________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
સુપુત્રો શ્રી કુંવરપાલ (કુરપાલ) અને સોનપાલ વગેરે સંધમાં, પ્રજામાં અને રાજ્યમાં સમાન રીતે માન્ય બનેલા ધર્મપરાયણ શ્રેષ્ઠીઓ પણ થઈ ગયા. વળી પિતાને ઇસ્લામ ધર્મના ઝનૂનથી મુક્ત બનેલા મેગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં જેવા શાણું, ઉદાર અને પ્રજાવત્સલ બાદશાહે પણ આ જ સદીમાં થઈ ગયા. ધર્મગુરુઓ, શ્રેષ્ઠીઓ અને બાદશાહે એ ત્રણે વચ્ચેના સુમેળને લીધે, એ સમયમાં, જેમ પ્રજાને ઠીક ઠીક ઉત્કર્ષ થવા પામ્યો હતો. તેમ અમારિ–અહિંસાનું પ્રવર્તન. શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હકોનાં ફરમાનેની પ્રાપ્તિ, જજિયા જેવા વેરાની તથા યાત્રાવેરાની નાબૂદી વગેરે સત્કાર્યોને લીધે ધર્મક્ષેત્રને અને જૈન સંઘને પણ અનેક પ્રકારે લાભ થયો હતો,
આ રીત વિક્રમની સત્તરમી સદી એકંદર ધર્મ પ્રભાવક પુરવાર થઈ હતી એમ કહી શકાય, વળી અહીં એ પણ સેંધવું જોઈએ કે, ગિરિરાજ શત્રુંજયનું બીજું શિખર નાનાં-મોટાં સંખ્યાબંધ જિનાલયોથી સુશોભિત અને સમૃદ્ધ થવાની શરૂઆત થઈ, તે પણ આ સદીમાં જ, જેને આજે નવ ટૂંક કહેવામાં આવે છે, તેમાં સૌથી વિશાળ અને ઊંચું દેવાલય ધરાવતી સવા સોમાની અથવા ખરતર વસહીની ટ્રકના નામથી ઓળખાતી અને વર્તમાન ટ્રકના ક્રમમાં બીજી ગણાતી ટૂક પણ આ સદીમાં એટલે કે વિસં. ૧૬૭૫માં જ રચાઈ હતી.
“ Jainism has produced in Gujarat in the course of centuries many distinguished religious guides and teachers whose names are held in high reverence by the community. But among its temporal magnates there is no name which can equal that of Shantidas Jawahari, who is said to have received, according to an old historical tradition, the title of Nagarsheth or 'Lord Mayor' of Ahmedabad in the early years of the seventeenth century. Without any connection with the official nobility of the Mughal Empire, Shantidas was able to exercise, by virtue of his business connections and his vast riches, an influence at the court of successive Mughal Emperors from the time of Jahangir to the accession of Aurangzeb which must have been envied by many an exalted amir or mansabdar of the Empire."
--Studies in the History of Gujarat, p. 53. અર્થાત “જૈનધર્મ, સદીઓ દરમ્યાન, ઘણા વિશિષ્ટ ધાર્મિક માર્ગદર્શક અને ધર્મગુરુઓને ઉત્પન્ન કર્યા છે; અને જૈન કેમ એમના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. પણ એના ગૃહસ્થ મહાપુરષોમાં એવી કોઈ વ્યક્તિ નથી થઈ કે જે શાંતિદાસ ઝવેરીની બરાબરી કરી શકે. જૂની એતિહાસિક માન્યતા પ્રમાણે, સત્તરમી સદીની શરૂઆતમાં, એમને અમદાવાદના નગરશેઠ અથવા “મેયર”ને ખિતાબ મળ્યું હતું, મેગલ સામ્રાજ્યના અધિકારી ઉમરા
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org