________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘની પ્રતિનિધિ સંસ્થા છે. એનું નામ કોઈ વ્યક્તિવિશેષના નામ ઉપરથી નથી પડયું, પણ શ્રીસંઘનું નામ અને કામ સદા આનંદકારી અને કલ્યાણકારી જ હોય, એવી ભાવનાને ધ્યાનમાં લઈને, “આનંદ” અને “કલ્યાણ” એ બે શુભસૂચક ભાવાત્મક શબ્દોના જોડાણથી જવામાં આવ્યું છે.'
પેઢી સંબંધી માહિતી ધરાવતી સાહિત્યિક તથા બીજી જે કંઈ સામગ્રી અત્યારે ઉપલબ્ધ છે, તે તપાસતાં આવું નામકરણ કોણે, ક્યારે કર્યું હતું, અર્થાત આ નામ કોણે સૂચવ્યું હતું અને ક્યારે સૂચવ્યું હતું અને એની શરૂઆત ક્યા શહેરની શ્રીસંઘની પેઢી તરીકે થઈ હતી, એની આધારભૂત માહિતી મળી શકી નથી. આમ છતાં, આ બાબતમાં કંઈક એવું અનુમાન જરૂર કરી શકાય એમ છે કે, અમુક આચાર્ય મહારાજ કે સાધુમુનિરાજેની ભલામણથી અથવા જૈનપુરી શ્રી રાજનગર-અમદાવાદના શ્રીસંઘના અગ્રણીઓએ અંદરોઅંદર વિચારણા કરીને, અમદાવાદના જૈન સંઘની પેઢીને માટે આવા, સમય જતાં ખૂબ લોકપ્રિય થયેલા, નામનો સ્વીકાર કર્યો છે જોઈએ. આ નામ આશરે અઢીસે વર્ષ જેટલું પ્રાચીન તો છે જ, એમ આધારભૂત રીતે કહી શકાય એવી પુરાવારૂપ સામગ્રી ઉપલબ્ધ થઈ છે, જેને નિર્દેશ આગળ કરવામાં આવશે.
આ નામ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં કેટલું લોકપ્રિય થઈ પડ્યું છે, તે બે બાબતો ઉપરથી પણ જાણી શકાય છે. એક તે શ્રીસંઘના હિતને સ્પર્શત કઈ પણ ધાર્મિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે શ્રીસંઘને ખ્યાલ, સૌથી પહેલાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ જાય છે; અને, મોટે ભાગે, પેઢીની દોરવણી મુજબ જ એ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે–પેઢીએ એની, અઢીસો વર્ષ કરતાં પણ વધુ લાંબા સમયપટને સ્પર્શતી, તીર્થરક્ષા અને સંઘરક્ષાની અખંડ તેમ જ શાણપણ અને દીર્ધદષ્ટિભરી કાર્યવાહીથી શ્રીસંઘના અંતરમાં આવું આદરભર્યું સ્થાન મેળવ્યું છે.'
આ નામ શ્રીસંઘમાં વિશેષ આવકારને પાત્ર બન્યું, એને બીજે બોલતે પુરાવો એ છે કે, કેટલાંક શહેરેના સંઘએ, પોતાના સંઘની પેઢીનું, સમસ્ત શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢીની શાખા તરીકે એની સાથે જોડાણ કર્યું નહીં હોવા છતાં, પિતાના શહેરની શ્રીસંઘની પેઢીનું નામ “શેઠ આણંદજી કલ્યાણજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org