________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
પ
સમયના વહેવા સાથે શ્રી શત્રુ'જય મહાતીર્થના, ઉત્તરાત્તર, જેટલેા વિકાસ થતા રહ્યો છે, અને હજી પણ થઈ રહ્યો છે, એટલેા વિકાસ ખીજા કોઈ તીના ભાગ્યે જ થવા પામ્યા હશે. શ્રીસ ંધના અંતરમાં અતિ થયેલી આ મહાતીર્થ પ્રત્યેની પવિત્રતાની અને એના તરફની ઊંડી અને દૃઢ શ્રદ્ધા-ભક્તિની ઉત્કટ લાગણીનુ` જ આ સુપરિણામ છે, એ સ્પષ્ટ છે.
આ તીર્થાધિરાજના ક્રમિક વિકાસની કથાનું સમગ્ર રૂપે દન-અવલોકન-પૃથક્કરણ કરીએ તા, એના આ પ્રમાણે ત્રણ તબક્કા કે યુગા સ્પષ્ટ રૂપે જાણવા મળે છે~
(૧) ગુજરાતમાં સાલકી (ચૌલુકય) વશની રાજસત્તાની શરૂઆત થઈ તે પહેલાંને યુગ. આ યુગ છેક પ્રાચીન-પ્રાગૈતિહાસિક સમયથી શરૂ થઈને સાલંકી યુગની શરૂઆત સુધીના સમયને આવરી લે છે. જોકે ખૂબ ખૂબ લાંબા સમયના અવધિને આવરી લેતા આ યુગમાં પણ આ ગિરિરાજની પ્રાચીનતા અને પવિત્રતા અંગે શ્રીસંઘ ભારે આસ્થા, ઊડી શ્રદ્ધા અને પૂરેપૂરી ભક્તિ ધરાવતા હતા, અને ગિરિવરની રજના સ્પર્શીને પાપવિમાચનકારી તથા પુણ્યના તેમ જ કની નિર્જરાના આંતરિક લાભ કરનાર માનતા હતા, છતાં એ વખતે એના ઉપર જિનમંદિરાનાં સ્થાપત્યેા માટી સંખ્યામાં ન હતાં; એની સખ્યા બહુ જ ઓછી હતી.
(૨) ગિરિરાજની વિકાસકથાના બીજો યુગ તે સાલકી વશના ઉદયથી તે ગુજરાતમાંથી મુગલ રાજ્યસત્તાના અસ્ત થયા તે આશરે છસે વર્ષના સમય. આ સમય દરમિયાન આ મહાતીર્થંના નોંધપાત્ર વિકાસના પ્રારભ, મહામ`ત્રી ઉયનની લાકડાના જિનમદિરના સ્થાને પથ્થરનુ` મ`દિર બનાવવાની પ્રતિજ્ઞા એમના ધમી સુપુત્ર બાહડ મંત્રીએ પૂરી કરી અને વિ॰ સ૦ ૧૨૧૧ની સાલમાં આ તીર્થના ૧૪મા ઉદ્ધાર કરાવ્યા, ત્યારથી થયા. આ ઉદ્ધાર પછી દાદાની મુખ્ય ટૂકમાં બીજા પણ કેટલાંક નાનાં-મોટાં દેવમદિરો બન્યાં હતાં. શ્રેષ્ઠી સમરાશાએ વિ॰ સ૦ ૧૩૭૧માં કરાવેલા પંદરમે! ઉદ્ધાર અને શ્રેષ્ઠી કર્માશાના વિ॰ સ૦ ૧૫૮૭ના સાળમા ઉદ્ધાર તેમ જ ખ'ભાતના શ્રી તેજપાળ સાનીએ વિ॰ સ’૦ ૧૬૫૦માં કરાવેલ આ તીર્થના જીર્ણોદ્ધાર પણ આ બીજા તબક્કા દરમિયાન જ થયા હતા. અને એ રીતે આ તીર્થના ત્વરિત અને વ્યાપક વિકાસના યુગને અરુણેાય થયા હતા.
(૩) આ વિકાસકથાના ત્રીજો યુગ મુગલ તથા મુસ્લિમ સલ્તનતના મધ્યાહ્ન અને અસ્તાચળના સમયથી શરૂ થઈને છેક વમાન કાળને સ્પર્શે છે. આશરે ચારસો વર્ષ જેટલા લાંખા સમય દરમિયાન જેમ દાદાની મુખ્ય ટૂક ધરાવતું ગિરિરાજનું શિખર જિન
ટ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org