________________
૧૫૪
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ પાત્ર આપમેળે જ ખતી જતી હાય છે, જેના આર્થિક કારોખાર ચાખ્ખા એ સંસ્થાના બધા કારાબાર ચાખ્ખા લેખાઈ જાય એ સ્વાભાવિક છે.
તેમાંય જ્યારે પવિત્ર તીર્થસ્થાના કે એવાં જ કાઈ ધાર્મિક કાર્યો અને ક્ષેત્રાની વ્યવસ્થા સભાળવાની વાત આવતી ત્યારે તેા, સમગ્ર વહીવટને જોવાની અને સભાળવાની દૃષ્ટિમાં પવિત્રતાથી શાભતી જવાબદારીનું વિશિષ્ટ તત્ત્વ ઉમેરાઈ જતું; અને તેથી જેને આવે વહીવટ સભાળવાના અવસર મળતા, તેઓ એક માજી આવા સુઅવસર મળવા અદલ પેાતાની જાતને ધન્ય માનતા અને બીજી ખાજી, પેાતાની અજાણુમાં કે ખનકાળજીને કારણે, આવી સંસ્થાને એક પાઈનું પણ નુકસાન થવા ન પામે કે એના સંચાલનમાં કાઈ પણુ જાતની ઊણપ રહેવા ન પામે, એ માટે ખરાખર સાવધાન રહેતા, એટલું જ નહીં, જ્યારે પણ આવું આર્થિક નુકસાન થતુ ત્યારે, જાણે પેાતાને જ નુકસાન થયુ. હેાય એવી ખેદની લાગણી અનુભવતા. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સચાલકોએ, પેઢીનુ બંધારણ ઘડાયું તે પહેલાં તેમ જ તે પછી પણુ, તીથૅ સંબંધી દરેક જાતની પાતાની જવાબદારીનુ સફળતાથી પાલન કરીને સંઘની જે ચાહના અને વિશ્વાસની લાગણી મેળવી છે, તે આવી સ્વચ્છ દૃષ્ટિ અને પવિત્ર ભાવનાને કારણે જ.
ધારણના યુગ
અગ્રેજોની શાસનપદ્ધતિની અસર આપણા દેશમાં જેમ જેમ વ્યાપક બનતી ગઈ, તેમ તેમ ધાર્મિક તથા ખીજી જાહેર સંસ્થાઓએ પણ, પોતપોતાની સંસ્થાઓનુ સંચાલન બંધારણીય રીતે ચાલે એટલા માટે, ખંધારણ ઘડવાની શરૂઆત કરી દીધી હતી—જાહેર સસ્થા માટે જાણે ખધારણ ઘડવાના યુગ જ શરૂ થયા હતા. પેઢીના ખાહેાશ અને ધર્મનિષ્ઠ સ'ચાલકે સમયના જાણકાર અને વિચક્ષણ હતા; અને પેઢીના વહીવટ શ્રીસંઘમાં વિશેષ સ્વચ્છ અને વિશ્વાસપાત્ર ગણાય એ માટે એકેએક પગલું ભરવા તેઓ હમેશાં તત્પર રહેતા હતા, એટલે એમણે, સને ૧૮૮૦ની સાલમાં, પેઢીનું બંધારણ ઘડવાની તૈયારી ખતાવી, એટલું જ નહીં એ દિશામાં જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી.
અધારણ તત્કાળ ઘડવાનું મુખ્ય કારણ
વધારામાં, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી આખા ભારતના જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંઘનુ` કાયદેસરનું પ્રતિનિધિત્વ ધરાવે છે, એ વાતના સચાટ પુરાવારૂપે પેઢીનુ બંધારણ તરત ઘડવું પડે એવી એક ઘટના, સને ૧૮૭૮ ના અતભાગમાં, બની હતી, જેની વિગતા સંક્ષેપમાં આ પ્રમાણે છે—
આલમ બેલીમ ઘણાં વર્ષોથી પેઢીમાં સિપાહી તરીકે નોકરી કરતા હતા; અને, છેલ્લે છેલ્લે, એ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર, શ્રી ચૌમુખજીની ટૂંકમાં, ચાકી કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org