________________
શેઠ આવકની પેઢીને ઇતિહાસ આ સ્થાનેથી જે દશ્ય નજરે પડે છે, તે ધ્યાનને વશ કરી લે એવું છે. એ વિશાળતામાં ખૂબ સુંદર છે; અને અજોડ ચિત્ર માટેની ભવ્ય ગોઠવણરૂપ છે માનવીની મહેનતમાં આપણે કેટલે પહોંચી શકીએ છીએ તે આ કાર્ય (દર્શાવે છે. ....પણ કાવ્યની અતિશક્તિને બાજુએ રાખીએ તે પણ, એ ખરેખર, અદભુત છે-એક અજોડ સ્થાન છેમંદિરની નગરી છે. કારણ કે, કેટલાક કુંડેને બાદ કરતાં, દરવાજાઓ (ગઢ)ની અંદરના ભાગમાં બીજું કશું જ નથી. આંગણું પછી આંગણામાં થઈને આગળ વધતે પ્રવાસી ભૂખરા રંગના ચૂનાની સુંવાળી ફરસંબંધી ઉપર થઈને, મંદિર પછી મંદિરની મુલાકાત લે છે––આ મંદિરમાંનાં મોટા ભાગનાં મંદિરે નજીક આવેલ ગોપનાથની ખાણમાંના પથ્થરોથી ચણેલાં છે, પણ થોડાંક મદિર આરસપહાણનાં બનાવેલાં છે –બધાં ઝીણવટથી કતરેલાં છે; અને કેટલાંકની સપ્રમાણતા ધ્યાન ખેંચે એવી છે. અને જ્યારે પ્રવાસી સ્ફટિકનાં ચક્ષુઓવાળી અને ચેખા વેત આરસપહાણમાંથી ઘડેલી મૂર્તિઓ પાસેથી પસાર થાય છે, ત્યારે એ પ્રતિમાઓ જાણે સેંકડે શાંત-એકાંત દેરીઓમાંથી એની સામે નિહાળ્યા કરતી હોય એમ લાગે છે! સાચેસાચ, દુનિયામાં આની બરોબરી કરી શકે એવું કોઈ સ્થાન નથી. વળી દરેક પ્રાંગણમાં, માગમાં, પ્રવેશદ્વારમાં અને ખંડમાં-બધાં સ્થાનમાંજે સ્વચ્છતા છે, તે પણ કંઈ ઓછો આહલાદ આપતી નથી. મહત્સવની મસમ સિવાય અહીં જે શાંતિ–નીરવતા-ચુપકીદી પ્રવર્તે છે, તે પણ ધ્યાન ખેંચે એવી છે. સવારના વખતે, કેટલીક ક્ષણ માટે, અવારનવાર, ઘંટારવ કે થોડા સમય માટે વગાડવામાં આવતા નગારાને ધ્વનિ તમને સાંભળવા મળે છે. અને પર્વદિવસેમાં મોટાં મંદિરમાં ગવાતાં સ્તવને તમારા કાને પડે છે. પણ, બપોર પછીના વખતે, મોટે ભાગે, એક મંદિરથી બીજા મંદિરની છત ઉપર ઝડપથી કૂદાકૂદ કરતાં કબૂતરનાં મેટાં ટેળાંઓના અવાજે જ ત્યાં સંભળાય છે. પોપટ, ખિસકોલીઓ, કબૂતરો તથા જંગલી કબૂતરો અને મોર બહારની દીવાલો ઉપર, અવારનવાર, જોવા મળે છે.”૩૩
–શત્રુજ્ય એન્ડ ઇટ્સ ટેમ્પસ, પૃ. ૧૮-૧૯. શ્રી હેન્રી કઝીન્સે શ્રી શત્રુંજય તીર્થની પ્રશંસા આ શબ્દોમાં કરી છે–
બધા કદનાં અને બધી આકૃતિઓનાં સેંકડો મંદિરોથી છવાઈ ગયેલાં અને વચ્ચે વચ્ચે ખીણ ધરાવતાં આ શિખરેને લગભગ હવામાં બનાવેલા પવિત્ર નગર તરીકે જ વર્ણવી શકાય. એક બાબત જે મંદિરના આ સમૂહને, સપાટ મેદાનોમાં વસેલાં શહેરમાં બનેલા, આવા સમૂહથી જુદા પાડે છે, તે છે, કેવળ મંદિરની વચ્ચે જ નહીં પણ પર્વત ઉપર કેઈ પણ સ્થાને, કેઈ પણ જાતના વસવાટ-ઘરોને સર્વથા અભાવ. શહેરમાં અને એની આસપાસ બનેલ બધી પવિત્ર ઈમારતોના સમૂહ સાથે જોડાઈ ગયેલે રોજિંદા જીવન-વ્યવહાર અહીં એની ગેરહાજરીના કારણે ઊડીને આંખે વળગે છે. અને આ તેમ જ વાદળેથી સારી રીતે જુદી પડતી એની સ્થિતિ એને તરત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org