________________
શેઠ આણુજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૧૫
મૂર્તિમાં કશી શક્તિ નથી અથવા એ પેાતાને પણ બચાવ કરી શકતી નથી, એ બતાવવા તેઓએ મૂતિ ઉપર ખીલા સુધ્ધાં ઢાકથા ! આ જોઈને ત્યાંના ધર્મશ્રદ્ધાવાન શ્વેતાંબર મૂિ પૂજક ભાઈઓના દુ:ખનેા પાર ન રહ્યો. પણ, એમની સંખ્યા અને શક્તિ ઓછી હાવાથી, તેઓ આવા અધાર્મિક કૃત્યની સામે પણ ન કઈ પગલાં ભરી શકયા, ન વિરાધ ઉઠાવી શકયા !
પણ આ દુર્ધટનાથી એમને એટલા ↑ડા આઘાત લાગ્યા હતા કે, એને માટે કઈક પણ ઇલાજ કર્યા વગર એમને જપ વળે એમ ન હતા. છેવટે એમણે પેાતાના સંધની આ દુ:ખકહાની ઘાણેરાવ વગેરે ગામેાના. જૈન સંઘના અગ્રણીઓને કરી. ધાણેરાવ સંધના અગ્રણીઓને પણ આ વાત ખૂબ અસહ્ય લાગી, એટલે તેઓ ગઢખેાળના સંધના ભાઈઓની સાથે, આ વાતથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને માહિતગાર કરવા તેમ જ આ માટે પૂરતી સહાય મેળવવા, અમદાવાદ આવ્યા અને તરત જ પેઢીના બે અગ્રણીઓ શેઠશ્રી લાલભાઈ ક્લપતભાઈ તથા શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈને મળ્યા.
પણ એમની સાથેની વાતચીતથી એમને પૂરતા · સતાષ ન થયા તેથી તેમ જ આ ઘટનાની સામે સત્વર પગલાં ભરવામાં આવે એ આશયથી, એમણે પેાતાના ગામના દેરાસરની વીતકકથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને વિસ્તારથી કહી અને આ માટે પૂરતી સહાય કરવા દર્દભરી વિનંતિ કરી.
આ ઘટનાની વિગતા સાંભળીને આચાય મહારાજ પણ ક્ષણુભર જાણે સ્તબ્ધ બની ગયા : દેવાધિદેવના દેરાસર ઉપર આ કેવા કારમા સિતમ વરસી ગયા હતા ! એનું નિવારણ કરવાના પ્રયાસ પળનાય વિલંબ વગર શરૂ કરવાને એમણે નિશ્ચય કર્યાં અને રાજસ્થાનથી આવેલા ભાઈઓને એવી હૈયાધારણુ આપી કે જેથી એમનું દુભાયેલુ` ચિત્ત શાતા અનુભવી રહ્યું.
પછી આચાર્ય ભગવતે શ્રી લાલભાઈ શેઠ તથા શ્રી મનસુખભાઈ શેઠ સાથે આ ખાખત અંગે, ગંભીરપણે, વિચારણા કરીને આ માટે બાહેાશ અને ધર્મની ઊંડી ધગશવાળા વકીલને મેકલવાની તથા ખીજી પણ એવી પાકી ગાઠવણુ કરી કે, છેવટે આ જિનાલયને ઉદ્ધાર થયા, ગઢમાળના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને પૂરી ન્યાય મળ્યા અને, ગઢમાળ ગામ ઉદયપુર રાજ્યની હકૂમતમાં હેાવાથી, ઉદયપુરના મહારાણા શ્રી કુંતેહસિંહજીએ એવી રાજઆજ્ઞા ફરમાવી કે, કાઈ પણ તેરાપથી શખ્સ મદિરમાં પ્રવેશ કરવા નહીં; તેરાપથી સાધુએ મદિરમાં ઊતરવું નહી. આ હુકમની વિરુદ્ધ જે વર્તશે તે રાજ્યના ગુનેગાર ગણાશે અને તેને સખ્ત નશીયત કરવામાં આવશે.’’
શેઠ આણંદજી કલ્યાણની પેઢીએ જેમ ભૂતકાળમાં જિનમદિર, તીર્થ અને ધર્મની રક્ષાની આવી કામગીરી બજાવી છે, તેમ વર્તમાન કાળમાં પણ આપણા તી, સંધ અને ધર્મી ઉપર આવી પડતા આક્રમણ પ્રસંગે આપણા સંઘનું ધ્યાન મુખ્યત્વે પેઢી તરફ જાય છે; અને આવા સંકટના પ્રસંગે પેઢી તન-મન-ધનથી એનું નિવારણ કરવાના કામમાં લાગી જાય છે અને એમાં જરા પણ કચાશ રહેવા ન પામે એની પૂરી સાવધાની રાખે છે. આ કામ એ એવી અગમચેતી અને ઊંડી સૂઝ-સમજણપૂર્વક જ કરે છે, કે જેથી એને એમાં માટે ભાગે સફળતા જ મળે છે, અને પાછા પડવાને વખત જવલ્લે જ આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org