________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
પ
એવી છે. જે વખતે આ કરાર કરવામાં આવ્યા તે સમયે, તેઓની પાસે, માગલ બાદશાહેાએ આપેલાં શત્રુ જયની માલિકીના હક્કો જૈન સંધને અર્પણ કરવા સંબંધી અનેક ફરમાને હતાં જ. આમ છતાં રાજસત્તા માટેના આંતર વિગ્રહને કારણે મેાગલ સલ્તનત નબળી પડતી જતી હતી, તે તે સ્પષ્ટ રૂપે જોઈ શકળ્યા દ્વૈતા. વળી, વિ સ` ૧૭૦૧માં શાહજાદા
ઔર ગઝેબે અમદાવાદના શ્રી ચિ'તામણિ પાર્શ્વનાથના દેરાસરની જે કારમી ખેહાલી કરી હતી તેની ઘેરી અસર પણ એમના મન ઉપર પડેલી હતી જ. આ બધાં કારણાને લીધે તેઓની વેધક દૃષ્ટિએ સમયનાં એ એંધાણુ પારખી લીધાં હતાં કે, ભવિષ્યમાં આ ફરમાના તીર્થની સાચવણીમાં ભાગ્યે જ ઉપયેાગી થઈ શકવાનાં છે. અને તીર્થાધિરાજ શત્રુ ંજય તથા તેના યાત્રિકાનું હિત સાચવવાની વૃત્તિ તે એમના રામરામમાં ભરી હતી. એટલે પાલીતાણા રાજ્ય સાથે વિ॰ સ૦ ૧૭૦૭ના રખેાપાના પહેલે કરાર કરીને એમણે પેાતાની આ લાગણીને અમલીરૂપ આપ્યું હતું, એમ કહેવું જોઈએ.
'
૨૦. આ ગ્રંથને શ્રી ગેાપાલ નારાયણુ બહુરાએ કરેલા ‘પશ્વિમી માતાજી યાત્રા ’ નામે હિંદી અનુવાદ જોધપુરના રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન તરફથી, ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા 'ના ગ્રંથાક ૮૦ તરીકે, ઈ॰ સ૦ ૧૯૬૫ની સાલમાં, બહાર પડેલ છે. એની કિંમત રૂ. ૨જી રાખવામાં આવેલ છે.
૨૧. કડ ટાડે પોતાના આ પુસ્તકના પૃ૦ ૨૯૫માં એક ખાસ જાણવા જેવી માહિતી એ આપી છે કે: “ Hema Bhye, a rich banker of Ahmedabad, recently presented a crown of massive gold, studded with large sapphires, valued at a sum equivalent to £3,500."
અર્થાત્ કલ ટાડે શ્રી શત્રુ ંજય તીર્થની મુલાકાત લીધી તે અગાઉ, થાડા વખત પહેલાં, અમદાવાદના ધનવાન શરાફ ( નગરશેઠ ) શ્રી હેમાભાઈએ મેટાં મેટાં પન્નાંથી મઢેલા સેાનાના, આશરે ૩૫૦૦ પાઉંડની કિ`મતના, ભારે મુગટ તીર્થને ભેટ ધર્યા હતા.
૨૨. ખંભાતના સાની તેજપાલે કરાવેલ આ દ્વાર સંબંધી જુદા જુદા છંદમાં રચાયેલ સડસડ શ્લાક જેટલા મેાટા શિલાલેખ અત્યારે પણુ સચવાઈ રહેલ છે અને તે દાદાના દેરાસરમાં જતાં રતનપેાળની નીચેના ભાગમાં જમણી તરફ ચેડવામાં આવ્યા છે. આ શિલાલેખમાં સુધર્માસ્વામીથી લઈને તે છેક વિજયસેનસ રિ સુધીની પાટપર પરામાં થયેલ મુખ્ય મુખ્ય આચાર્યની નામાવિલ આપવા ઉપરાંત જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિએ લીધેલી ખાદશાહ અકબરની મુલાકાતના અને તેથી જૈન સ'ધને તથા સામાન્ય પ્રજાને થયેલ લાભના પણ સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યા છે. આ જીર્ણોદ્વાર પછી દાદાના મુખ્ય દેરાસરની પ્રતિષ્ઠા પણુ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના હાથે જ થઈ હતી. ઉપરાંત તેમાં તેજપાલ સેાનીની વવંશપર'પરા પણ આપવામાં આવેલ છે. આ લેખ શ્રી શત્રુંજય તીર્થને લગતા લેખામાં સૌથી મેાટા અથવા તા સૌથી મેાટા લેખમાંના એક કહી શકાય એવા છે; અને તે એક એક પુક્તિમાં ૪૦ થી પુ૰ અક્ષરા ધરાવતી ૮૭ લીટીઓમાં કેતરવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org