________________
૧૧૦
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પાલીતાણાના ચોપડાના ૧૧મા નંબરના પિટલામાને પહેલા નંબરનો ચોપડો વિ. સં. ૧૮૧૪ની સાલની ખાતાવહી છે. આ ચેપડાના ત્રીજા પાને અમુક વ્યક્તિઓએ પિતાની દુકાન રૂ. પ૦) થી શેઠ આણંદજી કલ્યાણજીની પાસે ગેરે મૂક્યા પેઢીના નામે લખી આપેલ દસ્તાવેજ છે. આ દસ્તાવેજ વિસં. ૧૮૧૫ની સાલન છે. આ દસ્તાવેજ ક્યા ગામને છે તે એમાં નથી લખ્યું; પણ આ ચેપડે પાલીતાણુનો છે,
એટલે એવું અનુમાન થઈ શકે કે, આ દસ્તાવેજ પાલીતાણાની કોઈ દુકાનને લગતા હશે. આ ઉપરથી એમ નકકી થઈ શકે છે કે, આ અરસામાં પાલીતાણને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી થવા લાગ્યો હતો.
આ અગિયારમાં પોટલામાંના નં. ૧/૧, નં. ૩ અને નં. ૪/૧ના ચોપડાના શરૂઆતના પાને “શ્રી સીધાચલજી કારખાનાના ચોપડે છે. મારફત શેઠ શ્રી આણંદજી કલાણજી લી શાવક નાથુ જીવણદાસ તરફથી ” એવું કંઈક લખ્યું છે. આ નોંધમાં વહીવટ કરનારના નામની આગળ “મારફત” અને પાછળ “તરફથી” એમ બને શબ્દ મૂકેલા છે. અહીં વહીવટ સંભાળનારનું નામ સુમતિદાસ મલુકદના બદલે નાથુ જીવણદાસ કે એને મળતું આપ્યું છે, તેથી એમ લાગે છે કે આ પેઢીને વહીવટ સંભાળનાર જ્યારે બદલાતા હશે ત્યારે એમનું નામ લખવામાં આવતું હશે.
પણ પાલીતાણાને (શ્રી શત્રુંજય તીર્થને) વહીવટ સંભાળનાર પેઢીનું આણંદજી કલ્યાણજીનું ખેચે ખું, અર્થાત્ કઈ પણ વ્યક્તિના નામ સાથે “મારફત” કે “તરફ” જેવા ઉલ્લેખ વગરનું, નામ આ પિટલાના ચાર નંબરના ચોપડાના પહેલે પાને લખેલું મળે છે, જે આ પ્રમાણે છે:
શંવત ૧૮૧૫ના વરખે, શરાવણ સુદ ૭ વાર ભમે એ ચોપડે ખાતાને શ્રી શીધાચળજીના ભંડાર છે. નામ શેઠજી આણંદજી કલાણજીનું લખાઅ છે શ્રી પાલીતાણે લખે છે.”
એ જ રીતે પાલીતાણાના પિટલ ન. ૨૪માના ચાર નંબરના ચોપડામાં, પૂજાના પહેલે પાને, લખ્યું છે કે, “શ્રી પલટણ શેઠશ્રી અણદજી કલાણજીન ચપડો સંવત ૧૮૪૪ કરતગ સુદ ૧ વર શનેઉ”—આ રીતે આ ચેપડામાં પાલીતાણાની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજીનું લખ્યું છે તે સ્પષ્ટ દેખાય છે. આ પોટલામાંના પાંચ નંબરના વિ. સં. ૧૮૪૩ની ખાતાવહીના ચોપડામાં પણ પૂજાના પાને ઉપર પ્રમાણે જ પેઢીનું નામ લખ્યું છે.
તારણ પાલીતાણાના ચોપડાઓમાં મળતી માહિતી ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org