________________
૧૫
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા પેઢી” જ રાખ્યું છે. દાખલા તરીકે, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, વઢવાણ શહેર, જોરાવરનગર, ધ્રાંગધ્રા, લીંબડી, બોટાદ શ્રીસંઘની પેઢીનું નામ તેમ જ ગુજરાતમાં વિરમગામ, ઉપરિ. યાળા તીર્થ વગેરે સ્થાનના સંઘની પેઢીનું અને રાજસ્થાનમાં કાપરડાની પેઢીનું નામ પણ શેઠ આણંદજી કલ્યાણજી જ રાખવામાં આવેલ છે; અને કઈ કઈ સ્થાનના શ્રીસંધની આ નામની પેઢી તો સે-સવા વર્ષ કરતાં પણ વધારે જૂની છે.
વળી, કઈ કઈ તીર્થસ્થાનને વહીવટ સંભાળતી પેઢીનું નામ આ આખા નામમાંથી અમુક અંશ લઈને પાડવામાં આવ્યું હોવાના દાખલા પણ મળે છે; જેમ કે, વિખ્યાત આબુ તીર્થનો વહીવટ કરતી પેઢીનું નામ શ્રી કલ્યાણજી પરમાનંદજી અને કચ્છના સુપ્રસિદ્ધ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થનો વહીવટ સંભાળતી પેઢીનું નામ વર્ધમાન કલ્યાણજી રાખવામાં આવ્યું છે.
એમ લાગે છે કે, “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામ કેઈક એવા શુભ ચોઘડિયે સૂચવવામાં કે રાખવામાં આવ્યું હતું કે, જેથી એ જેમ લેહચાહનાનું વધુ ને વધુ અધિકારી બન્યું, તેમ શ્રીસંઘના વ્યાપક વહીવટનું પ્રતીક બનવાની સાથે સાથે ચિરસ્મરણીય પણ બની શક્યું.
આ નામની શરૂઆત અમદાવાદ શહેરના શ્રીસંઘની પેઢીથી થઈ હોવી જોઈએ અને એ નામ આશરે અઢીસો વર્ષ જેટલું જૂનું છે, એ હકીકત નીચેના આધારેથી પુરવાર થઈ શકે છે–
પેઢીએ પિતાનું જે દફતર સાચવી રાખ્યું છે, તેને જંગી કહેવું પડે એટલું વિશાળ છે. આમાં આશરે સાડાત્રણસો વર્ષ જેટલા જૂના દસ્તાવેજોથી લઈને છેક વર્તમાન સમયના દસ્તાવેજોને, હિસાબના અઢી વર્ષ જેટલા જૂના ચોપડાઓને, દઢ વર્ષ જેટલી જૂની ફાઈલોનો અને વહીવટદાર પ્રતિનિધિઓની મીટિગ તથા સ્થાનિક પ્રતિનિધિઓની સભા
નાં એક વર્ષ જેટલા જૂના પ્રોસિડિગ (કાર્યવાહી)નાં રજિસ્ટરોનો સમાવેશ થાય છે. વળી આ સામગ્રી જેમ વિપુલ છે, તેમ એની સાચવણી એકંદરે વ્યવસ્થિત કહી શકાય એવી છે. આટલી વિપુલ સામગ્રીને વ્યવસ્થિત રીતે સાચવી રાખવાનું કાર્ય કંઈ જેવું તેવું ન ગણાય. આ દફતર કેટલું વ્યવસ્થિત છે, તે એક જ દાખલા ઉપરથી પણ જાણી શકાય એમ છે. ક્યારેક જરૂર પડી ત્યારે, ગિરિરાજ શત્રુંજય ઉપરની સવા સમજની ચામુખજીની ટૂકને લગતા અમુક હિસાબને વિ. સં. ૧૭૮૭થી તે વિ. સં. ૧૮૯૦ સુધીનો-૧૦૩ વર્ષને-ઉતારો તૈયાર કરવામાં આવ્યો હતો, જે પેઢીના દફતરમાં અત્યારે પણ મોજૂદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org