________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
૧૧૩ સાલમાં રખોપાની રકમનું જે સમાધાન થયું, તે પહેલાં જૈન સંઘની વાત સચોટ રીતે રજૂ કરવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, “The Palitana Jain Case” નામે અંગ્રેજીમાં અને પાલીતાણા જૈન પ્રકરણ” નામે ગુજરાતીમાં પ્રગટ કરવામાં આવેલ પુસ્તકમાં જે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમાં પાલીતાણા દરબાર તરફથી એક મુદ્દો એ રજૂ કરવામાં આવ્યો હતો કે જે ઉપરથી પાલીતાણા રાજ્યના દફતરમાં વિ. સં. ૧૮૪૧ માં (સને ૧૭૮૫ માં) શેઠ આણંદજી કલ્યાણજીનું ખાતું લખેલું મળે છે.
પાલીતાણાના દરબાર તરફથી પિતાને હક સાબિત કરવા માટે જે દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હતા, એમાં એક દાખલે આ રીતે ટાંકવામાં આવ્યો હત–
આ વાત નીચેની રકમો રજૂ કરીને બતાવે છે. પહેલું જૂના ચોપડામાં દાખલ કરેલી રકમે. * “[ P] સંવત ૧૮૩૫-૧૮૪૬ ની ખરડા ખાતાવહીને પ૮ મે પાને સંવત ૧૮૪૧ (સને ૧૭૮૫) નું આણંદજી કલ્યાણજીનું ખાતું.
આ ખાતાને મથાળે “પરતાપગઢ દેવાલીયાના જાત્રાળુ લેકે સંબંધી” એવું લખેલું છે અને ૨૧ દેહેરીઓની જામી ૮૦૦ ઉધારી છે.
દેરી ૨૧ ના ચુકાવીને કર્યો છે.” (પાનું ૩૧-૩૨) " જેકે દેરી માટે પિતાને ચૂકવવામાં આવેલ રકમની દરબારશ્રી તરફથી ઉપર મુજબ જે રજૂઆત કરવામાં આવેલી હતી, તે બાબત સાચી નહીં હોવાનું શેઠ આણું. દજી કલ્યાણજીની પેઢી તરફથી, પિતાના જવાબમાં જણાવવામાં આવ્યું હતું; તોપણ, આ બાબતના સાચા-ખેટાપણામાં ઊતર્યા વગર પણ, આ ઉતારા ઉપરથી એટલું તો નકકી થઈ જ શકે છે કે, તે વખતે શેઠ આણંદજી કલ્યાણજીનું નામ પાલીતાણ દરબારના ચેપડામાં પણ સેંધાયેલું મળે છે, જે સને ૧૮૨૧ (વિ. સં. ૧૮૭૮) ના પાના કરારમાંના પેઢીના નામે લેખ કરતાં પણ જૂનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org