________________
પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા આમ જોઈએ તે, પેઢીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પવિત્ર તીર્થસ્થાને, જિનમંદિર તથા જિનબિંબની સાચવણી કરવાનું, એને લગતાં હક્કોની જાળવણી કરવાનું અને એ માટે સતત જાગ્રત રહેવાનું ગણાય. આથી આગળ વધીને, ટૂંકમાં કહેવું હોય તે, એમ કહી શકાય કે જૈન શાસનનાં સાતે ક્ષેત્રના યોગક્ષેમની રક્ષા માટે નિરંતર જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું એ પેઢીની મુખ્ય કામગીરી છે.
આ સાત ક્ષેત્ર એટલે પવિત્ર તીર્થસ્થાનો સહિત નાનાં-મોટાં સઘળાં જિનમંદિર, જિનપ્રતિમાઓ, જિનેશ્વરદેવની વાણી (એટલે કે પંચાંગીયુક્ત આપણાં પવિત્ર આગમસૂત્રો તથા બધાં ધર્મશાસ્ત્રો), ઉપરાંત પૂજ્ય શ્રમણ સંઘ, પૂજ્ય શ્રમણીસંઘ, શ્રાવક (શ્રમણોપાસક) સંઘ અને શ્રાવિકા (શ્રમણોપાસિકા) સંઘરૂપ ચતુર્વિધ શ્રીસંઘ. આ સાતે ક્ષેત્રો ઉદ્યોતકર, શક્તિસંપન્ન અને પ્રભાવશાળી હોય તે જૈન શાસનની પ્રભાવના થઈ શકે –આ સાતે ક્ષેત્રની રક્ષા કરવાની ભાવના અને આજ્ઞા પાછળનું મુખ્ય હેતુ આ છે. અને તેથી એની રક્ષાને ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. એટલે પેઢીની કામગીરીમાં એને આપમેળે જ સમાવેશ થઈ જાય છે.
આ દષ્ટિએ પેઢીના કાર્યક્ષેત્રને વિચાર કરીએ તે, સાત ક્ષેત્રોની રક્ષા અને વૃદ્ધિ માટેના દરેક પ્રકારના પ્રયત્નમાં એને સમાવેશ થઈ જતું હોવાથી એ અંગે વિશેષ જાણવાનું કે કહેવાનું ભાગ્યે જ રહે છે. પણ પેઢીના કાર્યક્ષેત્રની અને એની અનેક પ્રકારની કામગીરીની વિગતેનું ધ્યાનથી અવલોકન કરવામાં આવે તે વસ્તુસ્થિતિ આથી કંઈક જુદી જ—એટલે કે પેઢીનું કાર્યક્ષેત્ર બહુ વિસ્તૃત અને વિવિધલક્ષી હતું એમ જ– જાણવા મળે છે.
જે પેઢીના કાર્યક્ષેત્રની વિશાળતા અને વિવિધતાને ધ્યાનમાં લઈને કહેવું હોય તે, અતિશયોક્તિને જરા પણ દોષ વહેર્યા વગર, વિના સંકેચે, એમ કહી શકાય કે પેઢીને વહીવટ એક રજવાડાના વહીવટ જે વિશાળ છે, અને એમાં અનેક પ્રકારની અટપટી કામગીરીને સમાવેશ થાય છે. પણ એમાં વિશેષતા એ છે કે, રાજ્યને વહીવટ સત્તાના બળે ચલાવવાનું હોય છે, ત્યારે પેઢી જેવી સંઘની ધાર્મિક સંસ્થાના વહીવટને પાયાને હેતુ ધર્મની રક્ષા અને અભિવૃદ્ધિ કરવાનો હેવાથી, એ વહીવટ સત્તાને કેન્દ્રમાં રાખીને ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org