પવિષયક, પુરાતત્ત્વવિષયક અને પૌરાણિક કથાએવિષયક એક રસદાયક નિખધ બની રહે. ....માટુ· મદિર એક ઊંચા શિખરવાળી બે માળની પ્રભાવશાળી ઇમારત છે, અને એને નીચેના ભાગ ઘણી નાની દેરીએથી વીંટળાયેલા છે.’૩૨
—હિસ્ટરી ઓફ ઇન્ડિયન એન્ડ ઈસ્ટર્ન આર્કિટેકચર, પૃ૦ ૨૪-૨૮. ભારતીય પુરાતત્ત્વવિદ્યાના વિખ્યાત વિદ્વાન શ્રી જેમ્સ બર્જેસે આ તીની આ પ્રમાણે પ્રશસ્તિ કરી છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org