________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહક્ષ આ રીતે જે કઈ તીર્થ, જિનમંદિર કે ધર્મની આરાધનાના સ્થાનની આશાતના થાય એવી ઘટના બને છે ત્યારે, એના નિવારણ માટે, જે તે સ્થાનના સંધનું ધ્યાન પેઢી તરફ જાય છે. અને પેઢી પણ એ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરીને, શ્રીસંધના એ વિશ્વાસને સફળ બનાવે છે. વિ. સં. ૧૯૪૧ (સને ૧૮૮૪)ની સાલમાં, શેઠ માનચંદ વીરવાળાની ભાવના ગિરિરાજ શત્રુંજય મહાતીર્થ ઉપર એક દેરાસર બંધાવવાની થઈ અને એ માટે એમણે અરજી કરી. એ ઉપરથી પેઢીના ટ્રસ્ટીઓએ એમને શ્રી બાલાભાઈની ટૂકમાં દેરાસર બાંધવાની જગ્યા આપવાનું, એના નકરા તરીકે પાંચ હજાર રૂપિયા લેવાનું અને એ રકમમાંથી પચીસસો રૂપિયા નકરા ખાતે અને બાકીના પચીસો રૂપિયા કેસર-સુખડ વગેરેના ખાતે જમે કરવાનું નકકી કર્યું. (તા. ૧૮-૧૧-૧૮૮૪, ૧૯-૧૧-૧૮૮૪, ૭-૧૨-૧૮૮૪ અને ૧૦-૧૨-૧૮૮૪નાં પ્રોસીડીંગ.)
ખેડામાં બંધાયેલ ચાર માળના એક દેરાસરમાં પધરાવવા માટે ચાર પ્રતિમાઓ આપવાની માગણી ઉપરથી, તા. ૧૨-૧-૧૮૮૮ના રોજ, (એક આંગળના રૂ. ૧૨ાના હિસાબે) દસ આંગળનાં એક પ્રતિમાજી રૂ. ૧૨૫] નકર લઈને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું,
અમદાવાદના વતની શ્રી રતનચંદ લક્ષ્મીચંદની પુત્રી શ્રી પરસનબાઈને, એમની માગણી મુજબ, અઢીસો રૂપિયા લઈને, દાદાની ટૂકમાં આવેલ અષ્ટાપદજીના દેરાસરની આગળ એક ગોખલે તૈયાર કરાવીને તે, પ્રતિમા સાથે, આપવાનું તા. ૪-૨-૧૮૮૯ના રોજ ઠરાવવામાં આવ્યું.
તખતગઢમાં બંધાયેલ એક નવા અને મોટા દેરાસર માટે એક સવાગજની અને બે એક એક ગજની એમ કુલ ત્રણ પ્રતિમાજીઓની માગણી ત્યાંના મહાજન તરફથી આવેલી. તે ઉપરથી તખતગઢના દેરાસર માટે, ત્યાંના મહાજનની માગણું મુજબના માપની ત્રણ પ્રતિમાઓ, આ રૂપિયાના નકરાથી આપવાનું, તા. ૧–૨–૧૮૮૯ના રોજ, ઠરાવવામાં આવ્યું.
1 નકશનું ધોરણ સને ૧૮૮૮ પહેલાંના કેઈક વર્ષથી ગિરિરાજ શત્રુંજય ઉપરના જિનાલયમાં પરણા દાખલ રાખેલ પ્રતિમાજીની, બીજ ગામમાં બિરાજમાન કરવા માટે, માગણી આવતી તે, એક આગળની ઊંચાઈના રૂ. ૧૨ (સાડા બાર) મુજબ નકરે લેવામાં આવતા હતા.
અપવાદ–આમ છતાં, સને ૧૮૯૧ની સાલમાં, સૂરત જિલ્લાના બારડોલી ગામમાં, ત્યાંના સંધ તરફથી, એક દેરાસર બંધાવવામાં આવ્યું હતું, એમાં પધરાવવા માટે ત્રણ પ્રતિમાજી તથા એ દેરાસરની લગોલગ એક નાનું દેરાસર શા. રૂપાજી મોતીજીએ બંધાવ્યું હતું. એમાં પધરાવવા માટે બે પ્રતિમાજી-એમ કુલ પાંચ પ્રતિમાજીએ એમને જોઈતી હતી. આ માટે શા. રૂપાજી મોતીજી તથા શા. દેવચંદજી મતીજી વગેરે ચાર ભાઈઓએ, શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈને, પાંચ પ્રતિમાજીઓ પસંદ કરી હતી; અને પાંચ રૂપિયા નકરે લઈને એ પાંચ પ્રતિમાઓ પિતાને આપવાની પેઢી પાસે માગણી કરી હતી. પણ આ પાંચે પ્રતિમાજીઓની કુલ ઊંચાઈ ૭૯ આંગળ થતી હતી તેથી, ચાલુ નિયમ મુજબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org