________________
શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ આ ઉપરાંત શ્રી જિનહરખવિરચિત “કુમારપાળ રાજને રાસ” (પૃ. ૨૪૭)માં પણ ચોવીસ ગામ પૂજા ભણ” એમ કહીને ચોવીસ ગામ ભેટ આપ્યાની વાત નેધી છે. ૪. રાજર્ષિ કુમારપાળે કરેલ શ્રી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા માટે જુઓ :
(૧) કુમારપાલભૂપાલચરિત્રમ્, સર્ગ ૯, શ્લેક ૨૮૩ થી ૩૩૫. (૨) પુરાતનપ્રબંધસંગ્રહ, પૃષ્ઠ ૪૨-૪૩. (૩) પ્રબંધચિંતામણિ, પૃષ્ઠ ૯૨-૯૩.
(૪) પ્રબંધકોશ, પૃષ્ઠ ૪૮-૪૯. ૫. બાહડ મંત્રીએ કરાવેલ ચૌદમા ઉદ્ધારની પ્રતિષ્ઠા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સાંનિધ્યમાં,
જેમ વિ. સં. ૧૨૧૧ની સાલમાં, થયાના ઉલ્લેખો મળે છે, તેમ આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૧૩ અને ૧૨૧૪માં થયાના ઉલ્લેખ પણ મળે છે, જે આ પ્રમાણે છે–
વિ. સં. ૧૩૦૧ની સાલમાં શ્રી જ્યસિંહસ્ર રિએ રચેલ “કુમાલપાલભૂપાલચરિત્ર'માં આ પ્રતિષ્ઠાને નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યું છે– श्रीविक्रमाच्छिवाक्षीदु-वत्सरे सहसः सिते । सप्तमेऽहनि शनौ वारे, निवेश्य प्रथमं जिनम् ॥ ६४२ ।।
–કુમારપાલભૂપાલચરિત્ર, સ૦ ૮. આ ઉલેખમાં માત્ર પ્રતિષ્ઠાનું વર્ષ જ નહીં પણ એને મહિને, તિથિ અને વાર પણ આપેલ છે. અર્થાત વિસં. ૧૨૧૧ના માગશર સુદ સાતમ અને શનિવારના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ ઉપરાંત અજ્ઞાતકતૃક “કુમારપાલપ્રતિબોધપ્રબંધ” (પૃ. ૬૧)માં, “પ્રબંધચિંતામણિ” (પૃ. ૮૭)માં અને શ્રી જિનહરખવિરચિત “કુમારપાળ રાજાને રાસ” (પૃ. ૨૪૬)માં પણ પ્રતિષ્ઠાનું વર્ષ વિ. સં. ૧૨૧૧ આપવામાં આવ્યું છે. તેમાંથી “કુમારપાળ રાજાને રાસને ઉલેખ આ પ્રમાણે છે –
તુરત નિપા દેહ, દીપે તેજ દિણંદ લાલ રે;
બાર ઈગ્યાર શનિવારે, બેઠા રિષભ જિણુંદ લાલ રે." ઉપરના ઉલલેખમાં સંવત ઉપરાંત પ્રતિષ્ઠાને વાર–શનિવાર પણ લખવામાં આવેલ છે.
આ બાબતમાં વિમાસણ ઉપજાવે એવી વાત તો એ છે કે, આ જ ગ્રંથના પૃ૦ ૨૫૬માં બાહડ મંત્રીએ આ ઉદ્ધાર વિ. સં. ૧૨૧૪માં કરાવ્યા પણ ઉલ્લેખ થયેલ છે, જે આ પ્રમાણે છે –
સંવત બાર ચઉત્તરે રે, મંત્રી બાહડદે સુવિચાર રે;
શ્રી શત્રુંજય શોભતો રે, કીધે ચઉદે જિણે દ્વાર રે.” * પ્રભાવક ચરિત્ર” (પૃ. ૨૦૫)માં તથા પં. શ્રી વીરવિજયજી મહારાજ વિરચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org