________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
આ પ્રકરણ સંબંધી વસ્તુસ્થિતિની માહિતી મેળવવા પત્રવ્યવહારની જરૂર હોવા છતાં, એમાં જે વખત જય, તેને લીધે તીર્થ સંબંધી કેસ ચલાવવામાં આર્થિક મુશ્કેલી ન નડે, એ માટે પેઢીના વહીવટદારો કેવા દીર્ધદશા અને
સજાગ હતા, તે વાત ઉપર ઠરાવ ઉપરથી પણ જોઈ શકાય છે. (૩) વહીવટદાર પ્રતિનિધિઓએ એમની તા. ૫-૧૨-૧૯૦૭ની સભામાં કરેલ નીચેનો ઠરાવ,
જેમ એમની વિવેકદૃષ્ટિને ખ્યાલ આપે છે તેમ, અટપટા પ્રશ્નોની બાબતમાં જે તે સ્થાનના સંઘે પેઢીની સલાહ-સૂચનાઓ મંગાવતાં રહેતા હતા, એ હકીક્તની પણ સાક્ષી પૂરે છે–
સીરોઈના સંધ તરફથી સંવત ૧૯૬૪ના માગસર વદ ૧૨ સોમવાર મીતી મારૂને કાગળ આવ્યો કે ડીગબરવાળા પ્રતમા માગે છે, તે તે આપવી કે સી રીતે, તથા તે લેકે જુદુ માણસ રાખી ધર્મશાલામાં ઇલાઅદુ કારખાનું કરવા માગે, તે તે આપવું કે સી રીતે તેના સારૂ ખુલાસે આપવાની બાબતને આવતાં તેના જવાબમાં લખવું કે હમારે વિચાર આપણે દેરામાંથી ડીગમ્બરી પ્રતમાં હોય ને તે લેકે લઈ જાય તે આપી દેવા સલાહ બેસે છે; આપણી ધર્મશાલા તેમ કારખાના વગેરેમાં વેતામ્બર જૈન ભાઈઓ સીવાય કોઈ હક નથી તેવું ચેકસ હરીશંકરજીને લખી જણાવવું.”
આ ઠરાવમાં જે પ્રતિમા દિગંબર ફિરકાની હેય તે એમને આપી દેવાની ભલામણ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની ન્યાયદષ્ટિ અને સમાધાનવૃત્તિનું સૂચન કરે છે, એમ કહેવું જોઈએ.
( આ ઠરાવમાં “મીતી મારૂ” લખ્યું છે, તેને અર્થ મારવાડી તિથિ સમજવી. મારવાડી અને ગુજરાતી તિથિ અને મહિનામાં એ ફરક હોય છે કે, મારવાડી મહિને વદિ એકમથી શરૂ થાય છે, જ્યારે ગુજરાતી મહિને સુદિ એકમથી શરૂ થાય છે. એટલે સુદિ પક્ષમાં બન્નેને એક જ મહિને હોય છે, અને વદિ પક્ષમાં મારવાડી મહિને એક મહિને આગળ હોય છે. આથી સિરોહી સંઘના પત્રની ગુજરાતી તિથિ કારતક
વદિ ૧૨ સમજવી.) (૪) મારવાડમાં સોજત ગામના મુસલમાને એ તફાન કર્યું અને એમાં ત્યાંના જૈન દેરા
સરનું શિખર વગેરે તોડી નાખ્યું, એ વાતની જાણ થતાં એ ઘટનાની જાતમાહિતી મેળવીને રિપોર્ટ આપવા માટે પેઢી તરફથી મુનીમ જેશંકર વજેશંકરને સોજત મોકલવામાં આવ્યા હતા; અને એમના રિપોર્ટ ઉપરથી તથા એ માટે કેર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસ માટે પૈસાની જરૂર હોવાને ત્યાંના સંઘને પત્ર આવવાથી, ઢિીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૮-૭–૧૯૨૦ના રોજ, આ કામ માટે,
સોજતના સંઘને રૂ. ૫૦૦] આપવાનો ઠરાવ કર્યો હતો. (૫) રાજગૃહી તીર્થના કેસમાં સહાય કરવા માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા.
૨૨-૭-૧૯૨૫ના રોજ, નીચે મુજબ ઠરાવ કર્યો હત–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org