________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર સ્થાનમાં જગ્યા ખુલ્લી થઈ જવાને કારણે, દાદાની ટૂક વિશેષ શોભાયમાન બની છે, એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે.
ગિરિવર ઉપરની શિલ્પ-સમૃદ્ધિને આ ત્રીજા યુગમાં થયેલ વિકાસ એટલે ઝડપી હતે તેટલે જ વ્યાપક પણ હતું, એ વાત ઉપર વર્ણવવામાં આવેલ હકીક્ત ઉપરથી સહેજે સમજાઈ જાય છે.
આભચા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આશરે ૧૦૦૦ જેટલાં નાનાં-મોટાં જિનમંદિરોની રચનાથી તેમ જ લગભગ અગિયાર હજાર જેટલી ધાતુની તેમ જ પાષાણની જિનપ્રતિમાઓ તેમાં પધરાવવામાં આવેલ હોવાથી, આ અદ્દભુત અને ખૂબ શિલ્પ-સમૃદ્ધ બનેલ ગિરિરાજને મંદિરની નગરી” એવું ગૌરવવંતુ અને અપૂર્વ બિરુદ આપવામાં આવ્યું છે તે બિલકુલ યથાર્થ છે.
આ તીર્થધામને આવું સાર્થક બિરુદ આપનાર મહાનુભાવે તથા અન્ય વિદેશી તેમ જ દેશી પ્રવાસીઓએ, આ સ્થાનના શિલ્પ-સ્થાપત્ય અને કળા-વૈભવથી પ્રભાવિત થઈને, એની મુક્ત મને જે પ્રશસ્તિ કરી છે, તેમાંની કેટલીક અહીં નેધવી ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે–
કેટલીક મહત્વની પ્રશસ્તિઓ * જેમ્સ ટેડ આ તીર્થને મહિમા વર્ણવતાં લખે છે કે—
પાલીતાણાથી પર્વતની તલાટી સુધીને માર્ગ વડના ભવ્ય વૃક્ષે વચ્ચેથી પસાર થાય છે, જે પૂજા માટે એકત્ર થતા વિશાળ સંઘને પવિત્ર છાંયડે આપે છે. (પૃ૦ ૨૮૧). હવે આપણે ઠીક ઠીક ઊંચાં પગથિયાં ચડીને અને પુંડરીકસ્વામીના દરવાજાના નામે ઓળખાતા કમાનવાળા માગે થઈને, પવિત્રમાં પણ પવિત્ર સ્થાને પહોંચી જઈએ છીએ, જે આપણને આદિનાથ ભગવાનના મંદિરની સામે લઈ જાય છે (પૃ. ૨૮૪). ભગવાન આદિનાથનું મંદિર જેકે એક ભવ્ય ઈમારત છે, છતાં એ, દેખાવ કે (શિલ્પની) સામગ્રીની દષ્ટિએ, આબૂનાં મંદિરે જેવું શિલ્પ-સૌન્દર્ય ધરાવતું નથી. ગભારો ઘુમ્મટવાળી છત ધરાવતે વિશાળ ચોરસ ખંડ છે. એ જ રીતે સભામંડપ એટલે કે બહારનો ખંડ પણ ઘુમ્મટવાળે છે. સ્વચ્છ સફેદ આરસમાંથી બનાવેલી પરમાત્માની પ્રતિમા વિરાટ કદની છે. અને તે ચાલુ ધ્યાનમુદ્રામાં (પદ્માસનમુદ્રામાં) બિરાજેલી છે અને એના હાથ અને પગની પલાંઠી વાળેલી છે (પૃ૦ ૨૮૫). ખાસ મહત્સવના અવસરે ભારતના
# અહીં આપવામાં આવેલ, અંગ્રેજી ભાષાની, પાંચે પ્રશસ્તિઓનું મૂળ અંગ્રેજી લખાણ આ - પ્રકરણની પાદોંધમાં આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org