________________
3
Jain Education International
શેઠ આવકની પેઢીના ઇતિહાસ
સાથે કાઈ પણ જાતના સંબંધ ન હેાવા છતાં, શાંતિદાસ, પેાતાના વ્યાપારી સંબંધા અને પેાતાની વિશાળ સંપત્તિના કારણે, જહાંગીરથી લઇને ઔરંગઝેબ સુધીના એક પછી એક મેગલ બાદશાહેાના દરબારમાં પોતાને પ્રભાવ પાડી શકયા હતા, કે જેની સામ્રાજ્યમાં ઊંચે દરજ્જો ધરાવતા ઘણા અમીરા અથવા મનસબદારાને અદેખાઈ આવી હાવી જોઈએ.” ~~~સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઓફ ગુજરાત, પૃ૦ ૫૩.
શ્રી એમ. એસ. કામિસેરિયેટ ઉપરના ફકરામાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મેાગલ બાશાહે ઉપર કેવા પ્રભાવ ધરાવતા હતા તેનું ટૂંકમાં, પણ જે સચોટ અને બર્દૂ જેવું વર્ણન કર્યું છે, તેમાં રહેલ વાસ્તવિકતાનું દર્શન કરાવતી, તેઓએ બધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની ભવ્ય અને કરુણ કથા ખાસ જાણવા જેવી હાઈ અહીં એ ટૂંકમાં રજૂ કરવી ઉચિત છે—
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ઉપર ખૂબ આસ્થા હતી, કારણ કે, એક દંતકથા પ્રમાણે, સૂરતમાં, એક સાધુ મુનિરાજે પોતાના શાંતિદાસ નામના ભક્તને માટે સાધેલ ચિંતામણિ પાર્શ્વનાથના મંત્ર, અકસ્માત અને સાવ અણુધારી રીતે, અમદાવાદના આ શાંતિદાસને પ્રાપ્ત થયા હતા અને એના પ્રતાપે તેએ અઢળક સંપત્તિ મેળવી શકયા હતા. એટલે જ્યારે એમના મેટાભાઈ શ્રી વર્ધમાન શેઠ તથા એમણે પોતે કાઇક ધર્મનું એવું કામ કરવાને વિચાર કર્યા કે જેથી પોતાનું જીવન તથા ધન કૃતાર્થ થાય અને સાથે સાથે એનાથી સંધને પણ હમેશાં લાભ થતા રહે ત્યારે, આ બાબતમાં શું કરવું એ સંબધીવિચાર કરીને, છેવટે, એમણે અમદાવાદમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ખૂબ વિશાળ અને ભવ્ય જિનાલય બંધાવવાનું નક્કી કર્યું; અને એ માટે બાદશાહ જહાંગીર પાસેથી જમીન પણ મેળવી લીધી. આ જમીન અમદાવાદના અત્યારે સરસપુરના નામથી જાણીતા પરાના તે વખતે ખીખીપુર નામે ઓળખાતા વિભાગમાં પસંદ કરવામાં આવી હતી. આ દેરાસરનું બાંધકામ વિ॰ સં ૧૬૭૮માં શરૂ કરવામાં આવ્યું હતુ. અને, ચારેક વર્ષની કામગીરીને અંતે, એક આલિશાન જિનાલય તૈયાર થઈ ગયું હતું, એટલે પછી વિ॰ સં૦ ૧૬૮૨ની સાલમાં, ખૂબ વિશાળ પાયા ઉપર, એને પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવવામાં આવ્યા હતા.
આ જિનાલય બંધાયા પછી બારેક વર્ષે, સને ૧૬૩૮ (વિ૦ સ’૦ ૧૬૯૪ )માં, જર્મન પ્રવાસી મેન્ડેલસ્લાએ એની મુલાકાત લીધી હતી; અને એની સુંદરતા અને ભવ્યતાથી એ ખૂબ પ્રભાવિત થયા હતા. એનું વર્ણન કરતાં તેઓએ લખ્યુ` હતુ` કે—
"The principal mosque of the Banyas' was in all its pristine splendour and without dispute one of the noblest structures that could be seen. ... ...It was then new, for the Founder, who was a rich Banya merchant, named Shantidas, was living in my time. It stood in the middle of a great court which was enclosed by a high wall of freestone. All about this wall on the inner side was a gallery, similar to the cloisters of the monasteries in Europe,
For Private & Personal Use Only
www.jainelibrary.org