________________
૯૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અમદાવાદના હોવાનું શ્રી શત્રુંજય તીર્થને પરિચય લખનાર બધા લેખકેએ સ્વીકાર્યું છે; આમ છતાં કર્નલ જેમ્સ ટોડને તેઓ વડોદરાના રહેવાસી હોવાની માહિતી આપવામાં આવી હોવી જોઈએ, એથી જ એમણે લખ્યું છે કે
“We must now quit this shrine, and proceed to the next division of the mount, called, after the rich corn-factor of Baroda, PREM MOODI-CA-TOOK.”
–Travels in Western India, p. 280. અર્થાત–“હવે આપણે આ પવિત્ર સ્થાનને છોડીને પર્વતને અન્ય વિભાગ કે જે, વડોદરાના ધનવાન અનાજના આડતિયાના નામ ઉપરથી, પ્રેમ મોદીની ટૂકને નામે ઓળખાય છે, એ તરફ આગળ વધવું જોઈએ.”
–ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડિયા, પૃ૧ ૨૮૮. શ્રી શત્રુંજય તીર્થની તલાટીમાં ભાતાની શરૂઆત કરવાની પ્રેરણા આપનાર પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ તથા એમની પ્રેરણાને ઝીલીને ભાતું આપવાની શરૂઆત કરનાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાના જીવન સંબંધી માહિતી મેળવવા માટે બનતે પ્રયાસ કરતાં, જે ડી માહિતી મળી શકી છે, તે આ પ્રમાણે છે–
| મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ મુનિરાજ શ્રી દાનવિમળજીના શિષ્ય અને મુનિરાજ શ્રી દયાવિમળજીના ગુરભાઈ થતા હતા. એમને પંન્યાસ પદવી આપવામાં આવી હતી. તેઓનું આયુષ્ય લગભગ ૮૦ વર્ષ જેટલું દીધું હતું. તેઓશ્રીએ શ્રી શત્રુંજય તીર્થની પવિત્ર છત્રછાયામાં, પાલીતાણું શહેરમાં, કાયમને નિવાસ અથવા વૃદ્ધવાસ કર્યો હતો, એમ લાગે છે. ગિરિરાજ ઉપર ચડતાં, બાબુના દેરાસરની જમણી બાજુ, એક દેરી બનેલી છે; તેમાં સરસ્વતી દેવીની મૂર્તિ પધરાવવામાં આવેલ છે. આ દેરી પન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજના સદુપદેશથી, શ્રાવક ભાઈઓએ, વિ. સં. ૧૮૬૦ની સાલમાં, બનાવરાવી આપી હતી. અને પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ હમેશાં એમાં ધ્યાન કરવા બેસતા હતા અને નિત્ય આયંબિલનું તપ કરતા હતા. એમના ઉપદેશથી રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાએ ગિરિરાજના યાત્રિકોને, તલાટીમાં, ભાતું આપવાની શુભ શરૂઆત વિ. સં. ૧૮૮૦ની સાલમાં, માગસર સુદ ૧૩થી, ચણા-મમરાથી, કરી હતી. એટલે ભાત આપવાની આ અતિ અનુમોદનીય તેમ જ અનુકરણીય પ્રવૃત્તિને મંગળ પ્રારંભ થયો, એ વાતને અત્યારે (વિ. સં. ૨૦૩૬ની સાલમાં) દઢસો વર્ષ કરતાં પણ વધુ વખત થ... પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ, પાલીતાણામાં, વિ૦ સં૦ ૧૯૧૦ના ફાગણ વદિ આઠમના રોજ, કાળધર્મ પામ્યા હતા. અને વિ. સં. ૧૯૧૨ની સાલમાં, એમના અગ્નિસંસ્કારના સ્થાને સમાધિમંદિરરૂપે દેરી બનાવીને, અને એમાં એમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરીને શ્રીસંઘે એમના પ્રત્યે પિતાની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમની પાદુકાની સાથે મુનિરાજ શ્રી હર્ષવિમળની પાદુકા પધરાવવામાં આવી છે; તે એમના ગુરુભાઈ થતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org