________________
પઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
પ્રતિનિધિઓને નામ પર ચડાવવી અને તે રકમ ત્થા તેનું વ્યાજ આગ્રાના શ્રી ગોડીજી પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ટ્રસ્ટીઓને તે દેરાસરના ખર્ચમાં વાપરવા માટે આપવું.”
અને આ પછી છએક મહિના બાદ જ, આ દેરાસરના વહીવટકર્તા બદલાતાં, એમણે દેરાસરની રકમ પાછી માગતાં, એ અંગે કશી હાને કર્યા વગર, એ રકમ પાછી આપવાની જોગવાઈ, તરત જ કેવી રીતે કરવામાં આવી, તે વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૫-૫-૧૯૫૬ ના રોજ કરેલ નીચે મુજબના ઠરાવથી જાણવા મળે છે–
આગ્રાથી શ્રી દીવાનચંદ જૈનને તા. ૧૮-૪-૫૬નો પત્ર રજુ થતાં ઠરાવ કે–આગ્રાના શ્રી ગોડીજી પાર્શ્વનાથના ત્થા શ્રી સીમંદર સ્વામીના દેરાસર ખાતાની સને ૧૯૬૦ની પણ ત્રણ ટકાની રૂ. ૧૨૦૦૦ ની બાર હજારની લોન અમદાવાદ કેસર સુખડ ખાતે, બજાર ભાવે, વેચાણ રાખી લેવા મંજૂર કરવામાં આવે છે.”
વિશ્વાસ મૂકી વિશ્વાસ જીતવાને એક પ્રસંગ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૨૪-૧૨-૧૯૬૦ને કરેલ ઠરાવ, ભાવિક યાત્રિક ક્યારેય ખોટું બોલે જ નહીં એવો પાકે વિશ્વાસ એમને હોવાની સાક્ષી પૂરે છે. અને જ્યારે પેઢી યાત્રિક ઉપર આવો દૃઢ વિશ્વાસ ધરાવતી હોય ત્યારે, એના એક સહજ પરિણામ રૂપે, શ્રીસંઘ પેઢી ઉપર પૂરેપૂરો વિશ્વાસ ધરાવે એમાં શી નવાઈ ? આ ઠરાવ આ પ્રમાણે છે–
“સંવત ૨૦૧૭ના માગશર સુદ ૩ નું ભાતું “શેઠ કસ્તુરભાઈ ચંદુલાલ ચુનીલાલ કે. ઘાંચીની પળ અમદાવાદના નામથી વહેચવામાં આવેલું. તેમાં રૂ. ૫૭૩-૮૦ ખર્ચ થએલું. પરંતુ શેઠ મજકુરને આંકડો મોકલતાં તેઓ જણાવે છે કે તેમની તરફથી ભાત હેચવા તેમણે સુચના આપેલી નથી. તેથી આ ખર્ચ માટે તેઓ જવાબદાર નથી. આ હકીકત ધ્યાનમાં લેતાં મજકુર ખર્ચના રૂ. ૫૭૩-૮૦ તલાટી ભાતાના ખર્ચ ખાતે
માંડવા મંજૂર કરવામાં આવે છે.” ૧૭. વિ. સંવની અઢારમી સદીની શરૂઆતથી જ શ્રી શત્રુંજય મહાતીર્થ ને વહીવટ અમદાવાદના
શ્રીસંઘના હાથમાં હતા, એ વાતને બેલતો અને સચોટ પુરાવો એ છે કે, પાલીતાણું રાજ્ય સાથે ખેપાને સૌથી પહેલે કરાર, વિ. સં. ૧૭૦૭ની સાલમાં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી. રત્ના અને સરા એ ત્રણ અમદાવાદ શ્રીસંઘના અગ્રણીઓના જ નામથી થયા હતા. ખરી રીતે તે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ આ અગાઉના સમયથી જ-એટલે કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કાર્યકાળથી ( વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધથી ) જ-અમદાવાદના શ્રીસંધના હાથમાં હતા. આમ છતાં પાલીતાણ શહેરમાં ક્યારેક એક ગરછના તો કથારેક બીજા ગ૭ના શ્રીપૂજ અને યતિઓનું વર્ચસ્વ કે જેર એટલી હદે વધી જતું કે જેથી તીર્થાધિરાજની યાત્રા કરવા માટે પણ, એક ગ૭ના શ્રીપૂજ્ય તથા યતિઓએ, પાલીતાણામાં વર્ચસ્વ ધરાવતા બીજા ગરછના શ્રીપૂજ્ય પાસેથી, રજા મેળવવી પડતી. અને આમાંથી ક્યારેક
ક્યારેક કલહ અને મારામારી પણ થઈ જતાં. શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની અમદાવાદ-પાંજરાપોળમાં સ્થપાયેલ જ્ઞાનશાળામાં. બે પાનાંની એક હસ્તલિખિત પ્રત છે, એમાં વિ. સં. ૧૮પરના વૈશાખ માસમાં, તપગચ્છ અને ખરતરગચ્છના શ્રીપૂજ અને યતિઓ વચ્ચે, ગિરિરાજની તળટીમાં જ, થયેલ મારામારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org