________________
તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૨) વહીવટ અને વિસ્તાર શીલ મુનિવરને થયું કે, યાત્રા કરીને થાકેલાં યાત્રિકોને કંઈક ભાતું આપવામાં આવે, તે વાપરીને પછી તેઓ પાણી પીવે એવી વ્યવસ્થા થાય તે કેવું સારું ! અને એ મુનિરાજની આ ભાવના એવી ઉત્કટ હતી કે એમના ઉપદેશને ઝીલીને રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાએ તળાટમાં ભાતું આપવાના પુણ્યકાર્યની તરત શરૂઆત કરી.
શરૂઆતમાં અહીં ભાતામાં શું આપવામાં આવતું હશે તે અંગે મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ (ત્રિપુટીએ) લખેલ જૈન તીર્થોને ઈતિહાસ” નામે મોટા અને માહિતીપૂર્ણ ગ્રંથમાં (પૃ. ૪૫) જણાવવામાં આવ્યું છે કે, “ભાતામાં શરૂઆતમાં ચણા અપાતા; પછી શેવ-મમરા અપાતા.” વળી, મેઢામોઢ મળતી માહિતી પ્રમાણે, કેટલોક વખત ઢેબરાં અને દહીં પણ આપવામાં આવતાં હતાં. અને છેલ્લા કેટલાય દાયકાથી તે લાડવો અને ગાંઠિયા અને ક્યારેક ક્યારેક તે, ભાતું વહેંચનારની સંઘભક્તિની ઉચ્ચ ભાવના મુજબ, બીજી બીજી મીઠાઈઓ પણ આપવામાં આવે છે. ઉપરાંત, કેઈ. કેઈ વાર, ચા-કેફી અને સાકરિયા પાણી પણ, ભાતાની સાથે, આપવામાં આવે છે. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ તીર્થસ્થાનમાં ભાતું આપવાને મહિમાં સતત વધતે જ ગયો છે, એ વાત એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, ભાતું આપવાની બધીચોમાસા સિવાયના આઠ મહિનાની-તિથિએ નોંધાઈ ગઈ છે. (શ્રી શત્રુંજય ઉપરાંત કેટલાંક બીજા જૈન તીર્થોમાં પણ ભાતું આપવામાં આવે છે.) ' મુનિવર્ય શ્રી કલ્યાણવિમળજીની પ્રેરણાથી ભાતું આપવાનો પ્રારંભ ક્યા વર્ષથી થયે એ તે જાણી શકાયું નથી, પણ પાલીતાણામાં તલાટી માર્ગ ઉપર, નાહર બિલ્ડિંગ અને પાંચ બંગલાવાળી ધર્મશાળાની વચ્ચે, આપણા ડાબા હાથે, શ્રી કલ્યાણવિમળાજીની તથા હર્ષવિમળજી અને ગજવિમળની ચરણપાદુકાઓવાળી સમાધિસ્થાનની છત્રી આવે છે; એના ઉપર વિ. સં. ૧૯૧૨ને લેખ છે. એ ઉપરથી એટલું તે નિશ્ચિત થાય જ છે કે, ભાતું આપવાની શુભ શરૂઆત વિસં. ૧૯૧૨ પહેલાં એટલે આજથી (વિ. સં. ૨૦૩૬ના વર્ષથી) એાછાંમાં ઓછાં સવાસો વર્ષ પહેલાં તે થઈ જ હતી. આ કાર્યની પ્રેરણા આપનાર મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી અને એ પ્રેરણાને ઝીલનાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદા શ્રીસંઘ ઉપર કેટલો મોટો ઉપકાર કરી ગયા છે !૨૮
શરૂઆતમાં યાત્રિકે સતી વાવની પાસેના ઓટલા ઉપર બેસીને ભાતું વાપરતાં હતાં. આ ઓટલાની પાસે એક મેટું વડનું વૃક્ષ હતું, તેથી બધાને છાંયડો મળી રહે. પણ, સને ૧૯૧૨-૧૩ની સાલ આસપાસ ક્યારેક, વાવાઝેડાથી, આ વડલે પડી ગયે; એટલે, યાત્રાળુઓ આરામથી બેસીને ભાતું વાપરી શકે તે માટે, શ્રેણી લાલભાઈ દલપતભાઈનાં ધર્મભાવનાશીલ માતુશ્રી ગંગાબાઈએ (ગંગામાએ), સને ૧૯૧૪ની સાલમાં, ભાતાઘરનું પાકું અને મોટું મકાન બંધાવી આપ્યું હતું. એ મકાન ઉપર આ પ્રમાણે લેખ મૂકવામાં આવ્યો હતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org