________________
શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ પણ આ વાત એમને કઈ રીતે ન રુચિ અને તેઓ આ મુનિરાજ પિતાને વશ થઈ જાય એવી યુક્તિઓ શોધવા લાગ્યા. “દગલબાજ દૂના નમે એ લેક્તિ પ્રમાણે, એમણે મુનિરાજની ખુબ ભાવથી એવી સેવા-ભક્તિ કરવા માંડી કે છેવટે તેઓ પિતાની સંયમ-સાધનામાં, ધીમે ધીમે, છૂટછાટ લેવા લાગ્યા ! બગભગત જેવા આ ભક્તોના કહેવાથી એમણે સાદાં, મેલાં અને જીર્ણ વસ્ત્રોને બદલે કીમતી વસ્ત્રો વાપરવા માંડ્યાં; આહાર-પાણીમાં પણ આ ભક્તોએ ખાસ તૈયાર કરેલ વસ્તુઓ વહારવા માંડી; અને છેવટે, આ માયાવી ભક્તોના મમતાભર્યો આગ્રહને વશ થઈને, એમણે પાદવિહારને બદલે પાલખીને ઉપયોગ કરવો પણ શરૂ કરી દીધો; અને જ્યારે તેઓ બહાર જતા ત્યારે એમની સાથે છડીદાર તથા જય જયકાર બોલનારાઓ પણ રહેવા લાગ્યા ! પછી તે, તીર્થની પેઢીના વહીવટની તપાસ રાખવાનું કામ તેઓ લગભગ ભૂલી ગયા કે એની સારી પેઠે ઉપેક્ષા કરવા લાગ્યા ! એટલે પછી પેઢીના પેલા જૂના અને રીઢા નેકરીને માટે તે હવે મન ફાવે તેમ દેવદ્રવ્યને ઉપયોગ કરવાને માગ ફરી પાછો ખુલે થઈ ગયે.
મંત્રી વસ્તુપાળ તો એ સાધુ-મુનિરાજના ભરોસે તીર્થના વહીવટની બાબતમાં નચિંત થઈ ગયા હતા અને બધું બરાબર ચાલતું હશે એમ માનતા હતા. એવામાં એક વાર મંત્રીશ્વર ગિરિરાજની યાત્રાએ ગયા, ત્યારે કેટલાક માણસોને સામેથી જય જયકાર બોલાવતા આવતા એમણે જોયા. એમની સાથે એક પાલખી પણ હતી અને એમાં કઈક બેસેલ પણ હતું. એ જોઈને મહામંત્રીને કુતૂહલ થયું, એટલે એમણે પોતાની સાથેના માણસને આ બધું શું છે, એ બાબત પૂછપરછ કરી. એ માણસે ખુલાસો કરતાં કહ્યું કે, આ તે આ તીર્થના વહીવટની દેખરેખ રાખવા માટે આપે મોકલેલ વૃદ્ધ મુનિમહારાજ પાલખીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છે.
વાત સાંભળીને પોતે એક આત્મસાધક મુનિવરના પતનનું નિમિત્ત બન્યા, એ વિચારથી મહામંત્રીને બહુ જ દુઃખ થયું અને તેઓ ઊંડી ચિંતા અને વિમાસણમાં પડી ગયા. પણ એ વખતે કંઈ પણ બોલ્યા વગર એમણે, એ પાલખીવાળાઓને ઊભા રાખીને, અંદર બેઠેલા મુનિવરને વિધિપૂર્વક વંદના કરી. મંત્રીને આ રીતે સાવ અણધાર્યા જઈને એ મુનિવર ખુબ શરમાઈ ગયા. પિતે સેવેલ અતિચાર માટે એમને ઘણે પશ્ચાત્તાપ થયે. અને પછી, કંઈ પણ બોલ્યા વગર, તેઓ અનશન કરવા ગિરિરાજ ઉપર ચાલ્યા ગયા અને પછી
ક્યારેય ક્યાંય દેખાયા જ નહીં! . પંડિત શ્રી ધીરવિમલ ગણીએ રચેલ “શત્રુતીર્થોદ્ધારપ્રબંધ'ના સંપાદક, જાણીતા
પુરાતવાચાર્ય શ્રી જિનવિજયજીએ આ પુસ્તકના ઉપઘાત (પૃ. ૩૩૩૪)માં આ બાબતને નિર્દેશ કરતાં જણાવ્યું છે કે
“समरासाह की स्थापित की हुई मूर्ति का मुसलमानों ने पीछे से फिर शिर तोड दिया। तदनन्तर बहुत दिनों तक वह मूर्ति वैसे ही खण्डित रूप में हीपूजित रही । कारण यह कि मुसलमानों ने नई मूर्ति स्थापन न करने दी महमूद बेगडे के बाद गुजरात और काठियावाड में मुसलमानोंने प्रजा को
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org