________________
તીર્થાધિરાજ શ્રી શત્રુ‘જય (૨) વહીવટ અને વિસ્તાર
- ૭૭
થયાં; આમ છતાં એમના અંતરમાં હ્રજી પણુ કાઈક ઇચ્છા અધૂરી રહ્યાના વિચાર ધેાળાઈ રહ્યો છે અને તેથી તેઓની દેહમુક્તિ થતી નથી, એમ એમના સાથીઓને લાગ્યું. એમના પૂછ્યાથી મંત્રીશ્વરે અંત સમયે સાધુ-મુનિરાજનાં દર્શન કરવાની પેાતાની ઇચ્છા એમને કહી બતાવી, સાથી વિચારમાં પડી ગયાઃ આ યુદ્ધના મેદાનમાં મુનિરાજ કર્યાંથી લાવવા ? પણ પછી સેના સાથેના એક ભવાયાને–નાટકિયાને (વંઠને) મુનિને વેશ પહેરાવીને તેઓ મંત્રી પાસે લઈ ગયા. મંત્રી ગુરુ મહારાજનાં અંતિમ દર્શન કરીને સુખપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. અને સાધુવેશના આવે! મહિમા જાણીને પેલા ભવાયા પણુ, પોતે લીધેલ સાધુવેશના ત્યાગ કરવાને બદલે, એ વેશને હમેશને માટે સ્વીકાર કરીને, પેાતાનું આત્મકલ્યાણ કરવા માટે, શ્રી ગિરનાર તીર્થમાં તપ કરવા ચાલ્યા ગયા.
જેમ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર બનાવવાની મહામંત્રી ઉદયનની પ્રતિજ્ઞા એમની ઊંડી ધર્મભાવના અને તીર્થરક્ષાની ચિંતાની સાક્ષી પૂરે છે, તેમ એ મદિરની રચનાની કથા પણુ, બાહુડ મ`ત્રીની ઊંડી ધર્મશ્રદ્ધા, સમર્પ`ણુની ભાવના અને પ્રશાંત શૌર્યકથાને સંભળાવતી હાય એમ જ લાગે છે.
ગિરિરાજ ઉપર લાકડાના જિનાલયના સ્થાને પાષાણુના જિનપ્રાસાદ બનાવવાની પેાતાના પિતાશ્રીની પ્રતિજ્ઞા અને આજ્ઞાની જાણ થતાં બાહડ મંત્રી પાતાની જાતને ધન્ય માનવા લાગ્યા અને પેાતાને એક અતિ મહામૂલે અવસર મળ્યા એમ સમજીને ખૂબ ઉલ્લાસ અનુભવી રહ્યા. એટલે એમણે આ કામ વહેલાંમાં વહેલી તકે પૂરું થાય એ માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્યાંના આશીર્વાદ અને મહારાજા કુમારપાળદેવની અનુમતિ મેળવીને એ કામ તાબડતાબ શરૂ કરાવવાના સંકલ્પ કર્યાં. નવીન જિનાલયની રચના માટે કુશળ શિલ્પીઓને રાકવામાં આવ્યા. અને ઇમારતના નકશા વગેરે તૈયાર થઈ જતાં, વિના વિલખે, બાંધકામ શરૂ કરાવવામાં આવ્યું. આ માટે જેમ પૈસાની કાઈ ખામી ન હતી, તેમ ભાવનાની પણ કોઈ ઊણપ ન હતી અને કામ પૂરું કરવામાં જરા પણ વિલંબ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હતી.
સમય વીતતાં પાલીતાણાથી આવેલ કાસદે મદિરનું કામ પૂરું થયાના શુભ સમાચાર મંત્રીને આપ્યા. સમાચાર સાંભળી બાહડ મત્રો ભારે આહ્વાદ અને સ ંતાષ અનુભવી રહ્યા; અને, પેાતાની ખુશાલી વ્યક્ત કરવા માટે, એમણે સ ંદેશવાહકને કીમતી ભેટ આપી પ્રસન્ન કર્યો. પણુ, જાણે મ`ત્રીની ધર્મભાવના અને સમર્પણુ-ભાવનાની સચ્ચાઈની અગ્નિપરીક્ષા થવાની હાય એમ, તરત જ પાલીતાણાથી આવેલ ખીન્ન કાસદે એવા ખેનક સમાચાર આપ્યા કે તૈયાર થયેલ દેવપ્રાસાદને મુખ્ય ભાગ જમીનદેાસ્ત થઈ ગયા છે! આ સમાચાર હતાશ —નિરાશ બનાવી મૂકે એવા હતાં, છતા પણુ મંત્રી બાહડે એ સમાચાર પૂરી શાંતિ અને સ્વસ્થતાથી સાંભળ્યા, એટલું જ નહીં પણુ, આ સમાચાર લાવનાર કાસદને પહેલા સમાચાર લાવનાર કાસદ કરતાં વધારે પારિતોષિક આપ્યું! એમણે દીર્ઘદૃષ્ટિ અને શાણુપણુપૂર્ણાંક એવા વિચાર કર્યો કે, સારું થયું કે મારી હયાતિમાં અને પ્રતિષ્ઠા થયા પહેલાં જ આ મંદિર પડી ગયાના સમાચાર મને મળ્યા, જેથી હવે પછી હું એવું મજબૂત મદિર બંધાવી શકું કે જેને વાવાઝોડા વગેરેની કાઈ પણ જાતની માઠી અસર થવા ન પામે, મ ંત્રીનું મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org