________________
૮૭
તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૨) વહીવટ અને વિસ્તાર
લાવણ્યસમયજીએ આ ઉદ્ધારને લગતી એક સંસ્કૃત પ્રશસ્તિ રચી હતી. જુદા જુદા છંદમાં ૪૪ કલેકામાં રચવામાં આવેલી આ પ્રશસ્તિની શરૂઆતમાં તેમ જ પાછળના ભાગમાં કેટલુંક ગદ્ય લખાણ પણ મૂકવામાં આવેલ છે. વિશેષ આનંદ તે એ જોઈને થાય છે કે, આ પ્રશસ્તિ અત્યારે પણ પૂરેપૂરી સચવાઈ રહેલી છે અને તેને દાદાના મુખ્ય દેરાસરના દ્વાર પરથી કાઢીને રતનપોળની અંદર, આપણી જમણી બાજુએ, ફરીથી ચેડવામાં આવેલ છે. આ પ્રશસ્તિ પુરાતત્વ.ચાર્ય શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહ”ના બીજ ભાગમાં (એપિઝાકિઆ ઇડિકા–૨/૪૨-૪૭માંથી ઉદ્દત કરીને) છાપવામાં આવી છે; ઉપરાંત તેઓએ સંપાદિત કરેલ “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'માં પણ (પૃ૦ ૭૧ ઉપર) પરિશિષ્ટરૂપે એ આપવામાં આવેલ છે. એની સાથે સાથે મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પલાંઠી ઉપરને લેખ પણ આ પુસ્તકમાં છાપવામાં આવ્યો છે.
આ શિલાલેખમાં જણાવ્યા મુજબ, આ પ્રશસ્તિનું લખાણ પં. શ્રી વિવેકધીર ગણિએ પિતાના હાથે લખ્યું હતું.
સાત ઉદ્ધાર સંબંધી ખુલાસો આ પ્રશસ્તિની શરૂઆતના ભાગમાં લખવામાં આવ્યું છે કે, “ચિત્ર વાસ્તવ્ય રોડ જમાત-સપ્તમોત્તારની પ્રતિથિ આ લખાણમાં શ્રી લાવણ્યસમયજીએ શત્રુંજય તીર્થના કર્મશાએ કરાવેલ ઉદ્ધારને સાતમા ઉદ્ધાર તરીકે ઓળખાવેલ છે. જે કર્માશાને ઉદ્ધારને સાતમો ઉદ્ધાર કહેવામાં આવે છે, તે પહેલાં ગિરિરાજના છ ઉદ્ધાર થયા હતા એમ ફલિત થાય છે. આ વાત પ્રથમ દૃષ્ટિએ કંઈક નવતર લાગે એવી છે, પણ તેનું સમાધાન આ રીતે થઈ શકે એમ છે–
શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ માં ( ઉલ્લાસ ૧, ક પાંચ-છમાં) કર્મશાના ઉદ્ધાર પહેલાં અઢાર ઉદ્ધારની જે યાદી આપી છે, તે ઉપરથી એ ફલિત થાય છે કે, કર્મશાને ઉદ્ધાર એ ઓગણીસમો ઉદ્ધાર હતે. આ ઓગણીસ ઉદ્ધારમાંથી પ્રાગ-ઇતિહાસકાળના બાર ઉદ્ધારને બાદ કરીએ તો, ઈતિહાસકાળમાં થયેલ સાત ઉદ્ધારને ઉલલેખ કરવાનું શ્રી લાવણ્યસમયજીને અભિપ્રેત હતું એમ સ્પષ્ટ લાગે છે. “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'માં ઇતિહાસકાળના જે સાત ઉદ્ધારે સૂચવવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે –
(૧) વિક્રમ રાજને. (૨) જાવડશાને. (૩) શિલાદિત્ય રાજાને. (૪) બાહડ મંત્રીને. (૫) વસ્તુપાળને. (૬) સમરાશાને. (૭) કર્મશાને.
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, “નાભિનંદનજિદ્વાર પ્રબંધમાં પણ શત્રુ. જયના સાત ઉદ્ધાર થયાનું લખ્યું છે, અને દરેક ઉદ્ધારનું સવિસ્તર વર્ણન પણ આપ્યું છે. આ વર્ણન એ ગ્રંથના અનુવાદના પૃ૦ ૧૪૪ થી ૧૬૧માં અને મૂળ ગ્રંથના ત્રીજા પ્રસ્તાવના લેક ૬૩ થી ૨૫૩માં આપવામાં આવેલ છે. આ સાત ઉદ્ધારની યાદી આ પ્રમાણે છે
- (૧) ભરત ચક્રવતીને. (૨) સગર રાજાને. (૩) પાંડવોને. (૪) જાવડશાને. (૫) બાહડ મંત્રીને. (૬) સમરાશાને. (૭) કર્માશાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org