________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૦૮ સ્વાસ્તા શ્રી સંવત ૧૭૮–ા વરખે મતી કરતગ શુદ ૧ વરા શને શ્રી સીધાચળજીના કારખાનાની પડી છે શ્રી રાખવદેવ પરભુજી.”
આ પોટલામાંના આઠ નંબરના ચોપડાના ર૭મે પાને વિ. સં. ૧૭૯૦ની સાલ શરૂ થાય છે, તેની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે-“સંવત ૧૭૯૦ના વરખે મતી કરતગ શુદ ૧ વારા શનેઉ શ્રી ગઉતમ સ્વમની લબધ શ્રી રીખવઢવજી પરભુજી શ્રી સીધાચલજીના કારખનની ચોપડી.”
પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીના નામની શરૂઆત
પાલીતાણામાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળતા કારખાનાની કાર્યવાહી શેઠ આણંદજી કલ્યાણજીના નામથી ક્યારથી શરૂ થઈ તેની તપાસ કરતાં પાલીતાણાના ચેપડાના છ નંબરના પિટલામાંના બે નંબરના વિ. સં. ૧૮૦૫ના રોજમેળના ચોપડાના પહેલે પાને તેમ જ ત્રણ નંબરના વિ. સં. ૧૮૦૫ની ખાતાવહીના ચોપડાના પણ પહેલે પાને ચોપડાની ઓળખને લગતું જે લખાણ આપવામાં આવ્યું છે, તેના ઉપરથી એટલું નક્કી થઈ શકે છે કે, વિ. સં. ૧૮૦૫ની સાલથી પાલીતાણામાં પણ શેઠ આણંદજી કલ્યાણજીનું નામ શરૂ થયું હતું. આ લખાણ આ પ્રમાણે છે: “શ્રી સંવાતા ૧૮૦૫ના કરતગ સુદ ૧ વારા ભુમે આ ચેપડા શ્રી સીધચાલાજીના કારખાનાને છે શેઠજી આણંદજી કલાણાજી મારફતા દેસી સમાતાદાસ માલુકચંદની.” વિ. સં૧૮૦૫ની ખાતાવહીના ત્રણ નંબરના ચેપડાના પહેલે પાને પણ આવું જ લખાણ છે.
પાલીતાણાના કારખાનાના ચોપડાઓમાં, અગાઉ જણાવ્યું તે મુજબ, જેમ રાજનગરના શેઠ આણંદજી કલ્યાણજીના નામનું ખાતું જૂનામાં જૂનું વિ. સં. ૧૭૮૭ના ચોપડામાં મળે છે, તેમ પાલીતાણાની પેઢીમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ શરૂ થયું તેને સૌથી જને પુરા, ઉપર સૂચવેલ વિ. સં. ૧૮૦૫ના ચેપડામાં મળે છે. એટલે અમદાવાદ પછી ૧૮ વર્ષે પાલીતાણુના કારખાનાનો કારોબાર પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી શરૂ થયે હતો એમ જાણી શકાય છે. આ લખાણમાં “મારફત દેસી સમાતાદાસ માલુકચંદ” એમ લખ્યું છે, એનો અર્થ શું સમજ તેને સ્પષ્ટ ખ્યાલ આવતા નથી; સંભવ છે, એ નામ, પેઢીનો વહીવટ જેમની દેખરેખ નીચે ચાલતો હોય એ સદગૃહસ્થનું હેય. આમાં સમાતાદાસ લખ્યું છે તે સુમતિદાસ હશે એમ લાગે છે.
વિસં. ૧૮૦૬, ૧૮૦૭, ૧૮૦૮ અને ૧૮૦૯ત્ની સાલના કઈ કઈ ચેપડામાં પણું ઉપર પ્રમાણે (શેઠજી આણંદજી કલ્યાણજી, મારફત સુમતિદાસ મુલકચંદ) નામ લખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org