________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ સાત ઉદ્ધારની આ બંને યાદીઓને સરખાવતાં એ જોઈ શકાય છે કે, એમાં પહેલાં ત્રણ ઉદ્ધાર કરનારના નામમાં ફરક છે. “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'ની યાદીમાં પહેલા ત્રણ ઉદ્ધારો પણ ઇતિહાસકાળમાં જ થયેલા છે, જ્યારે “નાભિનંદનજિન દ્વારપ્રબંધ'માં જણાવ્યા
મુજબ પહેલા ત્રણ ઉદ્ધારો ઇતિહાસ-કાળ પહેલાંના છે. ૧૩. “શત્રુજ્યતીર્થોદ્ધારપ્રબંધને અંતે આપવામાં આવેલ રાજાવલન કષ્ટક પ્રમાણે, અમદાવાદ
શહેરની સ્થાપનાના સંવત અંગે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યું છે: “૧૪૪ - व० अहिमदराज्यं व० ३२ । संवत् १४६८ वर्षे वैशाखवदि ७ रवौ पुष्ये अहि
મારા સ્થાપના ! આ ઉ૯લેખ પ્રમાણે તે અમદાવાદની સ્થાપના વિ૦ નં૦ ૧૪૬૮ના વૈશાખ વદ સાતમ, ૨વિવાર, પુષ્ય નક્ષત્રના યુગમાં થઈ હતી એ સ્પષ્ટ છે. આમ છતાં અમદાવાદની સ્થાપનાની સંવત બાબતમાં ઇતિહાસકારમાં કેટલાક મતાંતરો પણ પ્રવર્તે છે. આની કેટલીક ચર્ચા શ્રી રત્નમણિરાવ ભીમરાવકૃત “ગુજરાતનું પાટનગર અમદ્દાવાદ” નામે પુસ્તકના પ્રકરણ ત્રીજમાં (પૃ. ૨૪ થી ૨૮માં) તથા શ્રી એમ. એસ. કેમિસેરિયેટકૃત “A History of Gujarat Vol. I ના નવમા પ્રકરણમાં (પૃ૦ ૯૧ થી ૯૨માં)
કરવામાં આવી છે. ૧૪. મંત્રી કર્માશાએ કરાવેલ આ ઉદ્ધાર સોળમા ઉદ્ધાર તરીકે વિશેષ જાણીતા છે. આ ઉદ્ધાર
પછી શ્રી શત્રુંજય ગિરિ ઉપર અવારનવાર સમારકામ જેવું જીર્ણોદ્ધારનું કામ તે થતું જ રહ્યું છે, પણ તે પછી ત્યાં એવું કઈ મેટું બાંધકામ કે સમારકામ કરવું નથી પડ્યું કે - જેને સ્વતંત્ર ઉદ્ધાર તરીકે સ્વીકારવામાં આવે. જૈન પરંપરાની માન્યતા પ્રમાણે, આ સોળમા - ઉદ્ધાર પછી સત્તરમો ઉદ્ધાર, છેક પાંચમા આરાના અંત ભાગમાં, શ્રી દુપસહસ્ર રિના ઉપદેશથી, વિમળવાહન રાજાને હાથે થશે અને તે આ અવસર્પિણી કાળના છેલ્લા એટલે કે સત્તરમા ઉદ્ધાર તરીકે ઓળખાશે. આ વાતને નિર્દેશ “શ્રી શત્રુંજ્યમાહા ના પંદરમા સર્ચના ૨૨૪મા શ્લોકમાં આ પ્રમાણે કરવામાં આવે છે
गुरुदुःप्रसहादेशाद्राजा विमलवाहनः ।
विमलाद्राविहोद्धार, यात्रां चापि करिष्यति ॥ વસ્તુસ્થિતિ આવી હોવાથી મંત્રી કર્માશાએ કરાવેલ ઉદ્ધારની વિસં. ૧૫૮૭માં કરાવેલ પ્રતિષ્ઠાને અત્યારે (વિ. સં. ૨૦૩૬માં) લગભગ સાડાચારસો વર્ષ વીતી ગયાં હોવા છતાં, ગિરિરાજ ઉપરના દાદાના દેરાસરની વર્ષગાંઠ મંત્રી કર્માશાએ કરેલ પ્રતિષ્ઠાની
તિથિએ જ, એટલે કે દરેક વર્ષની વૈશાખ વદિ છઠના રોજ જ, ઊજવવામાં આવે છે. ૧૫. વિક્રમની સત્તરમી સદીમાં જેમ શાસનપ્રભાવક જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી, એમના
પટ્ટધર શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી, ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર, ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્ર, આચાર્ય શ્રી જિનચંદ્રસૂ રિ, આચાર્ય શ્રી જિનસિંહસૂરિ, આચાર્ય શ્રી કલ્યાણસાગરસ રિ વગેરે મહાન શ્રમણ સંતે થઈ ગયા, તેમ વગદાર અને ધર્મ પ્રભાવક શ્રાવકરમાં
અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, બિકાનેરના મંત્રી કર્મચંદ બરછાવત, જેસલમેરના - શ્રી પીરૂ શાહ, ભદ્રેશ્વરના શ્રેષ્ઠી વર્ધમાનશા તથા પદ્મસિંહા, આગરાના શ્રેષ્ઠી ઋષભદાસના
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org