________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
વાનું કામ, ભારત સરકારના તે વખતના સોલીસીટર જનરલ સી. કે. દફતરી જેવા કાયદાના નિષ્ણાત અને બાહોશ ધારાશાસ્ત્રીને સોંપ્યું. (એમની વતી આ કામ એમની સાથે કામ કરતા, શ્રી આઈ. એન. શ્રોફ સંભાળતા હતા.) અપીલ કરવાની મંજૂરીની સાથે સાથે રાજકોટના ટ્રીબ્યુનલે નાણાની ચૂકવણી માટે જે આદેશ આપ્યા હતા, તેને અમલ, આ અપીલને નિકાલ ન થાય ત્યાં સુધીને માટે, સ્થગિત કરવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.
આ પછી જ્યારે આ અપીલની સુનવણું સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટીસ–માનનીય શ્રી આર. બી. ગજેગડકર, માનનીય શ્રી કે. સુભારાવ અને માનનીય કે. સી. દાસગુપ્તા-પાસે નીકળી ત્યારે, આ કેસ ચલાવતાં પહેલાં, પેઢીના કાયદાશાસ્ત્રી સી. કે. દફતરીને કોર્ટ તરફથી એમ પૂછવામાં આવ્યું કે, આ કેસમાં ઓછી બહેનને (૩૬માંથી એક ગુજરી જવાથી ૩૫ બહેનને )જ રાજના સાડા દસ આનાના બદલે દોઢ રૂપિયા આપવા જેવી નાની રકમ ચૂકવવાને જ સવાલ રહેલો છે, તે પેઢી એ માટે તૈયાર છે કે નહીં ? સોલિસીટર જનરલ અને પેઢીના વકીલ શ્રી દફતરીએ આ માટે પેઢીની તૈયારી હોવાનું જણાવીને, સાથે સાથે, એ વાત પણ સ્પષ્ટ કરી કે, પેઢીને ઔદ્યોગિક સંસ્થા ગણીને એને ઉદ્યોગોને લગતા કાયદાઓ લાગુ પાડવામાં આવે એની સામે અમારો વાંધે ઊભે જ છે. છેવટે, પેઢીને ઔદ્યોગિક સંસ્થા ગણવી કે નહીં એની કાયદેસરતાના ગુણદોષમાં ઊતરવાનું જતું કરીને, માનનીય જસ્ટીસોએ રાજકેટના ટ્રીબ્યુનલને ચુકાદે માન્ય રાખે અને પેઢીની અપીલ કાઢી નાખી. (આ ફેસલો એમણે તા. ૧૯-૧-૧૯૬૦ના રોજ આપ્યો હતો. આ રીતે સને ૧૯૫૬ના જૂન મહિનામાં શરૂ થયેલ આ પ્રકરણને આશરે સાડા ત્રણ વર્ષ નિકાલ થયો હતે.)
બીજે પ્રસંગ–ઉપર ને એવો જ બીજો પ્રસંગ સને ૧૯૬૯–૧૯૭૨ દરમ્યાન - બ હતો. એ અરસામાં ક્યારેક “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ડુંગર કામદાર મંડળ”ની
સ્થાપના પાલીતાણામાં થઈ હતી; અને પેઢીમાં કામ કરતા નેકરે એના સભ્ય બન્યા હતા. આ મંડળે ઈન્ડસ્ટ્રીયલ ડિરટ્યૂટ એકટ, ૧૯૪૭ અનુસાર, મિનિમમ વેજેસ એકટ (ઓછામાં ઓછા પગાર ધારા)ને આશ્રય લઈને, પેઢીને નોકરી માટે ઓછામાં ઓછો પગાર, મેંઘવારી ભથ્થુ, રજાઓ, બેનસ વગેરે નક્કી કરવાની માગણી કરતી અરજી મંજૂર ખાતાના કન્સીલીએશન ઓફિસરને (સમાધાન અધિકારીને), તા. ૧૨-૧-૧૯૭૦ના રોજ, કરી હતી અને એની નકલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણ શાખાને મોકલી હતી. આ પ્રકરણ લગભગ બે વર્ષ સુધી ચાલવા છતાં, ન તે સમાધાન અધિકારી કશું સમાધાન કરાવી શક્યા કે ન મંડળને પિતાની હિલચાલમાં કામિયાબી મળી. દરમ્યાનમાં આ મંડળમાંથી કેટલાક સભ્ય છૂટા થઈ ગયા, અને પ્રકરણ એમ ને એમ લંબાતું રહ્યું. અંતે ગુજરાત રાજ્યના શિક્ષણ અને મજૂર વિભાગના સેકશન ઓફિસરે, એના નં. એજેએ ૧૫૭૦/૭૪૮૪-ઝ, તા. ૧૮-૨-૭૧ન, ગાંધીનગરથી, નીચે મુજબ આદેશ-પત્ર લખે, તેથી આ પ્રકરણમાં પેઢીના લાભમાં એટલે કે મંડળના ગેરલાભમાં ફેસલો આવી ગયે, જે આ પ્રમાણે છે“શ્રી મેનેજર, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, પાલીતાણા,
વિષય–પગાર, મેઘવારી, અઠવાડિક રજા વગેરે. “શ્રીમાન, આજ્ઞાનુસાર જણાવવાનું કે સરકારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાલીતાણા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org