________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
૭૧ એવી આકર્ષકતા અને એવું ગૂઢ વાતાવરણ આપે છે કે જે એની પોતાની ખાસિયતરૂપ જ ગણાય. ટેનીસને જ્યારે એમ લખ્યું કે “અને હું ઉપર ચડ અને મેં સર્વશક્તિમાન પર્વતને તથા શિખર ઉપર ગઢવાળા નગરને જોયાં–ન માની શકાય એવા કળશેથી આકાશને વીંધતાં શિખરે” ત્યારે એમના ચિત્તમાં લગભગ આ જ (ચિત્ર) હશે.”૩૪ –આર્કિયોલેજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (સેમિનાથ એન્ડ અધર મેડિઈવલ ટેમ્પલ્સ ઓફ
કાઠિયાવાડ) (૧૯૩૧), પૃ૦ ૭૩-૭૪. મહાકવિ ન્હાનાલાલ આ મહાતીર્થનો મહિમા, પોતાની આગવી લાક્ષણિક ઊર્મિલ શિલિમાં વર્ણવતાં કેવા ભાવવિભોર થઈ ગયા હતા, તે એમના શબ્દોમાં જોઈએ–
આગલી સધ્યાએ તળેટીની એક વૃક્ષછાયામાં આ ભૂમિની મહેમાની માણેલે એક અતિથિ, કીડીને વેગે પણ સિંહના આત્મનિષ્ઠ પગલે, આ ગિરિરાજની કેડીએ ચડે છે—જાણે ફૂંકી ફૂંકીને પગલાં ભરતો ન હોય. તેજની પાંખો જેવું એનું પીળું તેજસ વસ્ત્ર છે, પદ્મપાંખડી સમા એના અડવાણું પાય છે, દેહના ને આત્માના આધાર સામે એને ધર્મદંડ છે, ધર્મના અરીસા સામે એને મુખચંદ્ર છે. એને દેહ આત્મનિષ્ઠ છે, આત્મા દેહનિષ્ટ છે. ઊંચે ને ઊંચે એને પ્રયાણમાગ છે—જાણે આભને આરે જઈને ઊભશે કે શું? કાલે સાયંકાળે એ તળેટીને અતિથિ હત; આજે મધ્યાહુને એ શિખરને મહેમાન થશે. સિદ્ધાચળે રહડી, તપશ્ચર્યા કરી, પછી તે અનેક સિદ્ધિ સિદ્ધિને પામેલા છે. આ સાધુ હતા સિદ્ધાચળે હડનારા તપશ્ચર્યાથી પ્રથમ સિદ્ધ. એમની પગલી પગલીએ સિદ્ધાચળ પવિત્ર થતો કે સિદ્ધાચળને સ્પશે સ્પશે એ પાવન થતા એ પણ હારે તે ઉકેલવાને એક ધમકાય હતો. એ સાધુવર કાંઈક શેલતા હતા........
“દિશાઓને શોધતા શોધતા તે રહડતા હતા. પર્વતની પ્રથમ ઘાટીએ રહડી રહ્યા. હાથીના કુંભસ્થળ શી બીજી ઘાટી એમણે હડવા માંડી. સિદ્ધાચળને શિખરે હારે ન હતા મન્દિર કે મુગટ, હારે ન હતા ધૂપ કે કેસર-ચંદનના સુગ. ગિરિરાજ સ્વયં કુદરતનું મહામન્દિર હતું, તરુવર મુગટ હતા, ગિરિફૂલડાં અને ગિરિૌષધિઓ ઢળતાં'તાં ધૂપકેસરના સુગન્ધ. એ હડતા જાય, ને વાતાવરણ નિર્મળું ને પારદર્શક થતું જાય. આદીશ્વર ભગવાનનું આજ મંદિર છે એ શિખરની ધારે જઈને સાધુવર ઊભા...
...બે હજાર પગલાંની ઊંચાઈએથી એ સાધુવરે પશ્ચિમ દિશામાં દષ્ટિ પરોવી. પ્રથમ તે એમણે દીઠી પગલાં નીચે ઢોળાતી, રૂપાની રેલ સમી, શત્રુંજય ગિરિરાજની ભગિની શત્રુંજી નદી. ચોકની ડુંગરીઓમાંથી નીસરી તાલધ્વજ તળાજિયા ડુંગરની પ્રદક્ષિણાએ જતી હતી.. ... એમણે વીતેલાં વર્ષોને જોયાં, સૈકાઓને જેયા, યુગપલટા જોયા, યુગયુગાન્તરને જોયા, મન્વન્તરને જોયા, અને સૌની પાછળ સૃજન-પ્રલયની મહાલીલાને જોઈ. સિદ્ધાચળને શિખરે ઉભેલા એ સાધુવરની આંખડીમાં વિરાટ આવીને ઊભે. અનંતા કાળ એમને અણુ-પરમાણુ થઈ રહ્યો. જન્મ-મરણની ભવભૂલભૂલામણી એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org