________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા
૧૨૫ લેવા પ્રેરાય એનું પેઢી હમેશાં ધ્યાન રાખે છે અને એ માટે જે કંઈ કરવું ઘટે તે સમયસર અને જરૂરી ખર્ચ કરીને કરે છે.
જીવદયાનાં કામ આમ તે જીવદયાનાં કાર્યો જૈનધર્મનાં પાયાનાં કાર્યો ગણાય છે, એટલે મૂંગા પ્રાણીઓને જીવ બચાવ અને એના દુઃખ-દર્દનું નિવારણ કરવું, એ જૈન સંઘની અને એણે સ્થાપેલ સંસ્થાઓની પવિત્ર ફરજ ગણાય છે; એટલે પેઢી પણ આવું જીવદયાનું કામ કરે છે એ કહેવાની જરૂર નથી. આવી સંસ્થાઓને શ્રીસંઘમાંથી પૂરતી સહાય મળી રહે છે, તેથી આ કામ આ સંસ્થાઓ તથા પેઢી પૂરા ઉત્સાહથી કરે છે. અને જ્યારથી ભાવનગર રાજ્ય, પાંજરાપોળ સ્થાપીને જીવદયાનાં કામો કરવા માટે, છાપરિયાલી ગામ, એની ગામ અને સીમને લગતી કુલ હકૂમત સાથે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, શરૂઆતમાં વાર્ષિક રૂ. ૨૫૧ ના ઈજારાથી અને વિ. સં. ૧૯૦૮માં ભેટ આપ્યું, ત્યારથી તો પેઢીની જીવદયાને લગતી કામગીરી ઘણું વધી ગઈ છે.૧૦ વિ. સં. ૧૯૦૫ની સાલમાં પેઢીએ ખેડાઢોરના ચરવા માટે જમીન વેચાણ લીધી હતી, તેને દસ્તાવેજ પણ પેઢી પાસે છે.૧૧
આ માટે પાલીતાણામાં પણ પેઢી તરફથી એક પાંજરાપોળ ચલાવવામાં આવે છે.૧૨ અને છાપરિયાળીમાં તો જીવદયાનું કામ ઘણા મોટા પાયા ઉપર સંભાળવામાં આવે છે. અને આ કામ સારી રીતે ચાલતું રહે એ માટે પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવે છે. - આ કામ માટે છાપરિયાળીનું આખું ગામ, એની સીમ સાથે, પેિઢીની હકૂમતમાં હોવાથી એની બેડની ઊપજ પાંજરાપોળને મળે છે અને એની સામે ખેડૂતોને તગાવી આપવાની, બિયારણ પૂરું પાડવાની, દુષ્કાળ જેવા વખતમાં મહેસૂલમાફી કે સહાય આપવાની, ક્યારેક પાણી માટે સવલત કરી આપવાની, ઢોર માટે ઘાસચારે પૂરતા પ્રમાણમાં મળી રહે એવી, તો ક્યારેક તરતનાં જન્મેલાં બકરાં-ઘેટાંની અને કૂકડા-કબૂતર જેવાં પક્ષીઓની સંભાળ રાખવાની અને મરેલાં ઢોરોને જ્યાં દાટવામાં આવે છે, તે ભામનો ઇજાર આપીને પૈસા ઉપજાવવાની–એમ એકાદ નાના સરખા રજવાડાને કરવી પડે એવી અનેક પ્રકારની કામગીરી પેઢીએ બજાવવાની હોય છે. તેમાંય જ્યારે ગુજરાત, કરછ, સૌરાષ્ટ્રમાં વ્યાપક દુષ્કાળ પ્રવર્તે છે, ત્યારે તો પેઢીની આ કામગીરી અને જવાબદારી ખૂબ વધી જાય છે.
આ ઉપરાંત માછલાને બચાવવાં, પારેવાને દાણા નાખવા, કૂતરાને રોટલા નાંખવા વગેરે મૂંગા પશુ-પંખીઓને સહાયરૂપ થવાની કરુણા પ્રેરિત પ્રવૃત્તિઓ પણ પેઢીને સંભાળવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org