________________
૧૨૪
- શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પ્રશ્નોનો પણ તત્કાળ અને સમુચિત નિકાલ કરતાં રહેવું પડે છે, જે સતત જાગૃતિ અને કાર્યદક્ષતા માગી લે છે.
જાત્રાળુઓની વ્યવસ્થા ભાવનાશીલતા અને ધર્મરુચિથી પ્રેરાઈને પવિત્ર તીર્થભૂમિઓની યાત્રા કરવા આવનાર ભાઈઓ-બહેને શાંતિથી રહી શકે, એમને પૂરતું રક્ષણ મળી રહે, એમની કઈ પણ જાતની કનડગત થવા ન પામે અને તેઓ નિરાંતથી તેમ જ ઉલ્લાસથી, નિશ્ચિત પણે, તીર્થયાત્રાને લાભ લઈ શકે એવી એમના રહેવા તથા જમવા વગેરેની વ્યવસ્થા કરવી એ પણ ધર્મનું તેમ જ ધર્મપ્રભાવનાનું જ કાર્ય છે, તેથી પેઢી ધર્મશાળાઓ અને ભોજનશાળાઓનો પિતે પ્રબંધ કરે છે અથવા સાધર્મિક-ભક્તિની ભાવનાથી પ્રેરાઈને બીજાઓ એવી ગોઠવણ કરે એ જુએ છે. તીર્થભૂમિઓમાં યાત્રિકોને માટે, આપણા સંઘ તરફથી, પૂજા-ભક્તિની ઉત્તમ વ્યવસ્થા કરવાની સાથે સાથે ધર્મશાળા અને ભેજનશાળાની જે ગોઠવણ કરવામાં આવે છે, તે આદર્શ અને ઇતર સમાજમાં પ્રશંસાપાત્ર બનેલી છે. એ જ રીતે તીર્થસ્થાનમાં યાત્રિકોને ભાતું આપવાની ગોઠવણ પણ જૈન સંઘની આગવી વિશેષતા ગણાય છે. તેમાંય શ્રી શત્રુંજય તીર્થમાં ભાતું વહેંચવાની શ્રીસંઘનાં ભાઈઓ-બહેનની ઉત્સુકતા તે, જેમ એક બાજુ એમની સહધમી-ભક્તિનું સૂચન કરે છે, તેમ બીજી બાજુ, એ પેઢી ઉપરના એમના ઇતબારને પણ દર્શાવે છે. ચોમાસા સિવાયના વખતમાં જ સેંકડે યાત્રિકે, આ ગેઠવણનો લાભ લે છે, જે યાત્રા કરીને થાકેલ ભાઈઓ-બહેનોને મોટી સહાયરૂપ થાય છે.“ શ્રી ગિરિરાજ શત્રુંજયની તળાટીમાં ભાતું આપવાની શરૂઆત ક્યારથી થઈ એની સવિસ્તર માહિતી પાંચમા પ્રકરણની ૨૮ નંબરની યાદોંધ (પૃ. ૯૮)માં આપવામાં આવી છે.
અક્ષયતૃતીયાના પર્વ પ્રસંગે પાલીતાણુમાં વષીતપનાં ૧૨૦૦-૧૫૦૦ તપસ્વીઓ એકસાથે પારણાં કરે, એ માટે પેઢી તરફથી જે ગઠવણ કરવામાં આવે છે, તે પણ એની કાર્યશક્તિ માટે માન ઉપજાવે એવી છે.
વળી, શ્રી શત્રુંજય, ગિરનાર જેવા પર્વત ઉપર વસેલાં તીર્થોમાં હજારો યાત્રિકે નહાઈને તીર્થકર ભગવાનની સેવા-પૂજાને લાભ લઈ શકે એવી પૂરતા ગરમ પાણીની ગોઠવણને, દુષ્કાળ જેવા વખતમાં પણ, ચાલુ રાખવી એ કંઈ નાનું-સૂનું કાર્ય ન ગણાય. એ કામ પણ સૌને સંતોષ થાય એ રીતે થતું રહે છે.
મતલબ કે, યાત્રાળુઓની દરેક પ્રકારની સગવડ સચવાય, એમની ધર્મભાવનાને પ્રોત્સાહન મળતું રહે અને સાથે સાથે ગિરિરાજની યાત્રાનો લાભ વધુમાં વધુ યાત્રિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org